વડાપ્રધાનના ‘તમાકુ મુકત ભારત’ મીશનને સફળ બનાવવા
દેશના વડપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભારતને તમાકુ મુકત બનાવવાના સ્વપ્નને સાકાર કરવા દેશભરમાં લોક જાગૃતિ માટે સેમીનારોનું આયોજન કરવા અપીલ કરેલ છે. જેના અનુસંધાનમાં તા. 31-5 ના સવારના નવ કલાકે એશીયાટીક એન્જીનીયરીંગ કોલેજ જામવાડી નેશનલ હાઇવે, ગોંડલ મુકામે જીવન બચાવવા માટે તમાકુ નિયંત્રણ કાયદાઓને મજબુત બનાવો વિષયે રાજયકક્ષાના સેમીનારનું આયોજન કરવામાં આવેલ છે.
આ સેમીનારમાં રમેશભાઇ ધડુક સંસદ સભ્ય, ગીતાબા જાડેજા ધારાસભ્ય, એન.એમ. ધારાણી ન્યાયમૂર્તિ, કું. એકતાબેન પુરોહિત મેનેજર પ્રોજેકટ ક્ધઝયુમર વોઇસ ન્યુદિલ્હી, ભાવનાબેન રૈયાણી પ્રમુખ ગોંડલ નગરપાલિકા, અલ્પેશભાઇ ઢોલરીયા પ્રમુખ માકેટીંગ યાર્ડ, એ.ડી. જોશી પ્રાંત અધિકારી, કે.પી. નકુમ મામલતદાર, અશોકભાઇ પીપળીયા ચેરમેન નાગરીબ બેંક, ડો. ઘનશ્યામભાઇ વૈદ ભુવનેશ્ર્વરી પીઠ, જીતુભાઇ આચાર્ય પ્રમુખ પત્રકાર સંઘ, વી.કે. ગુપ્તા ડાયરેકટર કેન્સર હોસ્પિટલ, વિગેરે મહાનુભાવો ખાસ ઉ5સ્થિત રહી માર્ગદર્શન આપનાર છે. તેમજ માતબર શૈક્ષણિક સંસ્થાઓના અગ્રણીઓ, ડોકટરો સમાજ સેવી સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા બુઘ્ધીજીવીઓ ઉ5સ્થિત રહી માર્ગદર્શનના આપનાર છે. આ કાર્યક્રમનું ઇલેકટ્રોનીક મીડીયા ઉપર લાઇવ પ્રસારણ થનાર છે. આ કાર્યક્રમમાં જોડાવા માંગતી સંસ્થાઓ આવકાર્ય છે.
આ સેમીનારની વ્યવસ્થા રમાબેન માવાણી (માજી સંસદ સભ્ય) તથા ગોપાલભાઇ ભુવા ચેરમેન એશીયાટીક એન્જીનીયરીંગ કોલેજ ગોંડલ, મો. નં. 99250 79146 એ સંભાળેલ છે.