વિવિધ પડતર પ્રશ્નો મુદ્દે સમગ્ર રાજ્યના મહેસૂલી કર્મચારીઓએ 11મી માર્ચથી અચોક્કસ મુદતની હડતાળનું એલાન કર્યું છે. ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળે મુખ્યમંત્રીને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, સીધી ભરતીના નાયબ મામલતદારોને પાંચ વર્ષનો કરારનો સમયગાળો પૂર્ણ થવા છતાં નિયમિત પગારના આદેશ થતા નથી.
નાયબ મામલતદારની જગ્યા ખાલી હોવા છતાં ક્લાર્ક સંવર્ગના કર્મીને પ્રમોશન અપાતાં નથી. જેના પગલે 8મી માર્ચે તમામ મહેસૂલી કર્મચારીઓ એક દિવસ માટે માસ સીએલ પર જશે જ્યારે 11મીથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરશે.