વલસાડ તાલુકાના સુરવાડા ખાતે સમસ્તત માંગેલા સમાજ અને પટેલ સમાજ દ્વારા વન અને આદિજાતિ વિભાગના રાજ્યામંત્રી રમણલાલ પાટકરનો સન્માેન સમારોહ યોજાયો હતો. આ અવસરે સમાજ દ્વારા મંત્રીશ્રીની ભવ્યગ શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. જેમાં હજ્જા રો ગ્રામજનો સાથે જોડાયા હતા.
આ અવસરે રાજ્ય મંત્રી રમણલાલ પાટકરે માંગેલા સમાજ અને પટેલ સમાજ દ્વારા કરાયેલું સન્મા ન અવિસ્મેરણીય રહેશે તેમ જણાવી સમાજ દ્વારા કૌટુંબિક ભાવના કેળવાય તે હેતુસર ભારતીય સંસ્કૃાતિની પરંપરાની જાળવણી કરી વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે, તે સરાહનીય હોવાનું જણાવ્યું હતું.
દરિયાકાંઠાના ગામોમાં વિકાસ થાય તે માટે રાજ્ય સરકારે અનેક યોજનાઓ બનાવી છે, જે પૈકી દરિયાઇ ભરતી સામે રક્ષણ માટે પ્રોટેકશન વોલ બનાવવાની કામગીરીને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પહેલાં કરતાં ભરતીનું પ્રમાણ વધવાને કારણે અગાઉ બનાવેલી પ્રોટેકશન વોલ પણ વધુ ઊંચી બનાવવાનું આયોજન કરવાનું પણ તેમણે વધુમાં જણાવ્યું હતું. માછીમારોને વધુ લાભ મળે તે હેતુસર ડિઝલ સહાય માટેના બંધનો દૂર કરી રજિસ્ટ્રે શન કરાવેલી દરેક બોટ ઉપર ડિઝલ સબસીડી આપવામાં આવી રહી છે, જેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. મંત્રીશ્રીએ ગામના વિકાસ માટે પરિવારની ભાવના સાથે કામગીરી કરવા તેમજ ગામમાં આધુનિક સુવિધાઓ માટે સરકાર દ્વારા મળતી સહાયનો દુરુપયોગ ન થાય અને જરૂરિયાતમંદ લોકોને તેનો લાભ મળે તે પ્રકારનું આયોજન કરવા જણાવ્યું હતું.
ધારાસભ્યત ભરતભાઇ પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં વલસાડ તાલુકામાં થયેલા વિકાસકાર્યોની જાણકારી આપી જણાવ્યું હતું કે, સંગઠન જાળવીને કામગીરી કરવાની સાથે સ્વાકધ્યાકય પરિવાર સાથે જોડાયેલા આ સમાજમાં સંસ્કાકરોનું ભારોભાર સિંચન થયું છે, જે ગૌરવની બાબત છે. આ અવસરે ગ્રામજનોના સહયોગથી તૈયાર થનાર વૈકુંઠ ધામનું ભૂમિપૂજન મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ બાંધકામ માટે ખૂટતી રકમ માટે રાજ્યશ સરકાર દ્વારા સહાય આપવાની મંત્રીશ્રીએ ખાતરી આપી હતી.
ગામના જૈફ વયના વ્યુક્તિય ભાસ્કટર હરિ બજે તેમજ પરભુભાઇ જે. માંગેલાનું શાલ ઓઢાડી તેમજ સ્મૃાતિચિહન આપી મંત્રીશ્રીના હસ્તેક સન્મારનિત કરાયા હતા. આ અવસરે સુરવાડાના સરપંચ જાગૃતિબેન, મામલતદાર જયેશભાઇ પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ દર્શનાબેન, આજુબાજુના ગામના સરપંચો, ગ્રામજનો મોટી સંખ્યાજમાં હાજર રહયા હતા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com