૪૦ વર્ષના લાંબા ગાળા બાદ એવોર્ડ મળતા તબીબી જગતમાં હર્ષની લાગણી
ડો. મયંક ઠકકર અને ડો.વૃંદા અગ્રાવતનું કોરોના વોરિયર્સ તરીકે કરાયું વિશેષ સન્માન
ઇન્ડીયન મેડીકલ એસો. રાજકોટને વિવિધ સેવાકીય પ્રવૃતિઓ માટેનો ગુજરાત આઇ.એમ. નો ખાસ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે. ૪૦ વર્ષે જેટલા લાંબા સમય બાદ રાજકોટ આઇ.એમ.એ. ને આ એવોર્ડ મળ્યો હોય રાજકોટના તબીબી જગતમાં આનંદની લાગણી પ્રસરી છે. આ ઉપરાંત રાજકોટ ડો. વૃંદા અગ્રાવતને કોરોના વોરીયર્સ તરીકે વિશેષ સન્માન કરવામાં આવ્યું છે.
ડો. જય ધીરવાણીના જણાવ્યા અનુસાર ઇન્ડીયન એસો.ની ગુજરાત રાજયની કોન્ફરન્સ તાજેતરમાં અમદાવાદ ખાતે મળી હતી. જુજ સભ્યોની હાજરીમાં મળેલી વર્ચ્યુઅલ કોન્ફરન્સમા ગુજરાત સ્ટેટ બ્રાન્ચ દ્વારા ઇન્ડીયન મેડીકલ એસો. રાજકોટ બ્રાન્ચને ડો. પી.આર. ત્રિવેદી એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ આઇ.એમ.એ. દ્વારા વિવિધ સેવાકિય પ્રવૃતિ તબીબો માટે એજયુકેશનલ એકટીવીટી સમાજ જાગૃતિ માટેના પ્રયાસો વગેરે બાબતોને ઘ્યાનમાં રાખીને આપવામાં આવે છે. વિવિધ સેવાકીય પ્રવૃતિ ઉપરાંત કોરોના મહામારી સમયે વિશેષ પ્રવૃતિ માટે રાજકોટ આઇ.એમ.એ. બ્રાન્ચને આ એવોર્ડ મળ્યો છે. અંદાજે ૪૦ વર્ષ બાદ રાજકોટને બ્રાન્ચને આ એવોર્ડ મળ્યો હોય તબીબી જગત માટે ગૌરવની વાત છે. ઇન્ડીયન મેડીકલ એસો.ના ગત વર્ષના હોદેદારો પ્રમુખ ડો. ચેતન લાલસેતા, સેક્રેટરી ડો. તેજસ કરમટા અને તેમની ટીમ ઉપરાંત આ વર્ષની ટીમને સંયુકત કામગીરીને ઘ્યાનમાં રાખી આ એવોર્ડ માટે રાજકોટ બ્રાન્ચની પસંદગી કરવામાં આવી છે. ઇન્ડીયન મેડીકલ એસો. રાજકોટ વતી પ્રેસીડન્ટ ડો. જય ધીરવાણીને આ એવોર્ડ પણ અર્પણ કરવામાં આવ્યો હતો.
ડો. કેશ ઘોડાસરા જણાવ્યું હતું કે, કોરોના મહામારીના સમયે રાજકોટના ડો. મયંક ઠકકર અને ડો. વૃંદા અગ્રાવત દ્વારા વિશેષ કામગીરી કરવામાં આવી હોય, ગુજરાત આઇ.એમ.એ. દ્વારા આ બન્ને તબીબોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આઇ.એમ.એ. ગુજરાતના પૂર્વ પ્રમુખ અને હાલ રાષ્ટ્રીય ઉપપ્રમુખ ડો. અતુલ પંડયા, આઇ.એમ.એ. ગુજરાતના ઉપપ્રમુખ ડો. હિરેન કોઠારી, આઇ.એમ.એ. રાજકોટના પૂર્વ પ્રમુખ ડો. ચેતન લાલચેતા, પેટ્રન ડો. એસ.ટી. હેમાણી, ડો. પ્રકાશ મોઢા, ડો. ભાવીન કોઠારી, ડો. ડી.કે. શાહ, ડો. સુશીલા કારીઆ, ડો. રાજેન્દ્ર ત્રિવેદી, ડો. વલ્લભ કથીરીયા, ઉપરાત અગ્રણી તબીબો ડો. અમીત હપાણી, ડો. કીર્તી પટેલ, ડો. સંજય ભટ્ટ, ડો. નીતીન લાલ, ડો. કાન્ત જોગાણી, ડો. ગોરવી ધ્રુવ, એફ.પી.એ. મેમ્બર ડો. કે.એમ. પટેલ, ડો. રશ્મી ઉપાઘ્યાય, ડો. પંકજ મચ્છર, ડો. વસંત કાસુન્દ્રા, ડો. દીપક મહેતા, એડવાઇઝરી બોર્ડના ડો. ભરત કાકડીયા, ડો. એમ.કે. કોરવાડીયા, ડો. યજ્ઞેશ પોપટ, ડો. ભાવેશ સચદે સહીત તબીબો આગેવાનો અને સમાજના વિવિધ વર્ગના આગેવાનો દ્વારા આઇ.એમ.એ. રાજકોટની ટીમને શુભેચ્છા પાઠવવામાં આવી છે. આઇ.એમ.એ. ના મિડિયા કો. ઓડીનેટર તરીકે વૈભવ ગ્રાફિકસના વિજય મહેતા સેવા આપે છે.
આ તકે વર્તમાન પ્રેસીડન્ટ ડો. જય ધીરવાણી, સેકેટરી ડો. રુકેશ ઘોડાસરા, પૂર્વ પ્રમુખ ડો. ચેતન લાલસેતા, પૂર્વ સેક્રેટરી ડો. તેજસ કરમટા સહીતના તબીબો ઉ૫સ્થિત રહ્યા હતા.