એચ.એન.શુકલા કોલેજ આયોજીત કોન્ફરન્સમાં પ્રો. પરાગ શુકલ અને ડો. અતુલ ગોસાઇ વિઘાર્થીઓને જ્ઞાન પીરરાશે: ૩૫૦ થી વધુ વિઘાર્થીઓ ભાગ લેશે
એચ.એન.શુકલ ઓફ કોલેજ દ્વારા કાલે સ્ટેટ લેવલ કોન્ફરન્સ ૨૦૧૭નું આયોજન સૌરાષ્ટ્ર યુનિવસીટી એનએફડીડી હોલ ખાતેસવારેના ૮ થી સાંજના ૫ સુધી કરવામાં આવેલ છે.સ્ટેટ લેવલ કોન્ફરન્સ ગુગલ સર્વીસીસ અને પ્રેકટીકલ ઇમ્પલીમેન્ટેશન ઓફ રીયલ ટાઇમ બીગ ડેટા પર આધારીત છે. જેમાં શહેરની વિવિધ કોલેજોના ૩૫૦ ઉ૫રાંત વિઘાર્થીઓ ભાગ લેશે.આ સ્ટેટ લેવલ કોન્ફરન્સમાં ચીફ ગેસ્ટ તરીકે મીહીરભાઇ રાવલ જેઓ ઇન્ડિયાનીક ઇન્ફોટેક લીમીટેડ અમદાવાદમાં ડાયરેકટર તરીકે ફરજ બજાવ છે. જેઓ પણ આઇ.ટી. ફિલ્મમાં વર્ષોનો અનુભવ ધરાવે છે. સ્ટેટ લેવલ કોન્ફરન્સમા ચીફ ગેસ્ટ તરીકે હિરેનભાઇ ઘેલાણી કે જેઓ એસસીએમ સોફટ સોલ્યુશનમાં ચેર પર્સન છે અને બીટલોજીક ઇન્ફો કે પીવીટી માં એલએલપી અને ડાયરેકટર તરીકે ફરજ બજાવે છે. આ ઉ૫રાંત ફિલ્મડોમ સ્ટુડીઓ પીવીટી, એલટીડી માં તેઓ સીઇઓના પદે કાર્યરત છે. અને આઇ.ટી. ફિલ્મમાં પણ ઘણા વર્ષોનો અનુભવ ધરાવે છે. એચ.એન.શુકલ ગ્રુપ ઓફ કોલેજીસ દ્વારા આઇ.ટી. ના એસ.વાય. અને ટી.વાય. ના વિઘાર્થીઓ માટે ખાસ સ્ટેટ લેવલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું છે. જેમાં વિઘાર્થીઓમાં સોફટવેર સ્કીલ ડેવલપ થાય તે ઉદેશથી કરવામાં આવેલ છે. એચ.એન. શુકલ ગ્રુપ ઓફ કોલેજીન દ્વારા આયોજીત સ્ટેટ લેવલ કોન્ફરન્સને સફળ બનાવવા માટે એચ.એન.શુકલ ગ્રુપ ઓફ કોલેજીસના આઇ.ટી. ભવનના વિઘાર્થીઓ ખુબ જહેમત ઉઠાવી રહ્યા છે. એચ.એન. શુકલ ગ્રુપ ઓફ કોલેજીસ અંતર્ગત આવતી તમામ ફેકલ્ટીના હેડ પોતાના વિઘાથીઓને અા માટે પ્રોત્સાહીત કરી રહ્યા છે.આ સ્ટેટ લેવલ કોન્ફરન્સ માટે સ્પીકર ડો. અતુલ ગોસાઇ અને પરાગ શુકલને આમંત્રિત કરવામાં આવેલ છે. જેઓ એકેડેમીક અને સબજેકટ સ્પીકર તરીકેનો બહોળો અનુભવ ધરાવે છે. વિઘાર્થીઓને પણ આ સ્ટેટ લેવલ કોન્ફરન્સમાંથી ઘણું બધું શિખવા મળે અને તેમજ એચ.એન.શુકલ ગ્રુપ ઓફ કોલેજીસના પ્રેસીડેન્ટ ડો. નેહલભાઇ શુકલ, મેનેજીંગ ટ્રસ્ટી ડો. મેહુલભાઇ રુણાપી, કેમ્પસ ડાયરેકટર સંજયભાઇ વાધરે જણાવ્યું હતું કે વિઘાર્થીઓના સફળ અને સારા ભવિષ્ય માટે આવી સ્ટેટ લેવલ કોન્ફરન્સનું આયોજન અવાર નવાર થતું રહેશે.આ કોન્ફરેન્સની માહીતી આપવા એચ.એન. શુકલા કોલેજના કેમ્પસના ડાયરેકટર ડો. સંજય વાઢર, સ્નેહલ પંડયા, જે.પી.ભાઇ અને મયુરભાઇએ અબતક મીડીયા હાઉસની મુલાકાત લીધીહતી.