જુનાગઢના વડાલના વડલાવંદનાના વૃઘ્ધાશ્રમમાં પંન્યાસપ્રવર પહ્મદર્શન વિજયજી મહારાજે અમૃતવાણી

જુનાગઢ જીલ્લા સ્થિત વડાલના વડલા વંદનાના વૃઘ્ધાશ્રમમાં વયોવૃઘ્ધ મા-બાપો સમક્ષ સંવેદના અને લાગણીસભર શૈલીમાં પૂજય પંન્યાસપ્રવર પદ્મદર્શનવિજયજી મહારાજે કહ્યું હતું કે, દુર્ઝન કે દગાબાજને પહોંચી વળવું એના કરતા પ્રલોભનો અને પીડાની સામે પડકાર કરવો મહત્વનું છે. થોડુંક આમ તેમ કરો ધંધામાં તો. 25-50 લાખ મળી શકે છે, આંખોને ઊંચી કરો તો રૂપવતી નારી જોવા મળી જાય તેમ છે, દંભના શરણે જાઓ તો સજજન તરીકેની પ્રતિષ્ઠા મળી જાય તેમ છે પણ આ પ્રલોભનો સામે ન ઝૂકવાની તમારી તત્પરતા, પ્રલોભનોને આધીન ન જ થવાનું તમારું મનોબળ પ્રલોભનોના સ્થળેથી ભાગી છુટવાની તમારી બહાદુરી આ સ્વભાવ તમારો હોય તો જ તમારું ભાવિ સુરક્ષિત અન્યથા તમારું ભાવિ અંધકારમય છે.

જેનો કોઠો શરદીનો હોય એણે હિમાલયના સ્થળ પર પસંદગી જેમ ઉતારવા જેવી નથી. જેનું શરીર મીણનું છે. જેવી નથી તેમ જેનું મન સત્વહીન અને ગળીયા બળદ જેવું છે. એણે નબળા નિમિતોને હું પહોંચી વળીશ એવી ડંફાશ મારવા જેવી નથી. આખી જીંદગી જંગલમાં જ વિતાવવાનું જેના લમણે ઝીકાયું હોય એ સામે ચડીને સિંહની ગુફામાં ભલે ન જાય પણ સિંહ અચાનક આવી ચડે તો એને પહોંચી વળવાની ક્ષમતા તો એણે કેળવી જ લેવી જોઇએ.

સંસારના જંગલમાં જ જિંદગી વીતાવવાનું આપણા લમણે ઝીંકાયું છે ત્યારે સામે ચડીને પ્રલોભનો વચ્ચે આપણે ભલે ન જઇએ પણ પ્રલોભનો આવી જ જાય તો એને પહોંચી વળવાની ક્ષમતા તો આપણે કેળવી લેવી  જ પડે.પાણી જેવા હોઇએ ત્યારે આપણે ઢાળથી દુર જ રહેવું જોઇએ અને ઢાળ આવી જ જાય ત્યારે બરફ જેવા બની જવું જોઇએ. ગામ હોય અને ઉકરડો ન હોય એ નો સંભવી શકે, આગ હોય અને એમાં ગરમી ન હોય એ જો સંભવી શકે તો સંસાર હોય અને એમાં પ્રલોભન ન હોય એ અસંભવ છે.

પવનની દિશા બદલાતા જ ઘ્વજા ફરકવાની દિશા જેમ બદલાઇ જાય છે તેમ પ્રલોભનો મળતાં જ મનના વલણને તમે બદલતા ન રહો. સદગુણો કે સંસ્કારોની મૂડી સાચવી રાખવા માટે પ્રલોભનોથી દુર રહો. પ્રલોભનો જેમ પતનને આમંત્રણ આપી શકે છે તેમ પીડા અસમાધિને પેદા કરી શકે છે. પ્રલોભનોની વણઝાર વચ્ચે અડીખમ ઉભા રહેવાનું સત્વ જેમ કેળવી લેવા જેવું છે તેમ પીડાની વણઝાર વચ્ચે મનની સ્વસ્થતા કેળવી લેવા જેટલી કિંમત ટકાવી રાખવા જેવી છે.

શરીરમાં ઉત્પન્ન થતા રોગોની પીડા, ધંધામાં આવી ગયેલ ખોટની પીડા, સ્વજનો તરફથી થતી ઉપેક્ષાની પીડા, મિત્રો તરફથી થતાં વિશ્ર્વાસઘાતની પીડા અને અલગ અલગ ક્ષેત્રે લમણે ઝીંકાતી નિષ્ફળતાઓની પીડા આ તમામ પ્રકારની પીડાઓ વચ્ચે મનોબળને જો તમે મકકમ રાખી શકો તો જ તમે જીવનને ટકાવી શકો અન્યથા જીવનને ટુંકાવી દેવાના રસ્તે પણ તમે કદાચ કદમ માંડી બેસો. જગતને જીતવાને બદલે જે મનને જીતે છે એ દિગ્વિજયમાં સિકઁદરનો ય. સિકંદર  છે. અનુકુળતાના કેન્દ્ર સ્થાર્થે સંપતિ છે કે કેમ એમાં શંકા છે.મસ્તીના કેન્દ્રમાં સંબંધો છે કે કેમ એમાં શંકા છે. સુખના કેન્દ્રમાં સામગ્રીઓ છે કે કેમ એમાં શંકા છે. પણ અનુકુળતા, મસ્તી, સુખ અને સ્વસ્થતાના કેન્દ્ર સ્થાને ‘મન’ નામનું પરિબળ છે. જો મન અડગ અચલે સાત્વિક નિર્મળ અને બહાદુર છે તો પ્રલોભનોની વચ્ચે પણ પવિત્ર અને સ્વસ્થ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.