કટીંગ થાય તે પૂર્વે દુધના ટેન્કરમાંથી દારૂના જથ્થા સાથે ચાલકની કરી ધરપકડ: 30.56 લાખનો મુદ્ામાલ કબ્જે
સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર ઝાલાવડમાંથી મોટાપાયે વિદેશી દારૂ ઘુસાડવા આવતો હોવાનું અને તાજેતરમાં વિદેશી દારૂ ભરેલા વાહનને પ્રોટેક્શન આપવામાં આવતું હોવાની ચર્ચાએ જોર પકડતા આ મામલે ઉચ્ચ કક્ષાએ ખાનગીમાં તપાશના આદેશને પગલે સ્ટેટ મોનીટરીંગે સુરેન્દ્રનગર પંથકમાં ધામા નાખ્યા છે. સુરેન્દ્રનગર-ધાંગધ્રા માર્ગ પર દુદાપુર નજીક દુધના ટેન્કરમાંથી 7200 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સની ધરપકડ કરી રૂા.30.56 લાખનો મુદ્ામાલ કબ્જે કર્યો છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ તહેવારોના પર્વમાં વિદેશી દારૂ મોટાપાયે હેરાફેરી થતી હોવાની અને દારૂ બંધીનો કડક અમલ કરવા સ્ટેટ મોનીટરીંગ સેલના વડા નિલિપ્તરાયે આપેલી સુચનાને પગલે સુરેન્દ્રનગર પંથકમાં સ્ટાફે ધામા નાખ્યા હતા. સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફે સુરેન્દ્રનગર-ધાંગધ્રા માર્ગ પર પેટ્રોલીંગમાં હતા ત્યારે દુધના ટેન્કરમાં વિદેશીદારૂ આવી રહ્યાની મળેલી બાતમીના આધારે સ્ટાફે દુદાપુર નજીક વોંચ ગોઠવી હતી. ત્યારે શંકાસ્પદ હાલતમાં જણાતા દુધના ટેન્કરને અટકાવી તલાશી લેતા જેમાંથી 7200 બોટલ દારૂ સાથે ટેન્કરના ક્લીનર ની ધરપકડ કરી રૂા.30.56 લાખનો મુદ્ામાલ કબ્જે કર્યો છે.
માલવણ ચોકડી પાસેથી બે શખ્સોને લોકલ ક્રાઇમ બ્રાંચએ ઝડપી લીધા હતા
ધાંગધ્રા હાઇવે ઉપરથી પસાર થઈ રહેલા વિદેશી દારૂના જથ્થાની વાતની છેલ્લા 15 દિવસથી મેળવવામાં આવી રહી હતી તેવા સંજોગોમાં અગાઉ જે સુરેન્દ્રનગર ધાંગધ્રા હાઇવે ઉપર અને ધાંગધ્રા અમદાવાદ હાઈવે ઉપરથી પસાર થઈ રહેલા વિદેશી દારૂની બે આઇસરોની વાતની ટીમને મળી હતી પરંતુ આગળની ચોકડી એટલે કે માલવણ ચોકડી પાસેથી લોકલ ક્રાઈમ બ્રાન્ચે દારૂ ભરેલી બંને આઇસરો ઝડપી લીધી હતી. જેથી ધાંગધ્રા વોચ ગોઠવીને ઉભી રહેતી આ ટીમને સફળતા મળી ન હતી ગત રાત્રી દરમિયાન દુદાપુર ગામની ચોકડી પાસે વિદેશી દારૂ દૂધની આડમાં સંતાડવામાં આવ્યા હોવાની પણ બાદ મેં મળી હતી આ જ આધારે ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવતા તેમાંથી વિદેશી દારૂ હોવાનો ઘટ સપોર્ટ થવા પામ્યો હતો ત્યારે આ મામલે ડ્રાઇવરની અટકાયત કરવામાં આવી છે અને મુદ્દા માલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.
સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા બાદ પોલીસ સ્ટાફમાં ધરખમ ફેરફાર થશે
સુરેન્દ્રનગર જિલ્લામાં એક તરફ કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ તો કથળતી જઈ રહી છે તેવા સંજોગોમાં ચોરી લૂંટફાટ મારા મારી અને હત્યાના બનાવો વધે છે અને હાઇવે ઉપરથી દારૂ પસાર કરાવવામાં આવતા હોવાનો પણ ચર્ચામાં મુદ્દો આવ્યો છે તેવા સંજોગોમાં ધાંગધ્રા હાઇવે હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યનો ચર્ચિત હાઇવે બન્યો છે ત્યારે ગત રાત્રી દરમિયાન દુદાપુર ચોકડી નજીકથી સ્ટેટ મોનિટરિંગ ટીમ દ્વારા દરોડા પાડી અને દારૂ ભરેલું ટ્રક ઝડપી પાડવામાં આવ્યો છે અને કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં હવે પોલીસ સ્ટાફમાં પણ ધરખમ ફેરફાર થવાના એંધાણ સ્પષ્ટ રીતે વળતા રહ્યા છે વિધાનસભાની ચૂંટણી પહેલા ધરખામાં ફેરફાર થાય તો તેમાં નવાઈ ન કહેવાય કારણ કે કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિના મામલે સુરેન્દ્રનગર જીલ્લો સમગ્ર ગુજરાતમાં હાલમાં ચર્ચા માં આવ્યો છે.