ભૂદેવ સેવા સમિતિ દ્વારા રાજકોટ કા મહારાજા આ વર્ષે કોરોના મહામારીના લીધે દિવાનપરા બ્રહ્મપુરીની વાડીમાં દુંદાળા દેવનું અગીયારમાં વર્ષે સ્થાપન કરવામાં આવ્યું છે.
રાજકોટ કા મહારાજાના ચોથા દિવસે મુખ્ય મહેમાન રાજકોટના પૂર્વ મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, આશાબેન ઉપાધ્યાય, ડો. નયનભાઈ ઉપાધ્યાય, ડો. ક્રિશ્ર્નાબેન નયનભાઈ ઉપાધ્યાયના હસ્તે મહાઆરતી કરવામાં આવી હતી. રાજકોટકા મહારાજા ને દિવ્ય તેજોમય મૂર્તિ જે ગોબરમાંથી ઈકો ફ્રેન્ડલી બનાવવામાં આવી છે. જે આબેહુબ મહારાષ્ટ્રના સુપ્રસિધ્ધ સિધ્ધિ વિનાયક ગણેશજીની ઝાંખી કરાવે છે.
સરકારની ગાઈડ લાઈન મુજબ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરી મહાઆરતી કરવામાં આવે છે. કોરોના મહામારીને લીધે આ વર્ષે ફેસબુક અને સોશ્યલ મીડીયાના માધ્યમથી દરરોજ હજારો શ્રધ્ધાળુઓ દર્શન તથા આરતીનો લાભ લે છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા ભૂદેવ સેવા સમિતિનાં પ્રમુખ તેજસ ત્રિવેદીના નેજા હેઠળ નિરજભાઈ ભટ્ટ તથા વિશાલભાઈ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ બ્રહ્મ અગ્રણી ભરતભાઈ દવે, કિર્તીબેન દવે, જતીનભાઈ ભટ્ટ, મયુરભાઈ વોરા, દિલીપભાઈ જાની, પ્રશાંતભાઈ ઓઝા, માનવભાઈ વ્યાસ, મનનભાઈ ત્રિવેદી, યજ્ઞેશભાઈ ભટ્ટ, મિતભાઈ ભટ્ટ, વિશાલભાઈ, જીજ્ઞેશભાઈ ત્રિવેદી, રાજભાઈ દવે, રાજનભાઈ ત્રિવેદી, અર્જુનભાઈ શુકલ, પુજનભાઈ પંડયા, વગેરેએ જહેમત ઉઠાવેલ હતી.