મોરબીમાં રવિવારે એક ગોઝારી ઘટના બની હતી. ઐતિહાસિક ઝુલતો પુલ તુટી પડવાના કારણે 140 થી વધુ નિર્દોષ નાગરીકોના દુ:ખદ મોત નિપજયા હતા. મોરબીમાં બનેલી દુ:ખદ ઘટનાથી સમગ્ર ગુજરાતમાં શોકનો માહોલ છવાયો છે. દરમિયાન આજે સમગ્ર ગુજરાતમાં રાજય વ્યાપી શોક પાળવામાં આવી રહ્યો છે.
મોરબીના ઝુલતા પુલ તૂટવાની દુર્ઘટના મામલે આજે દિવંગતોની આત્માની શાંતિ માટે મોરબીમાં ઉમીયા સર્કલમાં આવેલ સૌથી મોટો ખાતે રાષ્ટ્ર ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે.
મોરબીનાં ઝુલતો પુલ તુટવાની ઘટનાથી ખુદ પીએમ પણ ખુબ જ વ્યથિત છે PMએ ગઇકાલે દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ રાત્રે રાજભવન ખાતે હાઇલેવલ કમિટીની બેઠક યોજી હતી. આ બેઠકાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, ગૃહમંત્રી હર્ષભાઇ સંધવી અગ્ર સચિવ, ડીજીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
આ બેઠકમાં આજે સમગ્ર ગુજરાતમાં રાજય વ્યાપી શોક પાળવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે તમામ સરકારી ઇમારતો પર રાષ્ટ્રઘ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો. PM નરેન્દ્રભાઇ મોદી મોરબીની મુલાકાતે દરમ્યાન રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી ઉપરાંત મૃતકોના પરિવારજનોને મળી તેઓને સાંત્વના પાઠવી.