કોરોનાના પગલે રાજ્યોની આવક પર રોક લાગી, નુકસાની વધુ ન વેઠવી પડે માટે માંગ કરાઈ

અબતક, નવીદિલ્હી

કેન્દ્ર સરકાર દ્વારા જે સમયથી જીએસટી અમલી બનાવવામાં આવેલું છે તેને ધ્યાને લઈને કેન્દ્ર સરકાર રાજ્યોને જીએસટીમાં ઉદભવતી નુકશાની ભરપાઈ કરવા માટે વળતર ચુકવતું હતું. હાલ કોરોના ની પરિસ્થિતિ ને ધ્યાને લઇ અનેક રાજયોએ કેન્દ્ર સરકાર અને જીએસટી વિભાગને માંગ કરતા કહ્યું છે કે હજી વધુ વળતર આગામી પાંચ વર્ષ સુધી ચૂકવવામાં આવે જેથી કોઈપણ પ્રકારની નાણાકીય અસમંજસની સ્થિતિમાં રાજ્ય મુકાય. રાજ્યને જે ઘરની આવક આવી જોઈએ તમે આંતરે તે કોરોના ના પગલે થઇ શકી નથી અને અનેક રાજયોએ આર્થિક નુકસાનીનો પણ સામનો કરવો પડ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ એ વાત પણ સામે આવે છે કે જી એસ ટી ડી જે ટેક્સ સીસ્ટમ છે તેના પગલે જે વળતર ચૂકવવામાં આવવું જોઈએ તે આવી શક્યું નથી અને હાલના તબક્કે આશરે પાંચ હજાર કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનું બાકી છે. વધુમાં રાજ્યના મંત્રીઓ નું માનવું છે કે જો સરકાર તેમની આ માંગણી સ્વીકારી શકે તો તેમના રાજ્યની અર્થવ્યવસ્થા ઉપર માઠી અસર પડી શકે છે અને રાજ્યને આર્થિક નુકસાનીનો પણ સામનો કરવો પડશે. આગામી દિવસોમાં આ સ્થિતિ ઉદભવી કે ન થાય તે માટે જીએસટી વિભાગે પાંચ વર્ષ સુધી રાજ્યોને વળતર ચૂકવવું અનિવાર્ય છે જે અંગેની નાણા મંત્રાલયને માંગ પણ કરવામાં આવી છે.

કાપડ પર 12% જી.એસ.ટી લગાવવાના નિર્ણય પર રોક મુકવા ગુજરાત સહિતના ચાર રાજ્યોની માંગ

સમગ્ર ભારતભરમાં કાપડ ઉદ્યોગ પર નાણામંત્રાલય 12% જી.એસ.ટી લગાવવાનો વિચાર કરી રહ્યું છે આ તકે આજે જે બેઠક જીએસટી કાઉન્સિલની મળવા જઈ રહી છે તેમાં આ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે પરંતુ મીટીંગ પૂર્વે ગુજરાત સહિત ચાર રાજ્યમાંથી કે પશ્ચિમ બંગાળ, દિલ્હી, રાજસ્થાન અને તામિલનાડુએ માંગ કરી છે કે, કેન્દ્ર સરકાર જે રીતે કાપડ ઉદ્યોગ પર 12% જી.એસ.ટી અમલી બનાવવાનો વિચાર કરી રહ્યું છે તેના પર રોક મૂકવામાં આવે. જો આ ઉદ્યોગ પર 12% જી.એસ.ટી નાખવામાં આવશે તો ઉદ્યોગને અનેકમાંથી અસરનો સામનો કરવો પડશે સામે લોકોએ પણ તકલીફ વેઠવી પડશે અને કાપડના ભાવ આસમાને પહોંચશે જેને ધ્યાને લઇ ચાર રાજ્યો દ્વારા આ અંગે માંગ કરવામાં આવી છે કે કાપડ પર જીએસટી 5% જે પહેલા નિર્ધારિત થયો હતો તે જ રાખવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.