- બાલવાટિકાથી લઈને ધોરણ-11 સુધી કુલ 32.33 લાખ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશોત્સવમાં પ્રવેશ અપાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વર્ષે યોજનારા 21મા શાળા પ્રવેશોત્સવ દરમિયાન આંકડાકીય સિદ્ધિઓ કરતા બાળકના ભવિષ્ય માટે સારામાં સારું શું થઈ શકે તેના પર વિશેષ ધ્યાન આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.
આપણે હવે શાળાઓમાં વિશેષ શું જોઈએ છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે ગ્રામ્ય સ્તરથી લઈને શહેરી વિસ્તારો સુધી એક સમાન સ્માર્ટ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ હોય તેના પર આ પ્રવેશોત્સવમાં ફોકસ કરવું છે એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
આ મહોત્સવની 21મી કડી આગામી 26 થી 28 જૂન દરમિયાન ‘ઉજવણી ઉલ્લાસમય શિક્ષણની’ થીમ સાથે યોજાવાની છે.
21મા શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થનારા રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ તથા પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ માટેની માર્ગદર્શન બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજવામાં આવી હતી. મુખ્ય સચિવ રાજકુમાર અને વરિષ્ઠ આઇ.એ.એસ., આઇ.પી.એસ., આઇ.એફ.એસ. અધિકારીઓ સહિત વર્ગ-1ના અધિકારીઓ આ માર્ગદર્શન બેઠકમાં જોડાયા હતા.
મુખ્યમંત્રીએ બેઠકમાં પ્રેરણાદાયી માર્ગદર્શન આપતાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં દીકરીઓ માટે રહેલા સામાજિક, કૌટુંબિક, રૂઢિગત વિચારોને દૂર કરીને સહિયારા પ્રયાસોથી ક્ધયા શિક્ષણને વેગ આપ્યો છે. તેમના નિષ્ઠાવાન સફળ પ્રયાસોને પરિણામે આઠમાં ધોરણ પછી પણ દીકરીઓ ભણતી થઈ છે. એટલું જ નહીં, ગુજરાતમાં ડ્રોપઆઉટ રેશિયોમાં પણ મોટો ઘટાડો લાવી શકાયો છે.
ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, વધુ ને વધુ દીકરીઓ ઉચ્ચ અભ્યાસમાં જોડાય તેને પ્રોત્સાહન આપવાં ‘નમો લક્ષ્મી’ અને વિજ્ઞાન પ્રવાહમાં વધુ બાળકો આવે તે માટે ‘નમો સરસ્વતી’ યોજના આપણે શરૂ કરી છે. તેનો મહત્તમ લાભ છેવાડા સુધી પહોંચાડવા પ્રવેશોત્સવમાં જનાર સૌ કોઈ ગ્રામ્ય, તાલુકા, જિલ્લા સ્તરે વાલીઓને આ યોજનાઓની સમજ આપે તે જરૂરી છે.
મુખ્યમંત્રીએ નેશનલ એજ્યુકેશન પોલીસીનો અમલ કરનારા અગ્રીમ રાજ્યોમાં ગુજરાત એક છે અને વિકસિત ભારત 2047નો રોડમેપ શિક્ષણના સર્વગ્રાહી વિકાસથી કંડારવાનું આયોજન છે તેની પણ ભૂમિકા આપી હતી.
શિક્ષણમંત્રી કુબેરભાઇ ડિંડોરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલો શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવ આજે 21માં વર્ષમાં પ્રવેશ્યો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના અમલીકરણના ભાગરૂપે રાજ્ય સરકારે ગત વર્ષે બાલવાટિકા શરૂ કરી છે. આ પ્રવેશોત્સવ દરમિયાન બાલવાટિકામાં રાજ્યભરના આશરે 11.70 લાખથી વધુ બાળકો પ્રવેશ લેશે. આ ઉપરાંત 3.60 લાખથી વધુ બાળકો આ વર્ષે સીધાં પહેલા ધોરણમાં પ્રવેશ લેશે.
મંત્રીએ કહ્યું હતું કે, છેલ્લાં થોડાંક વર્ષોમાં પ્રાથમિક શાળાઓની ભૌતિક સુવિધાઓની કાયાપલટ થઈ છે. વર્લ્ડ બેન્કની સહાયથી મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત અંદાજે 15,000 પ્રાથમિક અને 5,000 જેટલી માધ્યમિક શાળાઓમાં 50,000 ખૂટતા ઓરડાઓ, એક લાખ જેટલા સ્માર્ટ ક્લાસરૂમ તેમજ 25,000 જેટલી કોમ્પ્યુટર લેબ-સ્ટેમ લેબ જેવી સુવિધાઓ ટૂંક સમયમાં જ કાર્યાન્વિત થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીમંડળના સભ્યશ્રીઓએ શાળા પ્રવેશોત્સવ દરમિયાન બાળકોને આપવામાં આવનાર શૈક્ષણિક કીટ અંગેના ’લર્નિંગ કોર્નર’ની પણ આ પ્રસંગે મુલાકાત લઈને વિવિધ સાહિત્યની માહિતી મેળવી હતી.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવ દ્વારા શાળા પ્રવેશોત્સવ 2024-25ના આયોજન તેમજ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરાયેલ નવીન ’નમો લક્ષ્મી યોજના’, ’નમો સરસ્વતી સાધના યોજના’ તથા હાલમાં કાર્યરત વિવિધ શૈક્ષણિક યોજના અંગે વિગતવાર પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.
નવી શિક્ષણ નીતિ-2020 અંતર્ગત શાળામાં પ્રવેશ લઇ રહેલા ભૂલકાઓને શૈક્ષણિક કીટ અપાશે
સૌ પ્રથમવાર નવી શિક્ષણ નીતિ-2020 અંતર્ગત શાળામાં પ્રવેશ લઇ રહેલા બાળકોને શિક્ષણ કીટ આપવામાં આવશે, જેમાં બાળકોને 30 પ્રકારની વિવિધ અભ્યાસ સામગ્રી આપવામાં આવશે. આ અભ્યાસ સામગ્રીના ઉપયોગથી બાળકો શારીરિક તંદુરસ્તી સાથે-સાથે માનસિક રીતે વધુ તંદુરસ્ત બનશે, તેવો રાજ્ય સરકારનો નવતર પ્રયાસ છે. આ નવીન શૈક્ષણિક કીટમાં કાર્યપ્રણાલી, ગઈઋ-જઈઋ વિહાંગાવલોકન, અધ્યયન નિષ્પત્તિ સમજ, અધ્યયન સંપુટ પરિચય, એકમ પરિચય, સપ્તરંગી શનિવાર, જાદુઈ પિટારા સામગ્રી, વિદ્યાપ્રવેશ વિદ્યાર્થી પ્રવૃત્તિપોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, લેખન પોથી,
ચિત્ર પોથી, નોટબુક, સ્લેટ અને પેન બોક્ષ, શૈક્ષણિક સ્ટેશનરી કિટ, વિદ્યાર્થી પ્રગતિ રજિસ્ટર, નિપુણ ભારત માર્ગદર્શિકા, વિદ્યા પ્રવેશ શિક્ષક આવૃત્તિ, સર્જન માટેની વર્ગસામગ્રી, અધ્યયન નિષ્પત્તિ ચાર્ટ તેમજ બોર્ડ બુકનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત લાર્જ સ્ટોરી બુક, વાર્તાનો વડલો ભાગ-1 અને 2, ચિત્ર વાર્તા પુસ્તિકા, દ્વિભાષી વાર્તા પુસ્તિકા, અર્લી રીડર, સચિત્ર બાળપોથી, ચિત્ર કેલેન્ડર, ફ્લેશ કાર્ડ્સ, ચાર્ટ/પોસ્ટર, બ્રેઈલ કિટ, અર્લી મેથેમેટીક્સ કીટ (ગઈઊછઝ ખફવિંત ઊંશિ)ં, ઈંઈંઝ ઋકગ ઊંઈંઝ, લાકડાનાં શૈક્ષણિક રમકડાંની કિટ, રમત-ગમતનાં સાધનો, સંગીતના સાધનો, ગીતમાલા, રમે તેની રમત અને ચર્ચા પત્ર જેવી વિવિધ પ્રકારની અભ્યાસ પુસ્તિકાઓ, રમકડાઓ સાથે સાથે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે સ્પેશ્યલ બ્રેઈલ લીપી ભાષામાં પુસ્તિકાઓ પણ શૈક્ષણિક કીટમાં સમાવવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વિકસીત ભારત બનાવવાના કરેલા સંકલ્પમાં વિકાસના મોડેલ સ્ટેટ તરીકે ગુજરાત અગ્રેસર રહે અને તેમજ કોઇ ઉણપ ન રહે તે માટે શિક્ષણ સેવાના આ યજ્ઞ એવા શાળા પ્રવેશોત્સવને નવી ઊંચાઇએ લઇ જવા રાજ્ય સરકાર સતત કાર્યરત છે.
રાજ્યભરની આંગણવાડીમાં 1, 75, 815 બાળકોને પ્રવેશ
આ વર્ષે આંગણવાડીમાં 1, 75, 815 બાળકોને આંગણવાડીમાં પ્રવેશ આપવામાં આવશે. જેમાં 90,212 કુમાર તથા 85,603 ક્ધયાઓને પ્રવેશ આપવામાં આવશે. આંગણવાડીમાં 3 થી 6 વર્ષના બાળકોને રમતો અને પ્રવૃત્તિઓના આધારે અનૌપચારિક શિક્ષણ આપવામાં આવે છે. બાળકોનો શારીરિક, ભાષાકીય, બૌદ્ધિક, સામાજિક અને ભાવનાત્મક વિકાસ થાય તેવું વાતાવરણ પુરુ પાડવામાં આવે છે. વ્યક્તિગત રીતે નાના અને મોટા જૂથમાં બાળક સ્વયં ઉપર નિયંત્રણ રાખી બીજા બાળકો સાથે હળે મળે અને આંતરિક શિસ્ત કેળવાય તે પ્રકારની પ્રવૃત્તિઓ માટે વિવિધ સાધન સામગ્રી પણ ઉપલબ્ધ કરવામાં આવે છે. આ ઉપરાંત મારી વિકાસયાત્રા
બુક દ્વારા બાળકોના સર્વાંગી વિકાસની દેખરેખ રાખવામાં આવે છે. બાળકોને વિશેષ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમાં બાળ દિવસની ઉજવણી, વિવિધ તહેવારોની ઉજવણી, રમતોત્સવ તથા પ્રાયોગિક અનુભવો થાય તે હેતુથી બાળ મેળાઓ પણ યોજવામાં આવે છે. વૈજ્ઞાનિક રીતે બાળકના સર્વાંગી વિકાસ માટે વિવિધ શૈક્ષણિક કીટનો ઉપયોગ કરી ચિટકકામ, માટીકામ, છાપકામ, ગડીકામ, રંગકામ જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.