લોકસભામાં OBC અનામત બિલ પાસ થયું : બિલને પાસ કરવામાં વિપક્ષે પણ સુર પુરાવ્યો
અબતક, નવી દિલ્હી : લોકસભામાં આજે મહત્વનું બિલ પાસ કરવામાં આવ્યું છે. બિલના પાસ થયા બાદ હવે રાજ્યોને પોતાની OBC યાદી બનાવવાનો અધિકાર હશે. 127માં સંવિધાન સંશોધન બિલ દ્વારા રાજ્યોને અધિકાર હશે કે તેઓ પોતાના પ્રમાણે ઓબીસી યાદી તૈયાર કરી શકે.
સંસદનું ચોમાસુ સત્ર પૂર્ણ થવા તરફ છે, પરંતુ શરૂઆતથી જ સંસદમાં કાર્યવાહી દરરોજ હોબાળાના કારણ રદ્દ કરી દેવામાં આવી છે. જો કે આજે સંસદમાં થોડોક અલગ માહોલ જોવા મળ્યો, જ્યારે OBC અનામત બિલ પર વિપક્ષ પણ સાથે આવ્યું. વિપક્ષના આ પગલાંની જાણકારી જો કે પહેલાથી જ હતી, કેમકે વિપક્ષ એ નહોતુ ઇચ્છતુ કે હોબાળાના કારણે આ બિલ રજૂ ના થાય. હવે આ બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકારે OBCઅનામત સાથે જોડાયેલું મહત્વનું બિલ લોકસભામાં રજૂ કર્યું. આ બિલના પાસ થયા બાદ હવે રાજ્યોને પોતાની OBC યાદી બનાવવાનો અધિકાર હશે. 127માં સંવિધાન સંશોધન બિલ દ્વારા રાજ્યોને અધિકાર હશે કે તેઓ પોતાના પ્રમાણે ઓબીસી યાદી તૈયાર કરી શકે. આ બિલને રજૂ કરવાથી પહેલા કૉંગ્રેસ સહિત 15 વિપક્ષી પાર્ટીઓએ આના પર ચર્ચા કરી.
આજે થયેલી આ બેઠકમાં નિર્ણય થયો કે અન્ય પછાત વર્ગ (OBC)થી સંબંધિત સંશોધન બિલને પસાર કરવામાં સંપૂર્ણ સમર્થન આપીશું. બેઠક બાદ રાજ્યસભાના નેતા પ્રતિપક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, આ સંશોધન બિલનું અમે તમામ સમર્થન કરીશું.
ખડગેએ કહ્યું કે, બીજા મુદ્દા પોતાની જગ્યાએ છે, પરંતુ આ મુદ્દો દેશહિતમાં છે, કેમકે આ અડધાથી વધારે વસ્તીથી જોડાયેલો છે. અમે આનું સંપૂર્ણ સમર્થન કરીશું. હવે 127મું સંશોધન બિલનું આર્ટિકલ 342-A(3) લાગુ થયા બાદ રાજ્ય સરકારોને પોતાના હિસાબે ઓબીસી યાદી તૈયાર કરવાની આઝાદી હશે.
લોકસભામાં કૉંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ બિલ રજૂ થયા બાદ કહ્યું કે, ગૃહની એક જવાબદાર પાર્ટી હોવાના કારણે અમે અમારી જવાબદારી જાણીએ છીએ. આ માટે તમામ વિપક્ષી દળોએ નિર્ણય લીધો છે કે અનામતથી જોડાયેલા 127માં સંવિધાન સંશોધન બિલને અમારું સમર્થન છે. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, આ બહુમતીના બાહુબલી છે અને અમારી વાત ના સાંભળી. અમે લોકોએ સરકારને ચેતવી હતી કે પ્રદેશોના અધિકારોનું હનન ના કરો. આજે હિંદુસ્તાનમાં આંદોલન અને પછાત વર્ગના ડરની ઝપટમાં સરકાર છે.