હરિયાણા પોલીસે કુરુક્ષેત્રમાં જ મોહાલી પોલીસને અટકાવી દીધા: બગ્ગાનો કબ્જો મેળવી દિલ્લી પોલીસ હવાલે કર્યો !!
પંજાબ પોલીસ દ્વારા શુક્રવારની સવારે ભાજપના પ્રવક્તા તજિંદર પાલ સિંહ બગ્ગાની ધરપકડ કરાતાં જ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શનક કરવામાં આવ્યું છે. તો બીજી બાજુ તજિંદર બગ્ગાના પિતા દ્વારા આ મામલે દિલ્હીના જનકપુરી પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી છે. હવે આ ધરપકડ બાદ ત્રણ રાજ્યોની પોલીસ આમને સામને આવી જતા હાઇવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો.
દિલ્હીમાં ભાજપના પ્રવક્તા તજિંદર પાલ સિંહ બગ્ગા ની શુક્રવારની વહેલી સવારે પંજાબ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. દિલ્હી સ્થિત બગ્ગાના ઘરેથી પંજાબ પોલીસ દ્વારા તેઓને પંજાબ લઈ જવામાં આવતાં હતા, તે દરમિયાન હરિયાણાના કુરુક્ષેત્રમાં પિપલી ખાતે હરિયાણા પોલીસ દ્વારા પંજાબ પોલીસને અટકાવવામાં આવી હતી.
જે બાદ દિલ્હી પોલીસે હરિયાણામાં જઈને તજિંદર બગ્ગાનો કબજો લઈ તેઓને પરત દિલ્હી લાવવામાં આવ્યા હતા. બગ્ગાની ધરપકડ મામલે શુક્રવારે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો અને ત્રણ રાજ્યોની પોલીસ એકબીજાની સામે આવી ગઈ હતી. બીજી બાજુ બગ્ગાની ધરપકડને લઈને રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો હતો. ભાજપે આપ ઉપર બદલાની ભાવનાથી કાર્યવાહી કરવાનો આરોપ લગાવ્યો હતો,
જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા બગ્ગાની કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું, જ્યારે કોંગ્રેસે કહ્યું હતું કે, લોકોના અવાજ દબાવવા માટે ભાજપ અને આપ દ્વારા આ જ પ્રકારે કાર્યવાહી કરવામાં આવે છે અને આ તેઓની મોડસ ઓપરેન્ડી છે.
બગ્ગાના પિતા પ્રીતપાલસિંહ બગ્ગાની ફરિયાદ પર જનકપુરી પોલીસ સ્ટેશનમાં કલમ ૪૫૨, ૩૬૫, ૩૪૨, ૩૯૨, ૨૯૫,૩૪ હેઠળ એફઆઈઆર નોંધાવી છે, જેમાં તેમના પુત્રની ધરપકડ પહેલાંની ઘટનાઓ પર તાત્કાલિક કાર્યવાહી માગ કરવામાં આવી છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, પુરુષોનું ટોળું હથિયાર લઈને ઘરમાં ઘૂસી આવ્યું અને તેઓએ તજિંદરને પૂછ્યું અને જ્યારે પ્રીતપાલ સિંહે તેમને સવાલ કર્યો તો, તેમને લાફો મારી દીધો. જે બાદ તેઓએ બગ્ગા અને તેમના પરિવાર સાથે મારપીટ કરી. એફઆઈઆરમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, તજિંદર બગ્ગાએ તેમને આગ્રહ કર્યો કે, તેને લઈ જતાં પહેલાં પાઘડી પહેરવા દે, પણ તેઓ તેમને ખેંચીને લઈ ગયા.
તજિંદર બગ્ગાની ધરપકડ અંગે હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે કહ્યું કે, પંજાબ પોલીસ રાજનૈતિક દબાણમાં આવીને કામ કરી રહી છે. પંજાબ પોલીસે દિલ્હી પોલીસને જાણ કરવી જોઈતી હતી. સવારે ૫ વાગ્યે બગ્ગાને ઉઠાવવામાં આવ્યા, જે બાદ તેમના પિતાએ એફઆઈઆર નોંધાવવી છે. તેઓએ હરિયાણા પોલીસને સૂચના આપી હતી. જે બાદ હરિયાણા પોલીસે પિપલી પાસે તેમની ગાડી અટકાવી હતી અને દિલ્હી પોલીસને જાણ કરી હતી.
બગ્ગાની ધરપકડ બાદ ભાજપ દ્વારા આપના કાર્યાલય અને જનકપુરી પોલીસ સ્ટેશન બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વચ્ચે દિલ્હીના ભાજપ પ્રદેશ અધ્યક્ષ આદેશ ગુપ્તાએ કેજરીવાલ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું છે કે, પંજાબ પોલીસે ખોટી રીતે, કાયદાની વિરુદ્ધમાં જઈને બગ્ગાની ધરપકડ કરી છે, તેમનું અપહરણ કર્યું છે. પંજાબ પોલીસે બગ્ગાને પાઘડી પહેરવાનો પણ સમય ન આપ્યો, તેમના પિતાની સાથે મારપીટ કરવી અને તેમના મોઢામાં કપડું નાખવો અને પરિવારજનો સાથે મારપીટ કરવાનો પણ આરોપ આદેશ ગુપ્તાએ લગાવ્યો હતો.
આપએ કહ્યું- કોમી હિંસા ફેલાવવા મામલે બગ્ગાની ધરપકડ થઈ
બદલાની ભાવનાથી બગ્ગાની ધરપકડ કરવા અંગેના ભાજપના આરોપને ફગાવી દેતાં આમ આદમી પાર્ટીએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, તજિંદર પાલ સિંહ બગ્ગાની કોમી હિંસા ફેલાવવા માટે પંજાબ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આપના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે જણાવ્યું કે, મોહાલીમાં ૧ એપ્રિલના રોજ નોંધાયેલી ફરિયાદને આધારે પંજાબ પોલીસ દ્વારા બગ્ગાની ધરપકડ કરવામાં આવી હતી.
બગ્ગાના પિતાની ફરિયાદ પર જનકપુરી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ
બગ્ગાના પિતા પ્રીતપાલસિંહ બગ્ગાની ફરિયાદ પર જનકપુરી પોલીસ સ્ટેશનમાં કલમ 452, 365, 342, 392, 295,34 હેઠળ એફઆઈઆર નોંધાવી છે, જેમાં તેમના પુત્રની ધરપકડ પહેલાંની ઘટનાઓ પર તાત્કાલિક કાર્યવાહી માગ કરવામાં આવી છે. ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, પુરુષોનું ટોળું હથિયાર લઈને ઘરમાં ઘૂસી આવ્યું અને તેઓએ તજિંદરને પૂછ્યું અને જ્યારે પ્રીતપાલ સિંહે તેમને સવાલ કર્યો તો, તેમને લાફો મારી દીધો.
જે બાદ તેઓએ બગ્ગા અને તેમના પરિવાર સાથે મારપીટ કરી. એફઆઈઆરમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, તજિંદર બગ્ગાએ તેમને આગ્રહ કર્યો કે, તેને લઈ જતાં પહેલાં પાઘડી પહેરવા દે, પણ તેઓ તેમને ખેંચીને લઈ ગયા.