જીલ્લા સ્તરના રસ્તાઓ માટે સલામતિ સમિતિની રચના કરવા રાજય સરકારનો આદેશ
અમદાવાદ ગુજરાતના રસ્તાઓ ખતરનાક થઇ રહ્યા છે. અને ગત વર્ષમાં શહેરી વિસ્તાોર કરતા ગ્રામીણ વિસ્તારમાં થયેલા અકસ્માતોથી વધારે લોકો મર્યા છે. તાજેતરમાં રાજય મંત્રાલયના ૨૦૧૮ના રોડ અને ટ્રાન્સપોર્ટ રિપોર્ટ મુજબ ગ્રામ્ય વિસ્તારમાં ૮૭૮૦ લોકોના અને શહેરી વિસ્તારમાં તેના પ૦ ટકા એટલે રર૪૬ જેટલા લોકોના મોત થયા છે.
આ અંગે ચિંતિત રાજય સરકારે જીલ્લા સ્તરના રસ્તાઓની સલામતિ સમીતીની રચના કરવાનો આદેશ આપ્યાં છે.
મોટા વાહનોની અથડામણના કારણે લોકો વધુ મૃત્યુ પામ્યા છે. જેમાં ગુજરાતની ૩૬૦૯ ઘટનાઓમાં ૪૦૨૬ જેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. જયારે એક તૃતીય અકસ્માતમાં વાહનો દ્વારા ૨૫૧૯ લકો મૃત્યુને ભેટયા છે.
૨૦૧૯માં રોડ અકસ્માતોમાં ૭૯૯૬ લોકો મર્યા હતા. તેમાં આશ્ચર્યજનક હકિકત એ ઉભી થાય છે કે સવાર કરતા સાંજે ૬ થી ૯ વાગ્યા સુધી રોડ અકસ્માતોમાં શહેરી વિસ્તારો કરતા ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં લગભગ ૫૦ ટકા લોકો મર્યા છે.
રાજય માર્ગ સલામતી પરીષદે ૨૦૧૮માં વિસ્તૃત અભ્યાસ હાથ ધર્યો હતો. જેમાં અકસ્માતોના પ્રકારોને વર્ગીકૃત કરવા, મહિનાઓમાં મોટાભાગના અકસ્માતોમાં કેટલા લોકો મર્યા છે અને કેટલા લોકો ઘાયલ થયા? અકસ્માત કયા સ્થળ ? અને કયા સંજોગોમાં સર્જાયો?
આ બાબતોને અભ્યાસમાં સમાવી છે. માર્ગ અને પરિવહન વિભાગના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ આ અકસ્માત રિપોર્ટ અત્યાર સુધીમાં સૌથી વધુ અકસ્માત અંગે સુધારણાત્મક પગલા લેવામાં મદદ કરશે. રાજય હાઇવે પર ૨૧૨૬ જયારે રાષ્ટ્રીય ધોરી માર્ગ પર ૧૮૫૭ તો ગુજરાતના નાના ગ્રામ્ય અને શહેરી રસ્તાઓએ ૩૧૩૭ લોકોના ગુનો દાવો કર્યો છે.
બંદરો અને પરિવહન વિભાગના મુખ્ય સચિવ સુનૈના તોમરે જણાવ્યું હતું કે માર્ગ સલામતિ પરિષદે તમામ અકસ્માતોના સ્થળો અને અકસ્માતના કારણો અંગે અભ્યાસ કરવા માટે સમીતીઓ રચવાનું નકકી કર્યુ છે.
તેણી વધારે જણાવતા કહે છે કે આરટીઓ, પોલીસ આર અને બી ઇજનેરો સ્થાનીક શહેરી વિકાસ સત્તાવાળાઓ, એનએસઆઇ ઇજનેરોએ નાગરીકો ભવિષ્યમાં આવા અકસ્માતોનો ભોગ ન બને તે માટે સુધારાત્મક પગલા લેવા સાઇટનો અભ્યાસ કરવો એક સોફટવેર દ્વારા અધિકારીઓ સંબંધીત વિસ્તારોમાં અકસ્માત સંબંધીત સુચના પ્રાપ્ત કરશે, અને સ્થાનીક સમીતી ખાતરી કરશે કે તમામ બ્લાઇન્ડ સ્પોટ દુર કરવામાં આવે છે અને લોકો ટ્રાફીક નિયમોનું પાલન કરે છે.