રાજયમાં સ્ટેમ્પ ડયૂટી ૩ ટકા સુધી ઘટે તેવી આશા
કેન્દ્ર સરકારના ગૃહ અને શહેરી બાબતોનાં મંત્રાલયે દેશના તમામ રાજયોને મિલકતોની નોંધણી માટે ની સ્ટેમ્પ ડયુટી, વેચાણ દસ્તાવેજો માટે ઘટાડવા નિર્દેશ આપ્યો હતો. અત્યારે કોરોનાની પરિસ્થિતિમાં દેશમાં બાંધકામ અને રિયલસ્ટેટ ક્ષેત્ર ગંભીર રીતે મંદીમાં સપડાયું છે. તેવી સ્થિતિમાં રિયલ સ્ટેટને ઉગારવા સરકારેનિર્ણય લીધો.
સરકારની આ કવાયતથી રાજયોને અત્યારે ખર્ચ કૌવામાં પણ જયારે મુશ્કેલીઓનો સામનો કરવા પડે છે. તે સ્થિતિમાં કેટલીક મહેસુલી આવક મળશે. મિલકતોની ખરીદી પર સરકારને સ્ટેમ્પ ડયુટીના રૂપમાં કરની આવક થાય છે.
સુત્રોએ જણાવ્યું હતુ કે મકાન અને શહેરી બાબતોનાં સચિવ ડીએસ મિશ્રાએ તમામ મુખ્ય સચિવોને આ વિકલ્પ ધ્યાન આપવા જણાવ્યું હતુ મિશ્રાએ જણાવ્યું હતુ કે મે અગાઉ તમામ રાજયોને સ્ટેમ્પ ડયુટી ઘટાડવા કહ્યું હતુ જેમાં મહારાષ્ટ્રે સ્ટેમ્પ ડયુટી ઘટાડી હતી હવે ફરીતી તમામ રાજયોને સ્ટેમ્પ ડયુટી ઘટાડવા કહ્યું છે. મહારાષ્ટ્રે હંમાગી ધોરણે ડિસેમ્બર મહિના સુધી ૩% સ્ટેમ્પ ડયુટી ઘટાડી હતી અને જાન્યુ.થી માર્ચ મહિના સુધી ૨%નો ઘટાડો કર્યો હતો.
સ્ટેમ્પ ડયુટીનાં દર શહેરી વિસ્તાર માટે ૫% અને ગ્રામ્ય વિસ્તાર માટે ૪% હતા સરકારનો આ નિર્ણય ઘર ખરીદનારો માટે બજારમાં પ્રવેશ માટે મન મનાવનારૂ અને ખરીદી માટે નિર્ણયં લેનારૂ બનશે.જેનાથી રહેણાંક મિલકતોની ખરીદીની માંગ બજાર વધશે અમે પ્રવર્તમાન મંદીનો માહોલ દૂર થશે. કેન્દ્ર સરકારે તમામ રાજયોને મિલકત નોંધણી પરની સ્ટેમ્પ ડયુટી ઘટાડવાના આદેશથી મિલકત ખદનારોઓ માટે સાનુકુળતા વધશે.