સરકારે સામાન્ય તેમજ ગરીબી રેખા હેઠળ જીવતા લોકોને પણ રાશન મળી રહે તે માટે સસ્તા અનાજની દુકાનોની સેવા ઉપલબ્ધ કરાવી છે પરંતુ સસ્તા અનાજની દુકાન ધરાવનાર લોકોએ તેના પડતર પ્રશ્ર્નો અને માંગણીને લઈ બે દિવસીય ધરણા અને ઉપવાસ કરવાનો નિર્ણય લીધો છે.
તેમની માંગણી છે કે, સરકારી ભાવ જે છે તે બરાબર છે પરંતુ તેમને અન્ય રાજયની સરખામણીએ કમિશન મળતું નથી. ગુજરાતના સસ્તા અનાજની દુકાન ધારકોને ૦.૨૩ ટકા કમિશન આપવામાં આવે છે. સરકારી કર્મચારીઓને પગાર ભથ્થુ તો અપાય છે પરંતુ તેની માંગ હતી કે કેટલાક અંશે તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે.
જેને લઈ રાશન ડિલરો તેમની પડતર માંગણીને લઈ રાજય વ્યાપી બે દિવસીય પ્રતિક ઉપવાસ અને ધારણા પ્રદર્શન સાથે ગુજરાત ફેર પ્રાઈસ એસો. અને શોપ દ્વારા તા.૨૧ અને ૨૨ ફેબ્રુ. એમ બે દિવસ ધરણા અને ઉપવાસ કરવાનો નિર્ણય પર આવ્યા છે.
ગાંધીનગર ખાતે થઈ રહેલા આ ઉપવાસને લઈ તેઓ પોતાની પડતર માંગણીઓ અને પ્રશ્ર્નોને સરકાર સુધી પહોંચાડશે તેવી તેમની આશા છે.
અન્ય રાજયોની સરખામણીએ ઓછુ કમીશન: નરેન્દ્રભાઈ ડવ
નરેન્દ્રભાઈ ડવે જણાવ્યું હતું કે, સસ્તા અનાજની દુકાનમાં જે ભાવ અનાજ અપાય છે તે સરકારી ભાવ બરાબર છે પરંતુ અમને અન્ય રાજયની સરખામણીમાં કમિશન મળતુ નથી. અહીં ૦.૨૩ પૈસા કમિશન અપાય છે. સરકારી કર્મચારીઓને પગાર ભથ્થુ અપાયુ પરંતુ સસ્તા અનાજની દુકાન ધરાવતા દુકાનદારો સમક્ષ દુર્લક્ષ્ય સેવાઈ રહ્યું છે. કયારેક અનાજ લેવાના પૈસા પણ નથી હોતા. પબ્લીક અને દુકાનદારને સરકાર
ગેરમાર્ગે દોરી રહી છે. જો સરકાર આ રીતે જ અમારી રજૂઆતોને ધ્યાનમાં નહીં લે તો આવનાર ચૂંટણીમાં માઠા પરિણામ ભોગવવા પડશે.
એક કવીન્ટલે ૧૭ રૂપીયા તો માત્ર મેન્ટેનન્સ ચાર્જ: પ્રહલાદ મોદી
ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોના પ્રશ્ર્નો સામે સરકાર દ્વારા દુર્લક્ષ્ય સેવાતુ હતું. ત્યારે આજે મોટી સંખ્યા વ્યાજબી ભાવની દુકાન ધરાવતા દુકાનદારો ભેગા થયા છે અને પોતાનો અવાજ ઉઠાવી રહ્યાં છે. ગુજરાત સરકારે બજેટમાં જાહેરાત કરી કે ૧૦૨+૨૩=૨૫ રૂપિયા કમિશન મળશે. જો કે, હજુ સુધી આ કમિશન મળતું નથી. ભારત સરકારે ૭૦ પૈસા નકકી કર્યું હતું અને ગુજરાત સરકારે ૧૫ પૈસા એમ ૮૫ પૈસા કમિશન
મળે છે. ૨૫ રૂપિયા મળતા જ નથી. અમને જે કમિશન મળે છે તે એક કવીન્ટલે ૧૭ રૂપિયા તે મેન્ટેનન્સ ચાર્જ છે. અમારી માંગ ‚રૂ.૨ની જે પુરી કરવામાં આવે તથા વ્યાજબી ભાવની દુકાન ધરાવનારને પેન્સન પણ આપવામાં આવે તેવી રજૂઆત છે. જો અમારી રજૂઆત પર ધ્યાન દોરવામાં નહીં આવે તો ૧લી માર્ચથી વ્યાજબી ભાવે અનાજની દુકાનો અચોકકસ મુદત સુધી બંધ થઈ જશે.