કેવડીયામાં બનનારા આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રાણી સંગ્રહાલય માટે આફ્રિકાના દુર્લભ પ્રાણીઓ આવી પહોંચ્યા
ગુજરાત નહી દેખા તો કુછ નહી દેખા.. કુછ દિન તો ગુજારીયે ગુજરાત મેં… ની ટેગ લાઈન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાત ને વિશ્વ કક્ષાના પર્યટન ધામ બનાવવાના આયોજન બંધ કાર્યક્રમ ઘઢી કાઢયા હતાં જે અંતર્ગત કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના નિર્માણથી ગુજરાત અને કેવડીયાને વૈશ્વિક ટુરીઝમ સ્પોટ તરીકે વિશ્વના નકશામાં અંકિત કરવામાં સરકાર સફળતાપૂર્વક સિદ્ધિ પામી છે દિવાળીના તહેવારો દરમિયાન દેશી અને વિદેશી પર્યટકોએ મોટી સંખ્યામાં સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને રેકોર્ડ સર્જી દીધો છે. કેવડિયા ખાતે સુંદર પર્યટન સ્થળ મા મહત્વની આકર્ષણની વિરાસત જેવી કેવડીયા ઝૂ હવે દુનિયાના તમામ ખંડના દુર્લભ પ્રાણીઓ ના દર્શન સ્થળ બનવા જઈ રહ્યું છે સરકાર દ્વારા દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા દુર્લભ પ્રાણીઓ કેવડીયા ઝુ ખાતે આવી પહોંચ્યા છે.
નર્મદા જિલ્લાના કેવડિયા પ્રાણી સંગ્રહાલય ખાતે આફ્રિકાથી લાવવામાં આવેલા પાંચ અલગ અલગ પ્રજાતિના પ્રાણીઓને લોકદર્શને મુકવામાં આવશે. આફ્રિકાથી લાવવામાં આવેલા પ્રાણીઓમાં જિરાફ, જીબ્રા, કંપાલા પોલીસ, વાઈલ્ડ બ્રિસ્ટનો સમાવેશ થાય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉભી કરવામાં આવેલા પ્રાણી સંગ્રહાલય ખાતે દુનિયાના બીજા છેડેથી વિશિષ્ટ પરિવહન વ્યવસ્થાના ભાગરૂપે દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા પ્રાણીઓ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદ ખાતે ઉતારવામાં આવ્યા હતા. જાણવા મળતી વિગત મુજબ સોમવારે મોડી રાત્રે આ નવા મહેમાન દસેક વાગે ખાસ માલવાહક બોઈંગ ૭૭૭ કે.જે પ્રાણીઓના પરિવહન માટે જ વાપરવામાં આવે છે તેમાં દસ પ્રાણીઓને દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગી આવ્યા હતા.
અમદાવાદ ખાતે આ પ્રાણીઓ પહોંચાડવા માટે નિષ્ણાતોને ટીમ કામે લાગી હતી. તમામ નવા મહેમાનોને સંપૂર્ણપણે સલામતી સાથે કેવડીયા સફારી પાર્કમાં મોકલી દેવામાં આવ્યા હતા એક દેશમાંથી નહીં બીજા ખંડમાંથી લાવવામાં આવેલા આ પ્રાણીઓની આરોગ્ય તપાસણી અને જ્યાં સુધી ભારતનું વાતાવરણ અનુકૂળ ન આવે ત્યાં સુધી સંપૂર્ણપણે રાઉન્ડ ધ ક્લોક મનમાં રાખીને પ્રાણીઓ ભારતની આબોહવાને માફક થઈ જાય ત્યાં સુધી તેમની આઇસીયુના પેશન્ટ જેમ જ જાળવણી રાખવામાં આવે છે.
કેવડિયાના મેનેજીંગ ડાયરેક્ટર સરદાર સરોવર નિગમના રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા આ પ્રાણીઓની જાળવણીમાં જરા પણ કચાસ નહિ રખાય ૩૦૦ એકરની વિશાળ જમીનમાં પથરાયેલા કેવડીયા સફારી પાર્કમાં સિંહ, વાઘ, દિપડા, બાર પ્રકારના હરણ, કીડીખાવ, જિરાફ જીબ્રા, સેન્ડ અને તમામ પ્રકારના દુર્લભ પ્રાણીઓ અને સાચવવામાં આવ્યા છે. પ્રાણી સંગ્રહાલયનું આગામી પખવાડિયામાં ઉદઘાટન થાય તેવું જાણવા મળ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સંકુલમાં સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી મોટી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. ૧૮૨ મીટર ઊંચી આ પ્રતિમાની ૨૬ લાખ મુલાકાતીઓએ અત્યાર સુધીમાં મુલાકાત લીધી છે.