વાહન માલીકો અને ટ્રાન્સપોર્ટરોએ કર અને ફીની ચુકવણી parivahan.gov.in ઉપર ઓન લાઇન ભરી શકશે
ગુજરાત રાજયની તમામ ૧૬ જેટલી આરટીઓ ચેક પોસ્ટ હવે ભુતકાળ બની જશે સરકાર દ્વારા આ તમામ આર.ટી.ઓ. ચેક પોસ્ટને નાબુદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી ર૦ નવેમ્બરથી આ પ્રક્રિયા શરુ કરવામાં આવનાર છે. ત્યારે વાહન માલીકો અને ટ્રાન્સપોટરોએ ઓનલાઇન કર અને દંડની રકમ ભરપાઇ કરવાની રહેશે.
મુખ્યમંત્રી વિજયભાઈ પાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ઓવર ડાયમેન્શન કાર્ગો (ઓડીસી) મોડયુલ પર વાહન માલિક કે ટ્રાન્સપોર્ટર વાહન અને માલ સંબંધિત સ્વૈરછિક જાહેરાત દ્રારા વાહન અને માલની લંબાઇ, પહોળાઇ, ઉંચાઇ જાહેર કરી શકશે અને ભરવાપાત્ર રકમ ઓનલાઇન ભરી શકશે.
જો કોઇ વાહન માલિક ખોટી માહિતી ઓનલાઇન જાહેર કરશે અને પકડાશે તો બમણાં દંડની વસુલાત કરવામાં આવશે.
ઓડીસ મોડયુલ દ્રારા બસ અને ટેક્ષી-મેક્ષીની ટેક્ષ અને ફી પણ ઓનલાઇન ભરી શકાશે. ઓનલાઇન ભરવામાં આવેલ ટેક્ષ અને ફી ની ચકાસણી ચછ ઈજ્ઞમય સ્કેનર દ્રારા થઇ શકશે. આ ચછ ઈજ્ઞમય રીસીપ્ટ ઊક્ષભિુાયિંમ સ્વરૂપમાં હશે. રસીદની સાથે કોઇ છેડછાડ થઇ શકશે નહીં.
ચેકપોસ્ટ નાબુદ કરવાથી રાજય સરકાર રોડ સેફટી માટે કોઇ સમાધાન કરવામાં આવશે નહીં.
પરવાનગી ફકત વાહનના માપ અને માલના ઓવરડાયમેન્શન પૂરતી છે. ઓવરલોડ માલની પરવાનગી ઓડીસી મોડયુલ પર મળશે નહીં. ઓવરલોડ માલનું પરિવહન પ્રતિબંધિત છે.
પ્રચાર-પ્રસારથી અન્ય રાજયના ટ્રાન્સપોર્ટ એસોસીએશન અને ટ્રક એસોસીએશનને જાગૃત કરવામાં આવેલ છે.
ચેકપોસ્ટના વિકલ્પરૂપે વાહન માલિકો અને ટ્રાન્સપોર્ટરો ઉપર વિશ્વાસ અને ભરોસો મૂકવામાં આવશે.
હાલ ગુજરાત રાજયની ચેકપોસ્ટ પરની આવક રૂા. ૩૩૨ કરોડ ચેકપોસ્ટ ઉપર વસુલ કરવામાં આવતી હતી. તે હવે જે આવક ઓવરડાયમેન્શન (ઓડીસી) મોડયુલ દ્રારા વસુલ કરવામાં આવશે.
આ નિર્ણયથી ગુજરાત રાજય અને દેશના વાહન વ્યવહાર ઝડપી, કાર્યક્ષમ અને નફાલક્ષી, પારદર્શક બનશે. ઊફતય જ્ઞર ઉજ્ઞશક્ષલ ઇીતશક્ષયતત ની દિશામાં ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ કદમ છે.
આ ઉપરાંત હાલ શિખાઉ લાયસન્સ આર.ટી.ઓ. કચેરી ખાતેથી ઇસ્યુ કરવામાં આવે છે. શિખાઉ લાયસન્સ હવે આઇ.ટી.આઇ. કક્ષાએથી ઇસ્યુ કરવામાં આવશે.
આર.ટી.ઓ. ખાતે એપોઇન્ટમેન્ટ લીધેલ હોય તે કચેરીમાં પ્રોસેસ કરી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે. નવી એપોઇન્ટમેન્ટ આઇ.ટી.આઇ. ખાતે થી જ મળશે.
હાલના તબકકે ગુજરાત રાજયની ૨૮૭ આઇ.ટી.આઇ. પૈકી ૨૨૧ આઇ.ટી.આઇ. ખાતે શિખાઉ લાયસન્સની કામગીરી કરવામાં આવશે. જે કામગીરી ૩૬ આરટીઓ ઓફીસમાં થતી હતી તે કામગીરી ૨૨૧ આઇ.ટી.આઇ. ખાતેથી થશે.
વર્ષે અંદાજે ૮ લાખ લોકોને આર.ટી.ઓ. આવવાની જરૂર રહેશે નહીં. લોકોને મોટાભાગે તાલુકા કક્ષાથી દૂર જવાની જરૂર રહેશે નહીં.
અરજદાર દ્રારા શિખાઉ લાયસન્સની અરજી અને ફી ની કામગીરી ઓનલાઇન કરવાની રહેશે.
શિખાઉ લાયસન્સની કામગીરી માટે અરજદાર પાસે હાલની વધારાની ફી સિવાય કોઇપણ વધારાની ફી વસુલ કરવામાં આવશે નહીં.
સરકારી ૨૯ પોલીટેકનીક ખાતે તા. ૨૫.૧૧.૨૦૧૯ થી શિખાઉ લાયસન્સ પણ ઇસ્યુ કરવામાં આવશે.
આરટીઓની નવી ૭ સેવાઓ અરજદારોને ઘેરબેઠાં મેળવી શકશે.
હાલ નોન ટ્રાન્સપોર્ટ વાહનો અને ટ્રાન્સપોર્ટ વાહનો પસંદગીના નંબરો, સ્પેશીયલ પરમીટ, ટેમ્પરરી પરમીટ, ટેક્ષ અને ફી ની ચૂકવણી અરજદાર આરટીઓ કચેરીએ રૂબરૂ મુલાકાત સિવાય ઘેરબેઠાં આ સેવાઓ મેળવી રહયા છે.
વર્ષ ૨૦૦૯-૧૦ પછીના ડ્રાઇવીંગ લાયસન્સધારકો રીન્યુઅલ ડ્રાઇવીંગ લાયસન્સ, ડુપ્લીકેટ ડ્રાઇવીંગ લાયસન્સ, ડ્રાઇવીંગ લાયસન્સ સંબંધિત માહિતી, રીપ્લેશમેન્ટ ઓફ ડ્રાઇવીંગ લાયસન્સ કુલ ૦૪ સેવાઓ.
વર્ષ ૨૦૦૯-૧૦ પછીની આર.સી.બુક ધરાવતા વાહન માલિકો ડુપ્લીકેટ આર.સી. બુક, વાહન ઇર્ન્ફમેશન અને હાઇપોથીકેશન રીમુવલ કુલ ૦૩ સેવાઓ. એમ કુલ મળીને૦૭ સેવાઓ ફેશલેશ થશે. આ બંન્ને સેવાઓ મળી રાજયના કુલ ૧૭.૫૫ લાખ લોકોને લાભ થશે.
ચેકપોસ્ટ પર થતી ગેરરીતિ અટકાવવા તમામ કામગીરી ઓનલાઈન કરવામાં આવનાર છે. વાહનમાલિકો ટેક્સ, ઓવરલોડ, દંડની રકમ ઓનલાઈન ભરે અને વાહન સાથે પાવતી રાખે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ઓનલાઈન દંડ નહીં ભરનાર પાસે ૧૦ ગણો દંડ વસૂલવાની જોગવાઈ કરવામાં આવશે. તો પ્રામાણિક અધિકારીઓની એક ફલાઈન સ્ક્વોર્ડ રચવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે. ચેકપોસ્ટના સ્થાને સરકારી તંત્રો ડિજિટલ ચેકીંગ કરશે. રાજ્યમાં ૧૬ મી સપ્ટેમ્બરથી વાહન-વ્યવહારનો નવો કાયદો અમલી બનશે. આ કાયદાની કડક અમલવારી પાછળ રાજ્યમાં થતા અકસ્માતોની સંખ્યા ઘટાડવાનો છે અને કાયદાની કડક અમલવારી માટે તંત્ર તૈયાર છે. ભારત સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્ટમાં ૪૦૦ જેટલા સુધારા દાખલ કર્યા છે તે પૈકીના ર૧પ જેટલા સુધારા ગુજરાતમાં અમલી બનવા જઈ રહ્યા છે. ૪૦૦ સુધારામાંથી ર૪ કલમો વાહનચાલકો, વાહન ઉત્પાદકો, ટ્રાન્સપોર્ટર, સરકારી અધિકારીઓની વિરૃદ્ધ દંડની જોગવાઈ જાહેર કરવામાં આવી છે.