- રાજકોટના મશીન ટુલ્સના ઉદ્યોગકારોએ વિશ્ર્વ ફલક પર નામના મેળવી,મશીન ટુલ્સ શોને જબરદસ્ત પ્રતિસાદ
- 24 સપ્ટેમ્બર સુધી ચાલનારા મશીન ટુલ્સ શોમાં રાજ્યના તમામ ઉદ્યોગકારોને મુલાકાત લેવા ઉદ્યોગ સાહસિક યોગીન છનિયારાનો અનુરોધ
રાજકોટ તથા ઊંખૠ બીઝનેશ ટેકનોલોજી અમદાવાદ નું સંયુક્ત આયોજન રાજકોટ શહેરના NSIC ગ્રાઉન્ડ ખાતે 8 મો રાજકોટ મશીન ટુલ્સ શો નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ના હસ્તે મશીન ટુલ્સ શો ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.વિશ્વ આખું જયારે ‘ મેક ઈન ઈન્ડીયા’ અને ‘મેડ ઈન ઈન્ડીયા ’ ના રંગે રંગાયુ છે ત્યારે દુનીયાના દરેક દેશ ભારત તરફ એક અનોખી આશાની નજરથી જુએ છે , તેવા સમયમાં રાજકોટના NSIC ગ્રાઉન્ડ ખાતે 24 સપ્ટેમ્બર સુધી મશીન ટુલ્સ શોનું આયોજન કરાયું છે.
જેમાં મેટલ કટીંગ , ફોર્મિંગ , ઓટોમેશન , ફોજીંગ અને ફાઉન્ડ્રી જેવા અનેક વિભાગોનુ પ્રદર્શન લોકાર્ષાનું કેન્દ્ર બન્યુ છે . સતત 17 વર્ષથી રાજકોટ મશીન ટુલ્સ શો ઉદ્યોગ જગતમાં અનોખું સ્થાન ધરાવે છે જેને લોકોનો અપતિમ પ્રતિસાદ મળતો રહયો છે . ભારતીય અને વૈશ્વિક કંપનીઓ માટે રાજકોટ મશીન ટુલ્સ શો એક એવું પ્લેટફોર્મ બની રહે છે જયા ઔદ્યોગિક વિકાસની સાથે સાથે વ્યાવસાયિક વિસ્તાર વધારવા માટે અગણિત તકો મળી રહે છે.આ તકે વિજયભાઇ રૂપાણી એ જણાવ્યું હતું કે રાજકોટએ લઘુ ઉધોગોનું હબ છે.વર્ષોથી સ્વબળે રાજકોટના ઉદ્યોગકારોએ પોતે જ પોતાની સ્કિલ ડેવલેપ કરીને બિઝનેસમાં ગ્રોથ કરી રહ્યા છે.રાજકોટ અને સૌરાષ્ટ્ર ના ઉદ્યોગકારો વિશ્વફલક પર પોતાનું આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
- રાજકોટના સાહસિક ઉદ્યોગકારોએ વિશ્ર્વ ફલક પર ગુજરાતનું નામ ગુંજતું કર્યું : વિજયભાઈ રૂપાણી
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટ લઘુ ઉધોગો નું હબ છે.વર્ષોથી સ્વબળે રાજકોટના ઉદ્યોગકારો એ પોતાની સ્કિલ ડેવલોપ કરીને ઉધોગોને આગળ વધાર્યા છે.વર્ષો પહેલા ખૂબ ઓછા મશીન હતા તે દિવસે પણ આપણે સારામાં સારી સ્કિલ ડેવલોપ કરીને સારામાં સારા પાર્ટ્સ બનાવતા હતા.ઓઇલ એન્જીન, બેરિંગ ઉદ્યોગ,ઇલેક્ટ્રિક મોટરોમાં રાજકોટે નામ બનાવ્યુ છે જેની નોંધ વિશ્વએ લીધી છે.સીએનસી ના જમાનામાં રાજકોટે પોતાનું નામ વિશ્વ ફલક પર ગુંજતું કર્યું છે.દેશભરના તમામ ઉદ્યોગકારોની નજર રાજકોટ પર છે.રાજકોટ એ
ગુજરાતનું મશીન ટુલ્સનું હબ બની ગયું છે.મશીન ટુલ્સના ખૂબ જુના કારખાના હતા આજે પણ જીઆઈ.ડી.સી ડેવલોપ થઈ ચૂકી છે.આવનારા દિવસોમાં આ એકઝીબિશનથી મશીન ટુલ્સના લઘુ ઉદ્યોગોને ખૂબ વેગ મળશે.
- 10 હજાર ચો.મી.ના વિશાળ સ્ટોલ એરિયામાં આયોજિત પ્રદર્શનમાં 12 વિદેશી કંપનીઓ સહિત દેશભરની 350 કંપનીઓ ઉત્સાહભેર જોડાઈ: યોગીન છનિયારા
મશીન ટુલ્સ શોના આયોજક અને મશીન ટુલ્સ મેન્યુફેક્ચરર એસોસિએશનના પ્રમુખ યોગીનભાઈ છનિયારાએ જણાવ્યું હતું કે, 8મી વાર મશીન ટુલ્સ શો યોજાઈ રહ્યો છે. આ એક્ઝિબિશનમાં 350 જેટલા એક્ઝિબીટરોએ ભાગ લીધો છે. અહીં સીએનસી, વીએમસી, ક્ધવેનશનલ મશીનો કે જે વર્કશોપ મશીનો છે તેવા મશીનો રાખવામાં આવ્યા છે. મશીન ટુલ્સનું આ પ્રકારનું ભવ્ય પ્રદર્શન પ્રથમવાર થઈ રહ્યું છે કે જેમાં 50 હજાર ચો.મી. એરિયામાં ફેલાયેલા એક્ઝિબિશન સ્થળમાં 10 હજાર ચો.મી. સ્ટોલ એરિયા છે. આ પ્રદર્શનમાં અમેરિકા, જાપાન, જર્મની, ચાઈના, કોરિયા સહિતના 12 જેટલા દેશોની કંપનીઓ પણ ભાગ લઈ રહી છે જે આપણા માટે ગૌરવની બાબત છે. તેમણે વધૂમાં જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં રાજકોટની 160 જેટલી મશીનની ઉત્પાદક કંપનીઓ ભાગ લઈ રહી છે.
42 વિદેશી કંપનીઓના સ્ટોલ છે અને તે સિવાય ભારતભરની કંપનીઓના સ્ટોલ અહીં રાખવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે, મશીન ટુલ્સનું ઉત્પાદન એ રાજકોટની આગવી ઓળખ છે. ભારતભરમાં ફક્ત બેંગ્લોર અને રાજકોટ બે જ શહેરોમાં મશીન ટુલ્સનું ઉત્પાદન થાય છે. રાજકોટમાં ઉત્પાદિત કંપનીના મશીનો ગલ્ફ દેશો, યુ.એ.ઇ., આફ્રિકન દેશોમાં તો નિકાસ થતા જ હતા પરંતુ ગૌરવની બાબત એ છે કે, હવે આપણા મશીનોની નિકાસ યુ.એસ.એ. જેવા વિકસિત રાષ્ટ્રમાં પણ થઈ રહ્યા છે જે પુરાવો છે કે, હવે વિશ્વ આખું રાજકોટની મશીનરીનો આગ્રહ રાખે છે. તેમણે અંતમાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ’આત્મનિર્ભર ભારત’ અને ’વોકલ ફોર લોકલ’નું જે સૂત્ર અપાયું છે તેના લીધે રાજકોટના ઉદ્યોગને ખૂબ ફાયદો થયો છે. ચાઈના કે અન્ય દેશના સસ્તા મશીનોને ત્યજી હવે લોકો રાજકોટની મશીનરી અપનાવી રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, રાજકોટના ઉદ્યોગ સાહસિકો ટેકનોલોજી તરફ થોડું વધુ ધ્યાન કેન્દ્રિત કરે તો વૈશ્વિક ફલકે છવાઈ જવાથી કોઈ રોકી શકે તેમ નથી.
- 12 થી વધુ દેશોની 350 થી વધુ કંપનીઓએ લીધો ભાગ
મશીન ટુલ્સ શો કુલ 50,000 ચો.મી. એરીયામાં થયો છે.જેમાં ભારત તથા યુ.એસ.એ. , જર્મની , નેધરલેન્ડ , સ્વીઝરલેન્ડ , સાઉથ આફીકા , યુ.કે. , તુર્કી , સ્પેન , તાઈવાન , ચાઈના , જાપાન , કોરીઆ , ઈટાલી , યુ.એ.ઈ. , થાઈલેન્ડ અને સિંગાપોર જેવા અલગ અલગ દેશોની 350 થી વધુ કંપની આ પ્રદર્શનમાં ભાગ લઈ રહેલ છે જે રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે ગૌરવની બાબત છે.
- આધુનિક ટેકનોલોજીના માધ્યમથી તમામ પ્રકારના સીએનસી મશીનના ઉત્પાદનમાં કેટીએમ ટેકનો સોલ્યુશન અગ્રેસર: કે.કે. મકવાણા
કેટીએમ ટેકનો સોલ્યુશનના કે.કે. મકવાણાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કેટીએમ ટેકનો સોલ્યુશન રાજકોટની લોકલ મેટોડા સ્થિત કંપની છે. મેટોડા ખાતે 1.5 કિલોમીટર લની ત્રિજ્યામાં કંપનીના કુલ પાંચ યુનિટ આવેલા છે. એક યુનિટમાં સ્ટાન્ડર્ડ ટર્નિંગ મશીન, બીજા યુનિટમાં સ્ટાન્ડર્ડ વીએમસી મશીન, ત્રીજા યુનિટમાં હાયર વીએમસી મશીન, ચોથા યુનિટમાં કોટિંગ પ્લાન્ટ અને પાંચમા યુનિટમાં અમારા ફેબ્રિકેશનનું કામ કરવામાં આવે છે. અમે તમામ પ્રકારના સીએનસી મશીનના ઉત્પાદક છીએ. તેમણે કહ્યું હતું કે, અમે રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ થકી મશીનનું ઉત્પાદન કરીને બજારમાં મુકીયે છીએ. અગ્રણી મશીન ટુલ્સ ઉત્પાદકો પાસે જે ટેકનોલોજી ઉપલબ્ધ નથી તે ટેકનોલોજીનો ઉપયોગ કરીને મશીનોનું ઉત્પાદન કરીએ છીએ. હાલ અમે ઝોનવાઇઝ આગળ વધી રહ્યા છે. હાલ દક્ષિણ-પશ્ચિમના રાજ્યો, પંજાબ અને ગુજરાતમાં અમારી ઉપલબ્ધતા છે અને હવે અમે દિલ્લી, રાજસ્થાન અને ઉત્તરાખંડમાં પગદંડો જમાવવા આગળ વધી રહ્યા છીએ. તેમણે કહ્યું હતું કે, છેલ્લા વે વર્ષથી દેશ આખો મહામારીમાં સંપડાયો છે ત્યારે હવે છેલ્લા બે વર્ષમાં અપડેટ થયેલી ટેકનોલોજી બજારમાં પહોંચાડવા માટે આ પ્રદર્શન ખૂબ મોટી ભૂમિકા ભજવશે.
- 30થી વધુ જાપાનીઝ ટેકનોલોજી આધારિત મેકાટ્રોનિક્સ પ્રોડક્ટ્સ ધરાવતી કંપની એટલે દુર્ગા મેકાટ્રોનિક્સ પ્રા.લી.: દિપક સુલતાનિયા
મુંબઈની દુર્ગા મેકાટ્રોનિક્સ પ્રા.લી. કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર દીપક સુલતાનિયાએ જણાવ્યું હતું કે, અમે મુંબઈ આધારિત કંપની છીએ પરંતુ રાજકોટ ખાતે અમે મોટો ગ્રાહક વર્ગ ધરાવીએ છીએ. અમારી પાસે મેકાટ્રોનિક્સ પ્રોડક્ટ્સ, બોલ બેરિંગ, લીનીયર ગાઈડ્સ, બોલ સ્ક્રુ, સ્વીચ ગિયર, પી.એલ.સી., એચ.એમ.આઈ. જેવી 30 થી વધુ પ્રોડક્ટ્સ ધરાવીએ છીએ. અમારી પાસે જેટલી પણ પ્રોડક્ટ્સ છે તે ઈમ્પોર્ટેડ પ્રોડક્ટ્સ છે જેથી લોકલ ઉત્પાદકો પાસે આવી પ્રોડક્ટની ઉપલબ્ધતા હોતી નથી. અમારી પાસે જાપાન, યુરોપ આધારિત પ્રોડક્ટસ છે અને અમે સમગ્ર દેશમાં પ્રોડક્ટ સપ્લાય કરીએ છીએ. તેમણે કહ્યું હતું અમને રાજકોટ પાસેથી આગામી ચાર દિવસમાં ખૂબ જ અપેક્ષા છે અને તે પરિપૂર્ણ થશે તેવી આશા છે.
- ઝડપથી આગળ વધી રહેલા રાજકોટના ઉદ્યોગો માટે 3000 થી વધુ પ્રોડક્ટ્સ ઉપલબ્ધ : સૌરભ પાંડે (ઇનસાઈઝ ઇન્ડિયા)
ઇનસાઈઝ ઇન્ડિયા કંપનીના ટેક્નિકલ સેલ્સ એન્જિનિયર સૌરભ પાંડેએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે પ્રદર્શનમાં પ્રિસીઝન મેઝરીંગ ઇન્સ્ટ્રુમેન્ટ ડિસ્પ્લે કરી રહ્યા છે જેનો ઔદ્યોગિક ક્ષેત્રે મેઝરમેન્ટ સોલ્યુશન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. સૂક્ષ્મથી સૂક્ષ્મ માપ લેવા માટે આ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. અમે ઔદ્યોગિક સોલ્યુશન હેઠળની 3000 થી વધુ પ્રોડક્ટ્સ ધરાવીએ છીએ. અમે હાલ અનેક દેશોમાં વ્યાપ ધરાવીએ છીએ. ઇનસાઈઝ ચાઈના, ઇનસાઈઝ યુ.એસ.એ., ઇનસાઈઝ યુરોપ જેવા દેશોમાં અમે વ્યાપ ધરાવીએ છીએ. એરોનોટિકલ અને સંરક્ષણ ક્ષેત્રે અમારી પ્રોડક્ટનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, રાજકોટની બજાર ખૂબ મોટી છે, અહીંના ઉદ્યોગો ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છે ત્યારે ઓટોમેશન ક્ષેત્રે આગળ વધી રહેલી કંપનીઓને અમારી પ્રોડક્ટની જરૂરિયાત રહેતી હોય છે ત્યારે રાજકોટ ખાતેથી અમને ખૂબ જ ફાયદો મળશે તેવી અપેક્ષા છે.