ઉના, જોડિયા, કલ્યાણપૂર સહિત અનેક ગામોમાં શિક્ષકો દ્વારા પ્રતિક ઉપવાસ , રેલી કાઢી ઉચ્ચ કક્ષાએ આવેદન અપાયું
ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ અન્વયે રાજયભરનાં પ્રાથમિક શિક્ષકોએ જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા સહિતની અનેક પડતર માંગણીઓ મુદે ગઈકાલે એક દિવસીય ધરણાં (પ્રતિક ઉપવાસ) કરેલ. જે તે ગામોમાં ધરણા યોજી, રેલી કાઢી, મામલતદારને પ્રાથમિક શિક્ષકોએ પોતાના વિવિધ પ્રશ્ર્નોના નિરાકરણ અર્થે આવેદન પાઠવેલ આ વિરોધ કાર્યક્રમમાં રાજયના તમામ પ્રાથમિક શિક્ષકો જોડાયા હતા.
કલ્યાણપુર
અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને દેવ ભૂમિ દ્વારકા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ના આદેશ અન્વયે કલ્યાણપુર મામલતદાર કચેરી સામે કલ્યાણપુર તાલુકા ના આશરે ૩૦૦ પ્રાથમિક શિક્ષકોએ એક દિવસીય ધરણા ( પ્રતીક ઉપવાસ ) યોજેલ તથા રેલી કાઢી ને મામલતદારશ્રી ને આવેદનપત્ર જિલ્લા સંઘ ના પ્રમુખ મેરામણભાઈ ગોરીયા તાલુકા સંઘ ના પ્રમુખ કરશનભાઇ રાવલીયા, મહામંત્રી રવજીભાઈ ડાભી,જિલ્લા ઉપ પ્રમુખ કનુભાઈ ગોજીયા એ આવેદનપત્ર પાઠવેલ
આ ધરણા માટે પ્રાથમિક શિક્ષકો ના મુખ્ય પ્રશ્નોમા જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવી, ફિક્સ પગારી યોજના નાબૂદ કરવી, સાતમા પગારપંચ મુજબની સંપૂર્ણ અમલવારી કરવી, નવી શિક્ષણ નીતિ માં શિક્ષકો ને હાનિ કર્તા બાબતો દૂર કરવી, પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ ૪૨૦૦ ગ્રેડ પે ચાલુ રાખવો, સીસીસી ની મુદત માં વધારો કરવો, બીએલોઓ કામગીરી માંથી મુક્તિ આપવા,રાષ્ટ્રીય કામગીરી સિવાય અન્ય બિન શૈક્ષણિક કામગીરી માંથી મુક્તિ આપવા બાબત, ઉચ્ચ પ્રાથમિક વિભાગ ના શિક્ષકો ને માધ્યમિક કક્ષાનું ગ્રેડ પે આપવા બાબત, બદલીના કેમ્પો , બદલીમાં બોન્ડ પ્રથા નાબૂદ , દરેક શાળા ને કમ્પ્યુટર ફાળવવા, ઓનલાઇન કામગીરી નો અતિરેક ઘટાડવા વગેરે જેવા પ્રશ્નો માટે ધરણા નો કાર્યક્રમ રાખવા માં આવેલ હતો.
જોડિયા
જોડિયા તાલુકા ના તમામ શિક્ષકો એ જોડિયા મામલતદાર કચેરી સામે એક દિવસીય ધરણા નો કાર્યકમ યોજ્યો હતો.જેમાં જોડિયા તાલુકાની તમામ શાળા ના શિક્ષક ભાઈઓ બહેનો સી.આર.સી.બી.આર.સી ,તથા તાલુકા સંઘ ના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.જેના અખિલ ભારતીય પ્રા.શિક્ષક સંઘ અને ગુજરાત પ્રા.શી.સંઘ આયોજિત ધરણા કાર્યક્રમ નો મુખ્ય મુદ્દો.જૂની પેંશન યોજના શરૂ કરવી,૪૨૦૦ ગ્રેડ પે આપવો,સી.સી.સી.મુક્તિ અને ૭ પગાર ના લાભ આપવા જેવા અનેક પડતર મુદા ના નિરાકરણ માટે શિક્ષકો એ આંદોલન નો માર્ગ પકડ્યો છે અને તાલુકા સંઘ ના પ્રમુખ ભાવેશભાઈ પનારા એ કાર્યક્રમ અંગે માહિતગાર કર્યા અને તમામ માંગણી ની વિસ્તૃત વાત કરી અને હજી જિલ્લા રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષા સુધી જોડિયા ના શિક્ષકો આંદોલન માં જોડાશે તેવી ખાત્રી આપી તાલુકા સંઘ ના મહા મંત્રી એ પણ તાલુકા ના કામ માંગણી અંગે વાત કરી હતી.આ પ્રસંગે શિક્ષણ સમિતિ ના ચેરમેન મોહનભાઇ પરમારે શિક્ષકો ના યોગ્ય મુદા ગણાવી ગાંધીનગર રાજુવાત કરવા જણાવ્યું અને સરકાર માંગણી સ્વીકારે એવી મામલતદાર સાહેબને આવેદન પાત્ર આપી રજુઆત કરી હતી.
પડધરી
રાજકોટ જિલ્લા શિક્ષક સંઘની સુચના મુજબ મામલતદાર કચેરીની સામે પડધરી તાલુકાના શિક્ષકો દ્વારા નીચે મુજબની પડતર માંગણીઓ બાબતે ધરણા યોજવામાં આવેલ જૂની પેન્શન યોજના ફરીથી ચાલુ કરવા બાબત ૨૦૧૦ પછી ની ભરતી ભરતી વાળાને ૪૨૦૦ ગ્રેટ આપવા સીસીસી ની મુદત વધારવા સહિતના જૂના પડતર પ્રશ્નો અંગે માંગણી કરેલ.
આ ઉપરાંત મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવેલ હજુ આગામી સમયમાં રાજ્ય સરકાર યોગ્ય ઉકેલ ન મળે તો આગામી સમયમાં સમગ્ર રાજ્યમાં ઉગ્ર કાર્યક્રમો આપવામાં આવશે તેવું શિક્ષક સંઘ દ્વારા જણાવવામાં આવ્યું હતું આ ઉપરાંત છઠ્ઠા પગાર પંચની વિસંગતતાઓ દૂર કરી સાતમા પગાર પંચની સંપૂર્ણ અમલવારી તારીખ ૧૧ ૨૦૧૬ ની અસરથી સમગ્ર દેશ ના બધા શિક્ષકો માટે સમાન રૂપે લાગુ કરવી તેમજ દેશના બધા રાજ્યોના ફિક્સ પગાર શિક્ષકો પેરા ટીચર્સ શિક્ષક સહાયક વિદ્યા સહાયક ગણ શિક્ષકો અથવા નિયોજિત શિક્ષકોને ૩૧ માર્ચ ૨૦૨૧ પહેલા એક સરખૂ વેતન આપવામાં આવે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શિક્ષકને હનીકતા બાબતો દૂર કરવી. શિક્ષક લાયકાત માટે લેવાતી પરીક્ષાઓ શિક્ષક કોર્સ માટેની પરીક્ષા પેલા પૂર્વ આયોજન થાય તે માટે કરવું. ઉચ્ચતર પગારધોરણ ભભભ પાસ કર્યા બાદ પરંતુ મળવાપાત્ર તારીખ થી આપવા બાબત તથા ૩૦ ૬ ૨૦૧૬ પછી મુદત વધારવા બાબત. જેવા વિવિધ પ્રશ્નોની રજૂઆત પણ કરવામાં આવી હતી
ઉના
*ઉના તાલુકા પ્રાથમિક શિક્ષણ ઘટક સંઘ દ્વારા જૂની પેન્શન યોજના ફરી શરૂ કરવા નવી શિક્ષણ નીતિમાં પ્રાથમિક શિક્ષણ સુદ્રઢીકરણ કરવા ઉના મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું*
ઉના તાલુકા પ્રાથમિક શિક્ષક ઘટન સંઘ આજરોજ ઉના મામલતદાર કચેરીની બહાર એક દિવસના ધરણાં કર્યા હતા ઉના તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘ પોતાની માંગો સાથે ધરણા કરી સરકારને ઉગ્ર રજૂઆત કરી હતી શિક્ષણની સ્થીતી સુધારો લાવવા શિક્ષણના સારા પરિણામો મેળવવા માટે સંગઠન રાજ્ય સરકાર તેમની માગો કે વર્ષ ૨૦૦૬ જૂની પેન્શન યોજના ચાલુ કરવા વિવિધ સ્તરો પર અગાઉ પણ આંદોલન ચલાવી રહ્યા છે*
ત્યારે આવેદનપત્ર પણ આપ્યા છે ત્યારે જૂની પેન્શન યોજનાનો તાત્કાલિક ચાલુ કરવી અને છઠ્ઠા પગાર પંચની વિસંગતતાવો દૂર કરી સાતમા પગાર ની સંપૂર્ણ અમલવારી તારીખ ૧.૧.૨૦૧૬ ની અસરથી સમગ્ર દેશમાં બધા શિક્ષકો માટે સમાનરૂપે લાગુ કરવી અને દેશના બધા રાજ્યોની ફિક્સ પગારી શિક્ષકો પેરા પીચર સહાયક વિઘા સાહેબ કરી અથવા નીયોજીત શિક્ષકોને ૩૧ માર્ચ ૨૦૨૧ પહેલા એક સરખું વેતન આપવામાં આવે અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં શિક્ષકોને હાનિકર્તા બાબતે દૂર કરવી અને શિક્ષણ લાયકાત માટે લેવાતી પરીક્ષાઓ શીતલ કોર્સ માટેની પરીક્ષા પહેલા પુર્ણ આયોજન થાય તેવું કરવું તેવી અનેક માગો સાથે ઉના તાલુકા ન તાલુકા સંગઠનના પ્રમુખ બાલુભાઇ બી પરમાર અને અરજણભાઈ લાખોત્રા મહામંત્રી તેમના અધ્યક્ષ સ્થાને શિક્ષકોએ આજરોજ ઉના મામલતદારનેઆવેદનપત પાઠવીને પોતાની રજૂઆત રજૂ કરી હતી.
લોધીકા
લોધીકા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘે ગઈકાલે રાજયવ્યાપી ધરણામાં જોડાઈ મામલતદારને પોતાની વિવિધ માંગણીઓ મુદે આવેદન સુપ્રત કર્યું હતુ. આ આંદોલન ૨૩ નવે.થીશ કરી આગામી ૨૭ ફેબ્રુ. સુધી ચાલશે તેમજ રાષ્ટ્રીય સ્તર પર દિલ્હી ખાતે સંસદ ભવન સામે ૧ અઠવાડિયા સુધી ક્રમિક ઉપવાસ આંદોલન કરાશે તેમ આવેદનમાં જણાવ્યું છે વધુમાં તાલુકા કક્ષાએ તા.૨૩ થી ૩૦ નવે., જિલ્લા કક્ષાએ તા.૧૪ થી ૨૧ ડિસે., રાજય કક્ષાએ તા.૧૭ થી ૨૨ જાન્યુ. તેમજ રાષ્ટ્રીય સ્તરે તા.૨૧ થી ૨૭ ફેબ્રુ. દરમ્યાન ૧ દિવસ ક્રમિક ઉપવાસ આંદોલન કરાશે
ધોરાજી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પડતર માંગણીઓ સાથે ધરણાં
અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દિલ્હી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘ ગાંધીનગર રાજકોટ જીલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ પ્રેરીત પોતાની માંગણીઓ જેવી કે દેશના તમામ પ્રકારના ફીક્સ પગારદાર શિક્ષકો ને તારીખ ૩૧ માર્ચ ૨૦૧૧ પહેલા એક સરખું વેતન આપવામાં આવે , જુની પેન્સન યોજના તાત્કાલિક ચાલું કરવી , છ ઠુ પગાર પંચ ની વિતસંગા ઓ દૂર કરી સાત માં પગાર પંચ ની સંપૂર્ણ અમલવારી મૂળ તારીખ થી દેશ નાં તમામ શિક્ષકો ને એક સમાન રૂપે લાગું કરવી , શિક્ષક લાયકાત માટે પરીક્ષા ઓ શિક્ષક કોર્ષ માટે ની પરીક્ષા પહેલા પૂર્વ આયોજન થાય તેવું કરવું , નવી શિક્ષણ નીતિ માં શિક્ષકો ને હાનિ કરવી બાબતે દૂર કરવી , પ્રથમ ઉચસતરીય પગાર ધોરણ રૂપિયા ૪૨૦૦ ગ્રેડ પે ચાલું રાખવા બાબતે , જેવાં અનેક માંગણી ઓ સાથે ધોરાજી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ઘરણા કાર્યક્રમ ધોરાજી નાં બાવલા ચોક ખાતે વિરોધ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં બહોળી સંખ્યામાં તાલુકા નાં પ્રાથમિક શિક્ષકો ઉપસ્થિતિ રહ્યા હતા અને ધોરાજી નાં પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવવા માં આવેલ હતું અને પોતાની માંગણીઓ સરકાર સુધી પહોંચે એવી વિનંતી કરી હતી