ખેડુતો ટપક સિંચાઇ તરફ વળે: ગામે ગામ વરસાદનું પાણી સંગ્રહ કરવા મુખ્યમંત્રીનું આહવાન
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સોમનામાં ત્રિવેણી સંગમમાં હિરણ નદીના કાંપને દૂર કરી પવિત્ર મીઠુ જળ સંગ્રહ કરવાના ભગીર કાર્યક્રમનો આજે સુજલામ-સુફલામ જળ અભિયાન અંતર્ગત પ્રારંભ કરાવ્યો હતો. આ અવશરે મુખ્યમંત્રીએ કહ્યું કે, દેશમાં સૌથી મોટું જળ અભિયાન શરૂ કરી ગુજરાત જળસંપતિ બચાવવાના કાર્યમાં પદર્શક બન્યું છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વધુંમા કહ્યું કે, ભોળાનો જીવસૃષ્ટિના કલ્યાણ માટે ગંગાનું અવતરણ કર્યુ હતું. એજ સોમનાદાદાના સાનિધ્યમાં ત્રિવેણી સંગ ખાતે હિરણ નદીના પવિત્ર પ્રવાહને પુન: જીવીત કરવામાં આવી રહ્યો છે તે એક આનંદનો અવસર છે.
મુખ્યમંત્રીએ ગુજરાતમાં પાણીની તંગી કે દુષ્કાળ ભૂતકાળ બને અને રાજ્ય પાણીદાર થય તે માટે સરકાર દ્વારા કરાયેલા નક્કર આયોજનની રૂપરેખા આપતા કહ્યું કે, દરિયાના ખારા પાણીને શુદ્ધ કરી તેનો વપરાશ કરવા આગામી સમયમાં સૌરાષ્ટ્રના દરિયા કાંઠે રૂ ૮૦૦ કરોડનો પ્લાન્ટ શરૂ થવા જઇ રહ્યો છે. ગીર સોમના જિલ્લા સહિતના સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિભાગોને ડીસેલીનેશન પ્લાન્ટનો લાભ મળવાનો છે. વોટર રીસાઇકલીંગના બહુ આયામી પ્રોજેક્ટોની વાત કરી મુખ્યમંત્રીએ કહ્યું કે, આગામી મહિને ગટરના પાણીનો પુન: ઉપયોગ થઇ શકે અને ઉદ્યોગોની પાણીની જરૂરીયાત પુરી પાડી શકાય તે માટે ડ્રેનેજ રીસાયકલીંગ યોજના જાહેર કરાશે.
સુજલામ-સુફલામ જળ અભિયાન લોક સહયોગને લીધે આગળ ધપી રહ્યું છે તેમ જણાવી હાલ રાજ્યમાં ૧૩ હજાર તળાવો ઉંડા કરવા, ૬ હજારી વધુ જેસીબી અને ૧૨ હજારી વધુ ટ્રેકટર સહિતની મશીનરીને કામે લગાડવામાં આવી છે. આ અભિયાનમાં ૧૧ હજાર લાખ ઘનફુટ માટીકાંપ દૂર તાં સૌથીથી વધું જળ સંગ્રહ ક્ષમતા ઉભી શે. નર્મદાના વહી જતા પાણીને સંગ્રહ કરવા દક્ષીણ ગુજરાતમાં નર્મદા ડેમના નિચાણમાં નવો ડેમ રૂ ૪,૦૦૦ કરોડના ખર્ચે બનાવવાનું પણ આયોજન હા ધરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ ગીર સોમના જિલ્લાના ખેડૂતોને જળ સંચય અભિયાનમાં માટીકાંપ ખેતરમાં નાંખી જમીનને ફળદ્રુપ કરવા અને ટપક સિંચાઇનો ઉપયોગ કરવા તા ગામે ગામ વરસાદના પાણીને બચાવવા આહવાન કર્યું હતું.