કેન્દ્ર સરકારે માર્ગદર્શિકા નકકી કરી: માપદંડ અનુસાર રાજયોએ ક્ષમતા પુરવાર કરવી પડશે

એઈમ્સ જેવી હોસ્પિટલો અને એજયુકેશન ઈન્સ્ટીટયુટ મેળવવા રાજયોએ ‘કેપેબીલીટી’ બનાવવી પડશે આવો નિયમ બનાવવા પાછળનો હેતુ એઈમ્સ જેવી હોસ્પિટલો અને એજયુકેશન ઈન્સ્ટીટયુટો મેળવવા કરાતી રાજનીતિને નાબૂદ કરવાનો છે.

રાજયોએ એઈમ્સ જેવી હોસ્પિટલો અને એજયુકેશન ઈન્સ્ટીટયુટ મેળવવા ટ્રાન્સપેરન્સી એટલે કે પારદર્શકતા બતાડવી પડશે આ સિવાય કેપેબીલીટી એટલે ક્ષમતા બતાડવી પડશે.

કેન્દ્ર સરકારે રાજયોને એઈમ્સ જેવી હોસ્પિટલો અને એજયુકેશન ઈન્સ્ટીટયુટો આપવા માટે ગાઈડલાઈન નકકી કરી છે. તેમાં એમ્સ જેવી હોસ્પિટલ કે ઈન્સ્ટીટયુટ મેળવવા રાજયોએ પોતાની ક્ષમતા પૂરવાર કરવી પડશે આમાં કોઈ જ બાંધછોડ કે રાજનીતિ કે લાગવગ નહી ચાલે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં એક જાહેર કાર્યક્રમને સંબોધન કરતા જણાવ્યુંં હતુ કે સક્ષમ કે લાયકાત ધરાવતા રાજયોને જ એઈમ્સ જેવી પ્રતિષ્ઠિત હોસ્પિટલ અને ઈન્સ્ટીટયુટ આપવામાં આવશે. કેન્દ્ર સરકારે નીતિ આયોગના આલા દરજજાના અધિકારીઓ સાથે મેરેથોન બેઠકો કરીને આ મામલે પેરામીટર્સ એટલે કે માપદંડ નકકી કરી લીધા છે.

આ માપદંડના મુદાઓમાં પર્યાપ્ત જગ્યા, ઈન્ફ્રાસ્ટકચર, પર્યાપ્ત સાધનો, સ્ટાફ, હેલ્થકેર ફેસેલીટી નાણાકીય ક્ષમતા વિગેરે સહિત અન્ય કેટલાક મુદા સામેલ છે. આ સિવાય એમ્સ જેવી હોસ્પિટલ અને ઈન્સ્ટીટયુટ મેળવવા માગતા રાજયોએ સોશિઓ અને ઈકોનોમિક ટાઈ પૂરવાર કરવી પડશે. કેમકે આ નિહાયત જ‚રી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.