નેશનલ એક્શન પ્લાન ફોર ડ્રગ ડીમાન્ડ રીડક્શન દ્વારા ડ્રગ્સના દુષણને ડામવા સરકાર સતત પ્રયત્નશીલ
સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા 26મી જૂનને આંતરરાષ્ટ્રીય ડ્રગ દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર વિરોધી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જેની આ વર્ષની થીમ પીપલ ફર્સ્ટ: સ્ટોપ ડીસ્ક્રીમિનેશન એન્ડ સ્ટ્રેન્થન પ્રિવેન્શન છે. ડ્રગના દુષણમાં ફસાયેલા અને તેને છોડવા પ્રયત્ન કરતા અથવા ડ્રગ્સ છોડી દીધેલ વ્યક્તિઓ સાથે થતો ભેદભાવ અને ગેરવર્તન તેમના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આથી, વ્યક્તિકેન્દ્રીત ડ્રગ્સ વિરોધી નીતિ બનાવવા અને ડ્રગ લેતા પહેલા જ લોકોને રોકી શકાય તેવાં પ્રયત્નો કરવાનો સંદેશ આપવા માટે આ થીમ રાખવામાં આવી છે.
અફીણ, ગાંજો, ચરસ, બ્રાઉનસુગર, હેરોઇન, સ્મેક, વગેરે જેવા માદક દ્રવ્યોને ડ્રગ્સ ગણવામાં આવે છે. અત્યંત મોંઘા આ ડ્રગ્સના એક કે બે વારના ઉપયોગથી કોઇપણ માણસ તેનો બંધાણી બની જાય છે અને આ વ્યસનની તલપ સંતોષવા તે ગમે તે હદે જાય છે. ડ્રગ્સ ખરીદવા માટે પૈસા ન હોય તો ચોરી કે લુંટ કરતા પણ તે અચકાતા નથી. ઘણીવાર ડ્રગ્સ વેચનાર તેને નશા માટે પૈસા મેળવવા ડ્રગ્સ વેચતા કરી દે છે.
ઇન્જેક્શન દ્વારા ડ્રગ્સ લેવાથી એચ.આઇ.વી. અને એઇડ્સ તેમજ હેપેટાઇટીસ અને અન્ય જીવલેણ રોગોનો ખતરો પણ રહેલો છે. વધુ માત્રામાં ડ્રગ્સ લેવાઇ જાય તો વ્યક્તિનું મૃત્યુ પણ થઇ શકે છે.
ડ્રગ્સના દુષણને રોકવા માટે યુવક/યુવતીઓ અને તેમના માતા- પિતા/વાલી ઉપરાંત શાળા/કોલેજોના સંચાલક, આચાર્ય, હોસ્ટેલના ગૃહપતિ તેમજ સ્ટાફે પોતાની દેખરેખમાં રહેતા યુવાનો કેફી દ્રવ્યોના રવાડે ન ચઢી જાય તે માટે ડ્રગ્સ વિશે જાગ્રત થઇને સતર્ક બનવું પડશે. આ માટે જાણ કર્યા વિના અચાનક હોસ્ટેલની મુલાકાત લઇ શકાય. માતા પિતા પણ ઘરથી દૂર રહેતા પોતાના સંતાનોની આકસ્મિક મુલાકાત લઇ શકે. વ્યક્તિ ગુમસુમ રહેતી હોય કે વર્તનમાં અચાનક પરિવર્તન જણાય તો તે વ્યસનનો શિકાર બન્યા હોય તેવું બની શકે. રાત્રે યુવાન/યુવતી ઘેર આવે ત્યારે તેમની વર્તણુંક ઉપર ધ્યાન આપવું જોઇએ. ખાનગી રીતે તેમના મોબાઈલ, પાકીટ, ખિસ્સા, કપડાં, બેગ, વાહન વગેરે ચકાસતા રહેવું જોઇએ.
મોટેભાગે પાઉડર કે ગોળી રૂપે પડિકીમાં ડ્રગ્સ વેચવામાં આવતું હોય છે. ઘણીવાર તેને પાણી કે અન્ય પ્રવાહીમાં મેળવી ઇન્જેક્શન પણ લેતા હોય છે. તેમના હાથની નસમાં ઇન્જેક્શન મારવાની જગ્યાએ ઇન્જેક્શનના અનેક ડાઘ કે ચિન્હ જણાય તો બની શકે કે તે સોય દ્વારા ડ્રગ લેતાં હોય.
કોઇ સ્વજન આ વ્યસનનો ભોગ બને તો આ જીવલેણ નશાથી મુક્ત કરવા માટે તેને ભાવનાત્મક સહારો આપીને આ વ્યસન છોડવા પ્રેરીત કરવા જોઇએ. આ નશો છોડવો ખુબ જ મુશ્કેલ હોય છે અને મદદ વગર છોડી શકાતો નથી. આથી, તેમને નશાબંધી મંડળ જેવી સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચલાવાતા નશામુક્તી કેન્દ્રમાં દાખલ કરી શકાય છે. રાજકોટમાં વીરનગર ખાતે વ્યસનમુક્તિ અને પુનર્વસન કેન્દ્ર શિવાનંદ મિશન ખાતે આવેલ છે. જેનો 02821-283632 ફોન નંબર પર સંપર્ક કરી શકાય છે. કોલેજો અને સંસ્થાઓમાં રાજકોટ એસ.ઓ.જી. દ્વારા અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને વિદ્યાર્થિઓને ડ્રગ્સ થી દૂર રહેવા જાગૃત કરવામાં આવે છે.
જાગૃત નાગરીક તરીકે આપણા સૌની ફરજ છે કે આવી ગેરકાયદેસર પ્રવૃતિ કરતા લોકોને કાયદાના હવાલે કરવા. સ્કૂલ-કોલેજ કેમ્પસ તેમજ જાહેર કે ગુપ્ત જગ્યાઓએ વેચાણ થતું આપને જણાઇ આવે તો નિ:સંકોચ ગુપ્તરાહે નજીકના પોલીસ સ્ટેશન અથવા આ નંબરો ઉપર જાણ કરી શકાય છે. નાર્કોટીકસ સેલ- ગાંધીનગર (079) 23254374, 23254380; રાજકોટ શહેર પોલીસ ક્ધટ્રોલ રૂમ 100, 0281-2457777; રાજકોટ શહેર એસ.ઓ.જી 9033776600; નાર્કોટીકસ ટોલ ફ્રી હેલ્પલાઇન 1908.ડ્રગ્સના નશાથી દૂર રહેવા માટે પ્રતિજ્ઞા લેવા http://cbn.nic.in/en/pledge/ની મુલાકાત અવશ્ય લઇએ તેમજ સ્વજનોને પણ પ્રતિજ્ઞા લેવા પ્રેરીત કરીએ.
નશીલા અને માદક પદાર્થની આડ અસરો અંગે જાગૃતિ રેલી યોજતી લોધિકા પોલીસ
યુવાનોમાં વધી રહેલા ડ્રગ(મિીલ) ના સેવનને રોકવા અને વૈશ્વિક સ્તરે ડ્રગના દૂરઉપયોગ અને ગેરકાયદે હેરફેરને રોકવા માટે 26 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય ડ્રગ(મિીલ) એબ્યુઝ અને ઇલીઝિટ ટ્રાફિકિંગ વિરુદ્ધ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ આંતરરાષ્ટ્રીય સમાજને માદક દ્રવ્યોથી મુક્ત કરવા અને આ દિશામાં પગલાં લેવા.જેમાં 7 ડિસેમ્બર 1987 ના રોજ યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ ડ્રગ્સ અને પદાર્થોની રોકથામ માટે ઠરાવ પસાર કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્રના સંકલ્પનાની અભિવ્યક્તિ તરીકે ઉજવવામાં આવે છે.
આંતરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ દર વર્ષે 26 જૂને મનાવવામાં આવે છે. તેની યાદમા દર વર્ષે 26 જૂનને ‘ આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધ દિવસ’ તરીકે મનાવવાનું નક્કી કર્યું હતું. જે સંદર્ભે રાજકોટ રેન્જના વડા અશોકકુમાર યાદવ જિલ્લા પોલીસવાળા જયપાલસિંહ રાઠોડ ના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલાના વડપણ હેઠળ લોધીકા પોલીસ મથકના ઇન્ચાર્જ પી.એસ.આઇ કે.એ.ગોહિલ સહિતના સ્ટાફ દ્વારા આજરોજ ઋતિકા કુમાર શાળા ક્ધયાશાળા અને ખીમાણી શાળાના 150 વિદ્યાર્થી શિક્ષકો સાથે નસીલા પદાર્થ અને માદક દ્રવ્યોની આડઅસર બાબતે લોક જાગૃતિ કેળવી બેનરો, પોસ્ટરો, પત્રિકા અને હોડિંગ મારફતે સાથે લોધિકા ટાઉનમાં રેલી યોજવામાં આવી અને અવરનેસ કરવામાં આવી હતી તેમજ બસ સ્ટેશન માં આવતા જતા મુસાફરોને બેનર મારફતે પ્રચાર કરી જાગૃત કરવામાં આવ્યા હતા અને નસીલા પદાર્થો અંગેની પ્રવૃત્તિ અટકાવવા માટે ટોલ ફ્રી નંબર 198 ની જાણકારી આપવામાં આવી હતી
જિલ્લામાં ‘નશામુક્ત ભારત કેમ્પેઇન અન્વયે વ્યસનમુક્તિ રથ તથા શાળા-કોલેજમાં વિવિધ સ્પર્ધાનું આયોજન
ભારત સરકારના સામાજિક ન્યાય અધિકારિતા મંત્રાલય તથા ગુજરાત સરકારના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા જિલ્લા વહિવટી તંત્રના ઉપક્રમે ‘નશામુકત ભારત’ કેમ્પેઇનનું અમલીકરણ કરવામાં આવે છે. આ માટે જિલ્લા કલેકટર પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને “ડિસ્ટ્રિકટ લેવલ નશા મુકત કેમ્પેઇન કમિટિ” બનાવાઇ છે, જેના સભ્ય સચિવ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી છે. આ કમિટિમાં સંબંધિત સરકારી વિભાગના અધિકારીઓ તથા સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત 24 જેટલાં સભ્યો હોય છે. વિરનગરની શિવાનંદ મિશન ટ્રસ્ટ સંચાલિત વ્યસનમુકિત હોસ્પિટલ, રાજકોટનું નવજીવન ટ્રસ્ટ વગેરે આ કમિટીના સભ્યો છે.
નાર્કોટીકસની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે રાજકોટ શહેર પોલિસ કમિશનરેટ વિસ્તારની “નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટર-એનકોર્ડ” કમીટીની મીટીંગ રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવના અધ્યક્ષસ્થાને નિયમિત રીતે યોજાતી હોય છે. જેમાં “”Say yes to life, No to Drugs” અભિયાન પોલીસ વિભાગ દ્વારા જપ્ત કરાયેલા નશીલા પદાર્થો તથા માદક દ્રવ્યોની કામગીરી, જુદી જુદી કોલેજો શાળાઓમાં કરવામાં આવેલા અવેરનેસ કાર્યક્રમોની માહિતી પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવે છે.
જિલ્લામાં દરેક સરકારી વિભાગના અધિકારી ‘નશામુકત ભારત’ કેમ્પેઇન માટે જન જાગૃતિ અભિયાન ચલાવે છે. દરેક ગામ અને શહેરમાં શાળા – કોલેજોના 100 મીટરના હદમાં પાન, ગુટખા, સિગારેટનુ વેચાણ થતું અટકાવવા પોલીસ તકેદારી રાખે છે. વ્યસનમુક્તિ રથ, લોકડાયરા, નાટકો, મ્યુઝિકલ ઇવેન્ટ દ્વારા નશામુક્તિ અભિયાન વેગવંતુ કરવામાં આવી રહયુ છે. શાળા – કોલેજ કે સંસ્થામાં “નો ટોબેકો ડે” ઉજવણી વિદ્યાર્થીઓ – સ્ટાફને મોટીવેટ કરે છે.
કલેકટરે જાહેર સ્થળોએ પેમ્પલેટનું વિતરણનો શુભારંભ કરાવી આ અભિયાન વેગવંતુ કર્યુ હતું. રાજકોટ જિલ્લાના દસ તાલુકાઓમાં વ્યસન મુક્તિ રથ ફેરવીને રથ લોક ડાયરો કરી પેમ્પલેટ વિતરણ કરી નશાથી થતી નુકશાનીની જાણકારી લોકોને અપાઇ હતી. તેમજ જાહેર સ્થળોએ કઠપૂતળીના કાર્યક્રમો પણ કરાયા છે.