51 કારના વિશાળ કાફલા સાથે આવેલા કોરાટનું પ્રથમ નાગરીક સુવા તેમજ ભાજપ પરિવાર દ્વારા આવકાર
સિદસરમાં ઉમીયાને શીશ ઝુકાવી આરતીનો લાભ લેતા કોરાટ
ભાયાવદર, પાનેલી, કોલકીમાં પણ યુવાનો દ્વારા યુવા મોરચાના પ્રમુખનું અભિવાદન કરાયું
પ્રદેશ યુવા મોરચાના નવ નિયુકત પ્રમુખ સહિત હોદેદારો બે દિવસ સૌરાષ્ટ્રના પ્રવાસે આવી પહોચ્યા બાદ ગઈકાલે ખોડલધામમાં માં ખોડલને શિશ ઝુકાવ્યાબાદ આજે સવારે 51 ગાડીના વિશાળ કાફલા સાથે ધોરાજી-ઉપલેટા વિધાનસભા મત વિસ્તારમાં પ્રવેશી ધમાકેદાર એન્ટ્રી કરી હતી. સાંજે સીદસરમાં બરિજતા માં ઉમિયાને શીશ ઝુકાવી ગાંધીનગર પરત જવા રવાના થયા હતા.ગઈકાલે વિશાળ કાફલા સાથે પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ નાગનાથ ચોકમાં આવતા શહેરનાં પ્રથમ નાગરીક મયુર સુવા શહેર ભાજપના પ્રમુખ કિરીટભાઈ પાદરીયા, પરાગભાઈ શાહ, જીજ્ઞેશભાઈ ડેર સહિતના હોદેદારો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતુ.
સરદાર ચોક અને આંબેડકર ચોકમાં બંને સ્ટેચ્યું ને હારતોરા કરાયા બાદ બસ સ્ટેન્ડ ચોકમાં પિઠળ કૃપા ગ્રુપના નરેન્દ્રભાઈ સુવા, દિપકભાઈ સુવા, કિશોરભાઈ સુવા અને દિપકભાઈ એન.સુવા દ્વારા ફટાકડા ફોડી યુવા મોરચાના પ્રમુખ ડો. પ્રશાંત કોરાટ ઉપર પુષ્પવર્ષા કરી હતી.સ્વાગત કાર્યક્રમ બાદ શહેરનાં રાજમાર્ગો ઉપર વિશાળ કારનો કાફલો નીકળતા વેપારીઓ અને ભાજપના કાર્યકરો દ્વારા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતુ. ત્યાંથી સીધા જ મુસ્લીમ સમાજના કબ્રસ્તાનમાં સી.સી.રોડ તેમજ દલીત સમાજના સ્મશાનમાં ત્રણ કરોડના ખર્ચે બનનાર વિવિધ કામોના ખાતમૂહૂર્ત પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટના હસ્તે કરવામાં આવ્યા હતા.
ત્યારબાદ ભાયાવદર ગામે સરદારની પ્રતિમાને હારતોરા કરી શહેર ભાજપ અને યુવા ભાજપની ટીમે બેન્ડવાજા સાથે સ્વાગત કર્યું હતુ ગધેથર ગામે આવેલ વેણુગંગા આશ્રમમાં બિરાજતામાં ગાયત્રીના દર્શન કરી પ્રશાંત કોરાટ ભારે ધન્યતા અનુભવ્યા હતા. પાનેલી ગામે પંચાયત ભાજપ સંગઠનના હોદેદારોએ જકાત નાકેથી વિશાળ બાઈક રેલી યોજી યુવા ભાજપ ટીમનું ભવ્ય સ્વાગત કર્યું હતુ. બપોર બાદ સીદસરમાં બિરાજતા માં ઉમિયાને શીશ ઝુકાવી મંદિરના મહંત દ્વારા મા ઉમાની રક્ષાપોથી બાંધી માં ઉમિયાનો ખેસ પહેરાવી પૂજા અર્ચન કરાવ્યા હતા.
સીદસર મંદિરના ટ્રસ્ટી પૂર્વ મંત્રીચમનભાઈ સાપરીયા, કૌશિકભાઈ રાબડીયા, ખુશાલભાઈ જાવીયા દ્વારા મંદિરના પટાંગણમાં ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવેલ હતુ. આ સમગ્ર પ્રવાસ દરમ્યાન યુવા પ્રદેશ ભાજપના પ્રમુખ પ્રશાંત કોરાટ સાથે ઉપલેટા નગરપાલીકાની પ્રમુખ મયુરભાઈ સુવા, જીલ્લા ભાજપના ઉપપ્રમુખ ઈન્દ્રવિજયસિંહ ચુડાસમા, પ્રદેશ યુવા ભાજપના ઉપપ્રમુખ મનિષ સંઘાણી, જીલ્લા યુવા ભાજપના પ્રમુખ સતીષ શિંગાળા, ભરતભાઈ લૂણાસીયા, મહામંત્રી રવીભાઈ માકડીયા, પૂર્વ નગરપતિ, દાનભાઈ ચંદ્રવાડીયા, તાલુકા પંચાયતના પ્રમુખ વિનુભાઈ ચંદ્રવાડીયા, ઉપલેટા શહેર ભાજપના પ્રમુખ કિરીટભાઈ પાદરીયા, મહામંત્રી જીજ્ઞેશભાઈ ડેર, પૃથ્વીસિંહ ચુડાસમા, પરાગભાઈ શાહ, ભાયાવદર શહેર ભાજપના પ્રમુખ અતુલભાઈ વાછાણી, મહામંત્રી સરજુભાઈ માકડીયા, અશોકભાઈ મેરાણી, યુવા ભાજપના પ્રમુખ ધવલ ધમશાણીયા, હાર્દિક રાવલ, રાજ ચુડાસમાં હાર્દિક રામાણી, પાનેલીનાં અશોકભાઈ પાચાણી, ભીમાભાઈ રબારી, નિલેશભાઈ ચાંગેસા, મહેન્દ્રભાઈ ભાલોડીયા, શહેર ભાજપના હરસુખભાઈ સોજીત્રા, રણુભા જાડેજા, હિરેનભાઈ ગલાણી, જીજ્ઞેશભાઈ વ્યાસ, ગોપાલભાઈ માલાવડીયા, મનિષભાઈ કાલરીયા, હરૂભાઈ કાલાવડીયા, મુસ્લીમ અગ્રણી સમીર પટેલ, વિક્રમસિંહ ચુડાસમા, રાજવાઢેર સહિત ભાજપના હોદેદારો હાજર રહ્યા હતા.
સેવાભાવી પીઠળ ગ્રુપ દ્વારા ડો.પ્રશાંત કોરાટનું અભિવાદન
પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ ડો. પ્રશાંત કોરાટ ગઈકાલે પહેલી વખત શહેરમાં પધારતા શહેરના સેવા ભાવી પીઠળ કૃપા ગ્રુપના નરેન્દ્રભાઈ સુવા (માસ્તર), દિપકભાઈ સુવા, કિશોરભાઈ સુવા, દિપકભાઈ એન સુવા સહિત વિશાળ સંખ્યામાં યુવાનો દ્વારા ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતુ.
કબ્રસ્તાન અને દલીત સ્મશાનના કામોનું ખાતમૂહૂર્ત કરતા પ્રશાંત કોરાટ
વર્ષોથી કબ્રસ્તાન અને દલીત સ્મશાનનો વિકાસ નહિ થતા મુસ્લીમ નગરસેવક રજાકભાઈ હિંગોરા, દલીત નગર સેવક ધર્મેશભાઈ ભાસ્કરની જોરદાર રજૂઆતને પગલે પાલીકાના પ્રમુખ મયુરભાઈ સુવા પૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડીયા દ્વારા બંને સમાજમાં ફાળવાયેલ કરોડો રૂપીયાની રકમના ખાત મુહુર્ત પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટના હસ્તે કરવામાં આવ્યા હતા.
આ તકે પ્રશાંત કોરાટે જણાવેલ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સૌનો સાથ સૌનો વિકાસનાં સુત્રને કારણે આજે ઉપલેટાના છેવાડાના લોકો અને સમાજનો વિકાસ થઈ રહ્યો છે. સાથે સાથે કારોનાથી બચવા લોકોને રસી લેવા પણ અનુરોધ કર્યો હતો. આ તકે સમસ્ત મુસ્લીમ સમાજના હનીફભાઈ કોડી તેમજ મેમણ જમાતના સભ્યો દ્વારા પ્રશાંત કોરાટનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.