એપ્રિલમાં જાથાના સદસ્યોનું મહાઅધિવેશન: મીટીંગમાં ધાર્મિક છેતરપિંડીનો ભોગ બનેલા રૂબરૂ માહિતી આપી શકશે
ભારતભરમાં વર્ષ ૧૯૮૭માં ભારત વિજ્ઞાન યાત્રાથી જાથાની કામગીરીનો મર્યાદિત સમય માટે પ્રારંભ થયો. ત્યારબાદ વર્ષ ૧૯૯૨માં ભારતભરમાં ૪૦૦ જિલ્લામાં ભારત જન વિજ્ઞાન જાથાની સક્રિય કામગીરી દેશવ્યાપી શરૂઆત થઈ તેમાં રાજયમાં જિલ્લા સંગઠન સમિતિની રચના હેઠળ ગુજરાતમાં વિજ્ઞાન પ્રચાર-પ્રસાર, અંધશ્રદ્ધા નિર્મૂલન સાથે પાંચ મુદાઓની કામગીરી લોકચળવળથી ઉભી કરવામાં આવી. આગામી એપ્રિલ-મે માસ માં રાજકોટ-અમદાવાદ ખાતે જાથાના સદસ્યોનું મહાઅધિવેશન યોજવામાં આવશે.
અમદાવાદ-ગાંધીનગર જિલ્લા તેમજ આસપાસના વિસ્તારો માટે કાયમી વિજ્ઞાનલક્ષી પ્રવૃતિઓ માટે ગાંધીનગર ખાતે મિટીંગનું આયોજન રવિવારના રોજ સાંજે ૫:૦૦ કલાકે હોટલ ગ્રાન્ડ ક્રિષ્ના, સુપર મોલ, ચોથા માળે, ઈન્ફોસીટી પોલીસ ચોકી પાસે, ઘ-૦, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. જેમાં રાજયના માહિતી ખાતાના નિયામક અશોક કાલરીયા તથા એડીશ્નલ ડી.જી.પી. ડો.વિનોદકુમાર મલ્લ માનવ જીવનમાં વિજ્ઞાન ઉપયોગી તેની વિવિધતા સાથે વ્યાખ્યાન આપી પ્રવૃતિઓનો પ્રારંભ કરવામાં આવશે. અમદાવાદમાં દર મહિને વ્યાખ્યાન માળા યોજી તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.રાજયકક્ષાની મીટીંગમાં ઉધોગપતિ અને સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજના અગ્રણી મગનભાઈ પટેલ, સામાજિક અગ્રણી ભીમજીભાઈ નાકરાણી, સમાજ સુધારક તખ્તસિંહ પરમાર તથા ઉમિયા દર્શનના તંત્રી દિલીપભાઈ વાછાણીની વિશેષ ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું છે. જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે, રાજયમાંથી ૮૦ જીજ્ઞાષુઓની પસંદગી કરવામાં આવી છે. તેમને જ કીટ આપવામાં આવશે. માત્ર વ્યાખ્યાનમાં ભાગ લેવા ઈચ્છુકોએ રવિવાર બપોરના ૧૨ કલાક સુધીમાં નામની નોંધણી કરાવી શકશે. આગામી મહા અધિવેશનમાં સૌરાષ્ટ્ર-કચ્છની રાજકોટ તથા ઉતર-દક્ષિણ-મધ્ય ગુજરાત અને અમદાવાદના જાગૃતો માટે મે મહિનામાં અધિવેશન યોજાશે.