16મીથી શરૂ થતા સદસ્યતા અભિયાન સહિતના મુદ્દે વિસ્તૃત ચર્ચા: માર્ગદર્શન આપતા યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે. તેમ-તેમ સત્તાધારી પક્ષ ચૂંટણીલક્ષી તૈયારીઓને વધુ વેગ આપી રહ્યા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ વન ડે, વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના અલગ-અલગ જિલ્લાની મુલાકાત લઇ રહ્યા છે. દરમિયાન આજે બપોરે ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે યુવા ભાજપની કારોબારી બેઠક મળશે.
જેમાં સદસ્યતા અભિયાન સહિતના વિવિધ મુદ્ાઓ પર વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. વિધાનસભાની સામાન્ય ચૂંટણીના આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા ગુજરાતમાં સતત સાતમી વખત પૂર્ણ બહુમતી સાથે ભાજપની સરકાર બને તે માટે સજ્જ થઇ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ સહિતના માંધાતાઓ દર સપ્તાહે ગુજરાતની મુલાકાત લઇ રહ્યા છે. સંગઠનને વધુને વધુ મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે.
આજે બપોરે 12 કલાકે ગાંધીનગર સ્થિત પ્રદેશ ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે યુવા ભાજપ પ્રમુખ ડો.પ્રશાંત કોરાટના અધ્યક્ષસ્થાને યુવા ભાજપની કારોબારી બેઠક યોજાઇ હતી. જેમાં વિવિધ મુદ્ાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી. ભાજપ દ્વારા આગામી 16મી જૂનથી સદસ્યતા નોંધણી અભિયાન શરૂ કરવામાં આવનાર છે. જે અંગે કારોબારીમાં વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. વિશ્ર્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભાજપમાં યુવાનો વધુ સંખ્યા માં જોડાય તેના પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે. સદસ્યતા અભિયાન અંતર્ગત સૌથી વધુ યુવાનોને ભાજપમાં જોડવાના પ્રયાસો હાથ ધરાશે.