રંગોનો તહેવાર રંગોત્સવ માણવા રંગરસીયાઓ નગની રહ્યાં છે. જીવનમાં નવો ઉજાસ પારતો આ તહેવાર નાની એવી બેદરકારીથી અંધકાર ફેરવાય તેવી ખાસ તકેદારી પણ રાખવી જોઈએ. અબીલ, ગુલાલી રમાતા આ તહેવારમાં થોડા સમયી કેમીકલ યુકત રંગો મિશ્રીત થઈ રહ્યાં હોય જે ત્વચા-આંખ અને વાળ માટે હાનીકારક હોય છે. આથી થોડા સાચવીને રમવું એ હિતાવહ છે. આ બાબતને લઈને “અબતક મીડિયા શહેરના જાણીતા ડર્મેટોલોજીસ્ટ અને આઈ સ્પેશીયાલીસ્ટ પાસેી વાંચકો અને ‘અબતક’ દર્શકો માટે સેફ હોળી માટેની માહિતી મેળવી હતી.
જેમાં રાજકોટના જાણીતા એવા કોસ્મેટોલોજીના નિષ્ણાંત ડો.મુકેશ રૂપારેલીયાએ જણાવ્યું હતું કે, હોળી રમતા સમયે જે હાનીકારક કેમીકલ યુકત રંગોનો ઉપયોગ થતો હોય છે. આવા રંગોનો ઉપયોગ કરવાથી ચામડીને ઘણા પ્રકારના નુકશાન થતા હોય છે. ચામડીના સંપર્કમાં જયારે આવા રંગો આવે ત્યારે ચામડી પર ખંજવાળ, ચામડી લાલ થઈ જવી, ચામડી પર બળતરા વી જેવા પ્રશ્ર્નો થતા હોય છે. તેમજ ઘણી વખત આવા કેમીકલ યુકત રંગો જો શરીરના કોમળ ભાગ ઉપર જો પડે છે અને જો તેની પુરતી કાળજીથી કાઢવામાં ન આવે તો કેન્સર જેવા ગંભીર રોગો પણ વાની સંભાવના રહેતી હોય છે. ત્યારે આવા સમયે આવા ગંભીર પ્રશ્ર્નોથી બચવા માટે કેવી કેવી કાળજીઓ લેવી જોઈએ. જો કે કોટના શણીર આખુ ઢંકાય તેવા કપડા પહેરવા તેમજ ધુળેટી રમતા પહેલા ચામડી પર લોસન કે ક્રીમ લગાડવા તેમજ બહાર જતા કલર અને પાણી જયારે ચામડી પર ભેગા થતા હાવાથી તેના પર સૂર્ય કિરણ નો પડે તે માટે વધુ પ્રમાણમાં સન પ્રોટેકટર વાડા સનસક્રીમ લોશનનો ઉપયોગ કરવો જોઈએ. જો કોઈવાર પાકો કલર શરીરે લાગી આવે ત્યારે તેના પર સામાન્ય સાબુથી જ તેને ધીમે-ધીમે દુર કરવા કાઢી અન્ય પર્દા જેવા કે કેરોસીન, ડીર્ટજન્ટ સાબુ કે પાઉન્ડરનો ઉપયોગ કરવો જોઈએ નહીં. તેમજ ચામડીની સો ઘણીવાર કલર આંખમાં પણ જતો હોય છે. ત્યારે આંખની કાળજી રાખવા માટે રાજકોટના જાણીતા એવા ડો.અનિમેષ ધ્રુવએ જણાવ્યું હતું કે, જયારે આવા કેમીકલ યુકત રંગો જયારે આંખના સંપર્કમાં આવે છે ત્યારે થોડીવાર માટે આંખમાં બળતરા થવી તો ઘણીવાર આંખમાં થોળા સમય માટે જાંખાશ ધુંધળુ દેખાતું હોય છે. તેમજ જયારે કોઈ પ્રવાહી પર્દા જેવા કે કોઈ સ્પ્રે કલર, આંખનાં કીકીમાં કે પડદામાં જાય છે ત્યારે ગંભીર પ્રશ્ર્નો વાની અવા આંખમાં ગંભીર ઈજા વાની સંભાવના રહેતી હોય છે. તેમજ જયારે પીચકારીઓથી લોકો રમતા હોય ત્યારે તે પીચકારીના ફોર્સી આંખમાં જવાથી ઘણીવાર આંખમાંથી પીચકારીના ફોર્સથી પાણી આંખમાં જવાથી કીકી તેમજ પડદાને વધુ પડતું નુકશાન તું હોય છે. આવા સમયે બને તો રમતા પહેલા અવા બહાર જતા પહેલા આંખ પર ચશ્મા પહેરી રાખવા જોઈએ તેમજ લેન્સનો ઉપયોગ કરવો નહીં. કેમ કે પાણીના સંપર્કમાં લેન્સ આવતા તે આંખ પર ચોટી જવાની સંભાવના રહેતી હોય છે. આવા પ્રશ્ર્નોથી બચવા માટે સાવચેતીથી રમવું તેમજ હાનીકારક રંગો નહીં પરંતુ અબીલ, ગુલાલી રમવાની સલાહ ડોકટરોએ આપી છે.