આ વીમા કવચમાં જામનગરની બે રિફાઈનરીના ઓફશોરનો સમાવેશ.

સરકારી કંપની ન્યુ ઈન્ડીયા ઈન્સ્યોરન્સને રિલાયન્સ ઈન્ડસ્ટ્રી પાસેથી ૫૦૦  કરોડ રૂપીયાનું સંયુકત વીમા કવર મળ્યું છે. આ કવર આગલા નાણાંકીય વર્ષ માટે રિલાયન્સના ઓનશોર અને ઓફશોર અસેટ (મિલ્કત) માટે છે. આ દેશમાં કોઈપણ કંપની તરફથી લેવામાં આવેલ અત્યાર સુધીનું સૌથી મોટુ સિંગલ ઈન્સ્યોરન્સ કવર છે. જેમાં સમ ઈસ્યોર્ડ ૨.૫ કરોડ ‚પીયાથી વધારાનું છે.

આ વીમા કવરમાં ગુજરાતનાં જામનગરમાં રિલાયન્સની બે રિફાઈનરી અને કૃષ્ણા-ગોદાવરી બેસીનમાં કંપનીના ઓફશોરનો સમાવેશ થાય છે.

ગયા વર્ષે રિલાયન્સે તેના ઓફશોર અસેટસ અને જામનગરની એક રિફાઈનરી માટે ન્યુ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ જયારે જામનગરની અન્ય રિફાઈનરી માટે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ પાસેથી કવર લીધું છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર, રિલાયન્સની આ મેગા પોલીસી લગભગ ૯૦ ટકાથી રિઈન્સ્યોર્સ્ડ કરાઈ છે. દેશની સિંગલ કોર્પોરેટ હાઉસ દ્વારા સૌથી મોટુ કવર ફાળવવામાં આવ્યું છે. આ અત્યાર સુધીનું સૌથી મોટુ સિંગલ ઈન્સ્યોરન્સ કવર છે. આ મેગા કમ્બાઈન્ડ ઈન્સ્ટોરન્સ પોલીસીમાં ફાયર, બ્રેકડાઉન, અને નફાની નુકશાની વગેરે જોખમો આવરી લેવાયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.