વન નેશન વન ચલણ અંતર્ગત

ઇ-ચલણ દંડની રકમ ત્રણ માસમાં ન ચુકવે તો વર્ચ્યુઅલ ટ્રાફીક કોર્ટ દ્વારા કાર્યવાહી

ગુજરાત રાજ્યમાં ટ્રાફિક ઇ-ચલણ માટે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ ખાતે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની શરૂઆત

તમામ હિતધારકોના લાભાર્થે, નિર્દેશાનુસાર જણાવવાનું કે, ગુજરાત રાજ્યમાં ટ્રાફિક પોલીસ અને આરટીઓના ચલણો સાથે વન નેશન વન ચલન પ્રોજેક્ટનું સફળ સંકલન થતાં,  સુપ્રિમકોર્ટની ઈ-કમિટીના માર્ગદર્શન તેમજ મહારાષ્ટ્ર ખાતેની ગઈંઈ, પુણે ટીમની સહાયતાથી ઇ-કોર્ટ પ્રોજેક્ટના નેજા હેઠળ વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટ સમગ્ર ગુજરાત રાજ્ય માટે શરૂ આવેલી છે.

કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તેમજ હાઈકોર્ટની કમિટીના અધ્યક્ષ  જસ્ટિસ એ.જે. દેસાઈ, અને આઇ.ટી.  કમિટીના  ન્યાયાધીશઓની મંજૂરી અને માર્ગદર્શન અનુસાર મેટ્રોપોલિટન કોર્ટ, અમદાવાદ ખાતે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટને  તારીખ 3જી મે, 2023 થી કાર્યરત કરવામાં આવેલી છે.

વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની શરૂઆત પક્ષકારોની કોર્ટમાં રૂબરૂ હાજર થવાની જરૂરિયાતને દૂર કરવાના ઉદ્દેશ્  સાથે કરવામાં આવી છે. વર્ચ્યુઅલ કોર્ટ સિસ્ટમની વ્યવસ્થા કોર્ટના વપરાશકર્તાઓ અને વાહન માલિકોને તમામ કાર્યવાહી ઓનલાઈન કરવાની સુવિધા આપે છે.

જો ઇ-ચલણની દંડની રકમ 90 દિવસની અંદર ચૂકવવામાં ન આવે, તો ઇ-ચલણ આપમેળે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટના સર્વર પર મોકલી દેવામાં આવશે. વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટ આ કેસ હાથ ધરવા પર અને નોટિસ કાઢવાની કાર્યવાહી કરવાથી, વાહન માલિકના મોબાઈલ ફોન પર SMS દ્વારા નોટિસ મોકલવામાં આવશે. ત્યાર પછી વાહન માલિક વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટ દ્વારા નિર્દિષ્ટ કરાયેલી દંડ ઓનલાઈન પેમેન્ટ દ્વારા ચૂકવી શકે છે અથવા ઈચ્છે તો, નિયમિત કોર્ટમાં કેસ લડવાનું પસંદ કરી શકે છે. વર્ચ્યુ અલ ટ્રાફિક કોર્ટ https://vcourts.gov.in/virtualcourt/ લિં ક પર ઉપલબ્ધ છે. વપરાશકર્તા ઓ માટે માર્ગદર્શિ કા વિ ગેરે ગુજરાત ઉચ્ચ ન્યાયાલયની વેબસાઈટની લિંક https://gujaratighcourt.nic.in/virtualtrafficcourt પરથી મળી રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.