કોરોના મહામારી સામે લડવા કેન્દ્રએ આપાતકાલીન ભંડોળની મર્યાદા ૩૦ ટકાથી વધારી પ૦ ટકા કરી
કોરોના મહામારીના કારણે વિશ્ર્વના તમામ દેશો પર આર્થિક મંદીના વાદળો છવાયા છે. જેમાંથી ભારત પણ બાકાત નથી. દેશમાં તમામ રાજયો આર્થિક સંકટની સામે ઝઝુમી રહ્યા છે. ત્યારે આ તમામ રાજયોને કેન્દ્ર સરકાર તરફથી મોટી રાહત મળી છે. કેન્દ્ર સરકારે ડીઝાસ્ટરની અડાધો-અડધ રકમ વાપરવાની રાજયોને છુટ આપી દીધી છે. કોરોના મહામારી સામે લડવા અને નાણાંની અછતને પુરવાં કેન્દ્રએ આ નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે, સ્ટેટ કીઝાસ્ટર રીસ્પોન્સ ફંડ એટલે કે રાજય આપાતકાલીન પ્રતિસાદ ભંડોળમાંથી અત્યાર સુધી રાજય સરકારોને ૩૦ ટકા સુધી નાણા વાપરવાની છુટ હતી. પરંતુ હવે, નાણાંની અછતે પ૦ ટકા રકમ વાપરવાની છુટ પ્રદાન કરી છે. કોરોના મહામારી સામે લડવા આ નાણાંનો ઉપયોગ કવોરન્ટાઇન કેન્દ્રા, તપાસ પ્રયોગશાળાઓ, ઓકિસઝન ઉત્પાદન પ્લાન્ટ, વેન્ટિલેટર તેમજ પીપીઇ કીટ ખરીદવા જેવા કાર્યોમાં કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાથી સર્વાધિક પ્રભાવિત સાત રાજયોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી અને તેમાં જણાવ્યું હતું કે કોરોના મહામારીને ઘ્યાને રાખી એસડીઆરએફ ખર્ચ સબંધીત રાજયોની સીમા વધારવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તાજેતરમાં તમામ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખી જણાવ્યું છે કે, નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ ની આ વિશેષ પરિસ્થિતિમાં એક વખત માટે આપાતકાલીન ભંડોળની પ૦ ટકા સુધીની રકમ વાપરવાની છુટ અપાઇ છે. અને આ માટે સંબંધીત વસ્તુઓ અને નિયમોની લીસ્ટમાં આંશિક સંશોધન કરવામાં આવ્યું છે.
ગૃહ મંત્રાલય તરફથી મોકલવામાં આવેલા પત્રમાં રહેવાયું છે. કે, સબંધીત મુખ્ય સચિવના નેતૃત્વ વાળી સ્ટેટ એકીઝકયુટીવ કમીટી સમય તંત્ર પર નજર રાખશે, આ કમીટીનો સરકારની અન્ય યોજનાઓ સાથે કોઇ સીધો સંબંધ ન હોવો જોઇએ.