એચ.એન.શુકલ ગ્રુપ ઓફ કોલેજીસ અને યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓમાં સાયન્સ સ્કીલ ડેવલપ કરવા કોન્ફરન્સનું આયોજન
પ્રો.ડી.જી.કુબેરકર અને ડો.કે.આર.રામ વિદ્યાર્થીઓને માહિતગાર કરશે: ૩૫૦થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે
એચ.એન.શુકલ ગ્રુપ ઓફ કોલેજીસ જે છેલ્લા ૨૦ વર્ષથી સતત શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે. જે સંસ્થામાં ૧૭ જેટલા વિવિધ કોર્ષ ચાલુ છે અને આ સંસ્થા દ્વારા અવાર-નવાર વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે વિવિધ શૈક્ષણિક પ્રવૃતિઓ કરવામાં આવે છે કે જેને કારણે વિદ્યાર્થીઓમાં નવા વિચારો અને નવા જ્ઞાનનું સિંચન થાય છે. વિદ્યાર્થીઓની આ બાબતોને ધ્યાનમાં રાખતા એચ.એન.શુકલ કોલેજ ઓફ સાયન્સ દ્વારા સ્ટેટ લેવલ કોન્ફરન્સનું આયોજન કરેલ છે. જેનો વિષય ‘રીસન્ટ ટ્રેન્ડ ઈન નેનો ટેકનોલોજી એન્ડ સ્પેકટ્રોકોપી’ છે. આ કોન્ફરન્સનો હેતુ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન લેવલે બનતી નવી ઘટનાઓ અને પઘ્ધતિઓને સમજવા માટે અને વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો કરવાના ઉદેશથી કરવામાં આવેલ છે.
એચ.એન.શુકલ કોલેજ ઓફ સાયન્સ દ્વારા સ્ટેટ લેવલ કોન્ફરન્સ-૨૦૧૮નું આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એન.એફ.ડી.ડી. હોલ ખાતે ૨જી જાન્યુઆરીએ સવારે ૮ થી સાંજના ૫ સુધી કરવામાં આવેલ છે. સ્ટેટ લેવલ કોન્ફરન્સ ‘રીસન્ટ ટ્રેન્ડ ઈન નેનોટેકનોલોજી એન્ડ સ્પેકટ્રોસ્કોપી’ પર આધારીત છે. જેમાં શહેરની વિવિધ કોલેજોના ૪૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓ ભાગ લેશે.
આ સ્ટેટ લેવલ કોન્ફરન્સમાં ચીફ ગેસ્ટ તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો.પ્રતાપસિંહ ચૌહાણ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સાયન્સ વિભાગના ડીન ડો.ગીરીશ ભીમાણી, લોક વિજ્ઞાન કેન્દ્રના અધ્યક્ષ રમેશભાઈ ભાયાણી હાજર રહેશે. એચ.એન.શુકલ ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા આયોજીત સાયન્સના એસ.વાય. અને ટી.વાય.ના વિદ્યાર્થીઓ માટે ખાસ સ્ટેટ લેવલનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્ટેટ લેવલ કોન્ફરન્સમાં સ્પીકર પ્રો.ડી.જી.કુબેરકર કે જેઓ નેનો સાયન્સના હેડ અને ડો.કે.આર.રામ કે જેઓ સરદાર પટેલ યુનિવર્સિટીના પ્રોફેસર છે કે જેને આમંત્રિત કરવામાં આવેલ છે. પ્રો.ડી.જી.કુબેરકર અને ડો.કે.આર.રામનો એકેડેમીક અને સબ્જેકટ સ્પીકર તરીકેનો બહોળો અનુભવ ધરાવે છે. વિદ્યાર્થીઓમાં પણ આ સ્ટેટ લેવલ કોન્ફરન્સ અંતર્ગત ભણતરની સાથે ગણતરનું ભાથુ બંધાય એ માટે આયોજન કરવામાં આવેલ છે.
આ સ્ટેટ લેવલની કોન્ફરન્સનું આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું છે. જેને સફળ બનાવવા માટે એચ.એન.શુકલ ગ્રુપ ઓફ કોલેજીસના પ્રેસીડેન્ટ ડો.નેહલભાઈ શુકલ, મેનેજીંગ ટ્રસ્ટી ડો.મેહુલભાઈ ‚પાણી, કેમ્પસ ડાયરેકટર સંજયભાઈ વાઘર દ્વારા ખાસ જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આ કોન્ફરન્સ વિશે માહિતી આપવા એચ.એન.શુકલા કોલેજ ઓફ સાયન્સના પ્રો.ભૂમિકાબેન નિમાવત, પ્રો.જીજ્ઞેશ કનેરીયા અને પ્રો.મેહુલ ચોરસીયાએ ‘અબતક’ મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી.