હજુ થોડા સમય પહેલા જ રાજકોટમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા ત્યારે રાજકોટમાં ફરી વખત સ્ટેટ મોનીટરીંગ સેલ ત્રાટક્યું છે. શહેર પોલીસ વિસ્તારમાં વધુ એક વખત SMCએ દરોડા પાડીને કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આજે ફરી વાર શહેર પોલીસ તંત્રને અંધારામાં રાખી સ્ટેટ મોનીટરીંગ સેલે દારૂનો મોટો જથ્થો પકડ્યો છે. રાજકોટ શહરેના એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટા પ્રમાણમાં વિદેશ દારુનો જથ્થો ઝડપાયો છે. શહેર પોલીસ વિસ્તારમાં રાજકોટ પોલીસની જાણ ચાલતા દારૂના વેપલા પર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. શું રાજકોટ પોલીસ ઊંઘતી હતી ??
26 ડીસેમ્બરના રોજ કુવાડવા પોલીસ સ્ટેશનથી માત્ર 200 મીટરના અંતરે આવેલ કારખાના માંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો ત્યારે આજે વધુ એક વખત હીરાસર એરપોર્ટ પાસે GIDC વિસ્તારમાં એટલે કે શહેર પોલીસ વિસ્તારમાં SMCના દરોડા પાડીને મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે.
કુવાડવા પોલીસ મથકની તદ્દન નજીકથી ઝડપી પાડ્યો હતો દારૂ
કુવાડવા પોલીસ મથકની તદન નજીક મીની ફેકટરી શરૂ કર્યાની સ્ટેટ મોનિટરીંગ સેલને મળેલી બાતમીના આધારે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે રૂા.6.94 લાખનો અસલી અને નકલીનો દારૂ અને કેમિકલનો જંગી જથ્થો પકડી બે શખ્સોને ઝડપી લીધા હતા.