રાજ્યમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને અંગે સીએમ રૂપાણીએ મહત્વનું નિવેદન આપ્યુ છે. સીએમ રૂપાણીએ પત્રકાર પરિષદ કરી જણાવ્યુ કે ગુજરાત સહિત દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. ગુજરાતમાં રસીકરણ વધારાશે. અત્યારે લોકડાઉન નહીં આવે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાના કેસ વધતા કહ્યુ કે, ગુજરાતમાં દૈનિક 3 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવશે, કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. ગુજરાતમાં RTPCR કેસ પણ વધારવામાં આવશે. ફેબ્રુઆરીમાં કેસ ઘટતા બેદરકારી વધી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોનાની ગાઇડલાઇનનું કડક પાલન થાય તે માટે ગૃહ અને આરોગ્ય વિભાગને કડક પગલા લેવાની સૂચના આપી દેવામાં આવ્યા છે. માસ્કના નિયમનું કડકાથી પાલન કરાવવામાં આવશે. આ ઉપરાંત જે જગ્યાએ લોકો વધારે એકઠા થાય છે ત્યારે ભીડને નિયંત્રિત કરવા માટે પગલાં ભરવામાં આવશે. રાજ્યમાં ફરથી લૉકડાઉન લગાવવાની કોઈ વાત નથી.
સીએમ રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં દરરોજ 60 હજાર ટેસ્ટિંગનો લક્ષ્યાંક ગુજરાતે હાંસલ કર્યો છે. ટેસ્ટિંગની સાથે સાથે ટ્રેસિંગ પણ વધારવામાં આવશે. ફેબ્રુઆરીમાં રાજ્યમાં કોરોના વાયરસના કેસ 300થી નીચે આવી ગયા હતા. જે બાદમાં લોકો બેફિકર બની ગયા હતા. કોરોનાના નિયમોનું પાલન ઓછું થયું હતું. આ જ કારણે હાલ કોરોનાના કેસ વધી રહ્યા છે.