ગાંધીનગરમાં ભગવાન બુધ્ધની ૮૦ મીટર ઉંચી પ્રતિમા મુકવા રાજય સરકાર પાસે જમીનની માગણી કરાઇ
સરકારો દ્વારા દેશ અને રાજયના વિકાસ માટે નિ:સ્વાર્થભાવે પોતાની જાતને ધસી નાખરાના નેતા, સંતો વગેરેની પ્રતિમાઓ મુકવામાં આવતી હોય છે. આવી પ્રતિમાઓ મુકવા પાછળ કયારેય સત્તાધારી પક્ષોનું રાજકીય સ્વાર્થ પણ સમાયેલું હોય છે.
નર્મદા સરોવર પાસે સરદાર પટેલની વિશ્વની સૌથી મોટી વિશાળ સ્ટેચ્યુ ઓફ યુનિટી ભાજપ સરકારે મુકીને લોકસભાની ચુંટણી પહેલા રાજકીય લાભ ખાટવાનો પ્રયાસ કર્યો છે. જયારે ગાંધીનગરમાં ભગવાન બુઘ્ધની ૮૦ મીટર ઉંચી પ્રતિમા મુકવા માટે રાજય સરકાર પાસે જમીનની માંગણી કરવામાં આવી છે.
બૌઘ્ધ ધર્મની સેવાભાવી સંસ્થા સંગાકાયા ફાઉન્ડેશન દ્વારા ગાંધીનગરમાં ભગવાન બુઘ્ધની ૮૦ મીટર ઉંચી પ્રતિમા સ્થાપિત કરવાનું આયોજન કર્યુ છે. આ પ્રતિમા સ્થાપિત કરવા માટે રાજયની રૂપાણી સરકાર પાસે જમીનની માંગણી કરી છે.
આ પ્રતિમા બનાવવાનું આયોજન સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવનારા શિલ્પી રામ સુથાર ને આપવામાં આવ્યું છે. આ અંગે સંગાકાયા ફાઉન્ડેશનના અઘ્યક્ષ પ્રશિલ રજનાએ જણાવ્યું હતું કે અમોને રાજય સરકાર પાસેથી જલ્દીથી જમીન મળી જશે તેવી આશા રાખી છીએ. તેમની સંસ્થા ગુજરાતમાં બૌઘ્ધ યુનિવર્સિટી બનાવવાની યોજના બનાવી રહ્યાનું જણાવ્યું હતું.
સામાન્ય રીતે એવી માન્યતા છે કે પ્રાચીન બોઘ્ધ સ્થળ ફકત બિહાર, ઉત્તરપ્રદેશ અને ઉત્તર ભારતના રાજયોમાં જ અસ્તિત્વ ધરાવે છે. પરંતુ ચીની પ્રવાસીઓ ના ઇતિહાસ મુજબમાં ગુજરાતના ભાવનગરના વલ્લભ નામની મોટી બૌઘ્ધ યુનિવર્સિટી હતી તેમ જણાવીને પ્રશિલ રજનાએ સાબરકાંઠા જીલ્લાના દેવની મોટી કે જયાં બૌઘ્ધ ધર્મનું પુરાતત્વ સ્થળ છે. જયાં એક ભવ્ય સ્મારક બનાવવાની ઇચ્છા વ્યકત કરી હતી. તેમનો આ તમામ યોજનાઓમાં રાજયની ભાજપ સરકાર પાસેથી યોગ્ય સહયોગ મળી રહેશે તેવી આશા વ્યકત કરી હતી.
રાજયની ભાજપ સરકાર બૌઘ્ધ ધર્મની સંસ્થાને લોકસભાની ચુંટણી પહેલા ઝડપથી જમીન ફાળવી તેવું રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે.
હાલમાં રાજયના દલીત સમાજના મતદારો ઉના કાંડ બાદ ભાજપ સરકારની વિમુખ થઇ ગયા છે. દલીત સમાજમાં ડો. બાબા સાહેબ આંબેડકરના કારણે ભગવાન બુઘ્ધ પર ભારે લાગણીની જોડાયેલા છે. જેથી ભાજપ સરકાર આ યોજનાને મંજુરી આપીને દલીતોને ફરીથી પોતાની તરફ વાળવાનો પ્રયાસ કરશે તેવું લાગી રહ્યું છે. આમ પણ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પણ ભગવાન બુઘ્ધ પ્રત્યે ધરાવે છે જેની રાજયમાં વધુ એક વિશાળ પ્રતિમાની સ્થાપના થાય તે દિવસો દુર નથી.
આમ પણ ભાજપ સરકારો દરેક સમાજને કોઇને કોઇ મુદ્દા પર લાગણી પૂર્ણ વ્યવહાર કરીને તેમને પોતાની વોટબેન્ક બનાવી દેવામાં મહારથ ધરાવે છે. નરેન્દ્રભાઇ મોદી રાજયના મુખ્યમંત્રી હતા જયારે પાટીદારોના સ્વમાનના પ્રતિક એવા સરદાર પટેલ કે જે કોંગ્રેસ દ્વારા ઉપેક્ષિત હતા.
તો તેની વિશાળ ૧૮૨ મીટરની સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાની યોજના બનાવી હતી. આ પ્રતિમાને ટુંકાગાળામાં બનાવીને ભાજપ સરકારે પાટીદારો તથા સરદારના ચાહકોના દીલ જીતી લીધા છે. જેથી દલીતોની લાગણી જીતવા રુપાણી સરકાર ભગવાન બુઘ્ધની પ્રતિમા માટે ગાંધીનગરમાં તુરંત જમીન ફાળવશે તેવું મનાય રહ્યું છે.