ગોંડલમાં કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ જાણે કથળી રહી હોઇ તેમ ગુનાખોરીનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે.ત્યારે ગોંડલ તાલુકા પોલીસને ઊંઘતી રાખીને તાલુકાનાં કમઢીયા ગામની સીમમાં આવેલ ભાદર નદીના કાંઠે ચાલી રહેલી દેશી દારૂની ભઠ્ઠી પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડીને 565 લીટર દેશી દારૂ તથા કાચી સામગ્રી, છકડો રીક્ષા સહીત રૂ. 1,28,154નો મુદામાલ કબ્જે કર્યો હતો. જ્યારે ત્યાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. દરોડા થતા જ સ્થાનિક પોલીસમાં દોડધામ મચી જવા પામી હતી.
565 લિટર દેશી દારૂ, ભઠ્ઠી ના સાધનો અને છકડો રિક્ષા મળી રૂ.1.28 લાખનો મુદ્દામાલ સાથે ત્રણની ધરપકડ
અંગે મળતી વિગતો ગોંડલ તાલુકાનાં કમઢીયા ગામની સીમમાં આવેલ ભાદર નદીના કાંઠે ચાલી રહેલી દેશી દારૂની ભઠ્ઠી પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડયો હતો અને ત્યાંથી ભઠ્ઠીનું સંચાલન કરનારા સુરેશ વશરામ સોલંકી રહે કમઢીયા, સુરેશ હમીર માવી રહે કમઢીયા, જેન્તી વશરામ પરમાર રહે ખોખળદળ વાળાને ઝડપી તાલુકા પોલીસને સોંપાયા હતા. જ્યારે ભઠ્ઠી ચલાવનારા 2 આરોપી અનિલ વિનુ ભાલાળા રહે.કમઢીયા અને સુનિલ દરબાર રહે.કણકોટ પાટિયા વાળા ફરાર થતા તેની શોધખોળ હાથ ધરી હતી.
જ્યારે દરોડો પાડીને 565 લીટર દેશી દારૂ તથા કાચી સામગ્રી, છકડો રીક્ષા સહીત રૂ. 1,28,154નો મુદામાલ કબ્જે કર્યો હતો.ઉલ્લેખનીય છે કે,આશરે 7 મહિના પહેલા બેટાવડમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડ્યો હતો જ્યાં દરોડો પાડીને દેશી દારૂ તથા કાચી સામગ્રી સહીત રૂ.1,08,855નો મુદામાલ કબ્જે કર્યો હતો. દેશી દારૂની મીની ફેક્ટરીનું સંચાલન કરનારા બે ઝડપી તાલુકા પોલીસને સોંપાયા હતા. હાલ સ્ટેટિંગ સ્થાનિક પોલીસ સામે આકરા પગલા લેવાય તેવી ચર્ચા થવા પામી છે.