અબતક જામનગર,સાગર સંઘાણી

જામનગરમાં ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જામનગરના દરેડ જી.આઇ.ડી.સીના ભવાની ફાર્મ  નજીક  આવેલ ગોડાઉન પ્લોટ નં-૧૬૦ માંથી 5400 વિદેશી દારૂની બોટલો સાથે કુલ 2269800 નો મુદ્દામાલ કબજે કર્યો

જામનગર નજીક આવેલ દરેડ જીઆઇડીસી માં દિવસોને દિવસે વિદેશી દારૂની રોલમ છેલ થતી હોવાનું સામે આવ્યું છે. જેને લઈને ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મળેલી વિગતો અનુસાર દરેક જીઆઈડીસી પ્લોટ નંબર 160 માં વિદેશી દારૂનું કટીંગ થતું હોવાની માહિતી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ પાડવામાં આવી હતી તે દરમિયાન 5400 જેટલી વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવતા સમગ્ર જીઆઇડીસી માં ખડભોળાટ મચી જવા પામ્યો હતો.

જામનગરમાં વિજિલન્સની ટીમ ત્રાટકતા પોલીસ પ્રશાસન અને બુટલેગરોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી દરમિયાન ચાર લોકો સામે કાર્યવાહી કરી છે. જેમાં વિદેશી દારૂનો ધંધો ચલાવનાર અને કટીગ કરનાર મુખ્ય આરોપી અનિલ સાઉ (બિશ્ર્નોઇ) રહે.દાવલ-ડેડવા રોળ તેમજ વિદેશી દારૂનો ધંધો ચલાવનાર કટીગ કરનાર મુખ્ય આરોપી ગોગી જબરામ બિશ્નોઇ રહે દાવલ-ડેડવા રોળ, જિ.-સાંચોર.  તેમજ કરાર આધારે ગોડાઉન ભાડે રાખી વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરનાર રામનારાયણ અર્જુનસિંહ મુળ રહે.ધોરીમના રાજસ્થાન અને મુકેશકુમાર નામના શાખાની અટકાયત કરી પંચ બી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે. ત્યારે મોનિટરિંગ સેલ અને પોલીસ દ્વારા ચારેય શખ્સોની વધુ પૂછપરછ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.