• સ્થાનિક પોલીસને અંધારામાં રાખી જંગી જથ્થો સાથે બે શખ્સોની ધરપકડ
  • મુખ્ય સંચાલક સહિત ચાર શખ્સો ફરાર 21400 લીટર આથો અને 1260 લીટર દેશી દારૂ મળી  રૂ. 1.08 લાખનો મુદામાલ કબ્જે

ગોંડલ તાલુકાના બેટાવડ ગામની સીમમાં ધમધમતી દેશીદારુની મીની ફેકટરી પર સ્થાનીક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનીટરીંગ  સેલના સ્ટાફે દરોડો પાડી 1260 લીટર દેશી દારુ અને ર1400 લીટર આથો સાથે ફેકટરીના સંચાલન કરનાર બે શખ્સોની ધરપકડ કરી રૂ. 1.08 લાખનો મુદામાલ કબ્જે કરી નાશી છુટેલા મુખ્ય સુત્રધાર સહીત પાંચ શખ્સોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજયમાં દારુબંધીનો કડક અમલ કરવા સ્ટેટ મોનીટરીંગ સેલમાં પ્રમાણિક અને બાહોશ આઇપીએલ નિલિપ્ત રાયને મુકવામાં આવ્યા છે જેને પગલે બુટલેગરોમાં ફફડાટ મચી ગયો છે. સ્ટેટ મોનીંટરીંગ સેલના વડા નિલિપ્ત રાયએ ચાર્જ સભાળતાની સાથે વિદેશી દારુના ધંધાર્થીની સાથે દેશીદારુની ભઠ્ઠી ચલાવતા શખ્સો પર તુટી પડવા આદેશ આપ્યો છે.

ગોંડલ નજીક બેટાવડ ગામના કરણસિંહ સુખુભા જાડેજા અને ચોટીલા તાલુકાના ખાટડી ગામેનો અનકુભાઇ વલકુભાઇ ખાચર નામના બન્ને શખ્સો ગામની સીમમાં દેશીદારુની મીની ફેકટરી ચલાવતા હોવાની સ્ટેટ મોનીટરીંગ સેલના હેડ કોન્સ્ટેબલ જયરાજસિંહ ને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડયો હતો. દરોડા દરમ્યાન 1260 લીટર દેશીદારુ, ર1400 લીટર આથો, 300 કિલો ગોળ, 163 કિલો લાટો, બોઇલર, લાકડા અને મોબાઇલ સાથે ભઠ્ઠી ચલાવતા દીલીપ ખાચર અને રણજીત ચોગાણીયા ની ધરપકડ કરી રૂ. 1.08 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. ઝડપાયેલા બન્ને શખ્સોની પુછપરછમાં કરણસિંહ જાડેજા અને ખાટડીના અનકુભાઇ ખાચર, ભરત ઝાલા, અનિલ ઉર્ફે ભાભો મકવાણા, અને સુરેશ વાલાણીની સંડોવણી ખુલતા પોલીસે ખુલ છે. પોલીસ તમામ સામે ગુનો વધુ તપાસ પી.એસઆઇ એમ.આર. સિંધમ સહીતના સ્ટાફ ચલાવી રહ્યા છે.

સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડાના પગલે તાલુકા પોલીસે બચવાનો માર્ગ શોઘ્યો

ગૃહ ઉઘોગની જેમ ધમધમતા દેશીદારુના હાટડીને ડામી દેવા સરકાર કટીબઘ્ધ છે. ત્યારે ગોંડલ પંથકમાં દેશીદારુની ભઠ્ઠી પર સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફે પાડેલા દરોડાથી તાલુકા પોલીસ રેલો ન આવે તે માટે એ જ સમયે ગોંડલ તાલુકાના ચરમડી ગામનો મનીષ બાબુ સોલંકી નામનો શખ્સ રાપરવડી-ર સીમમાં ભઠ્ઠી ચલાવતો હોવાની મળેલી બાતમીના આધારે દરોડો પાડી 100 લીટર આથો અને 10 લીટર દારુ સાથે પકડી પાડીને ધોરણસરની કામગીરી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.