Abtak Media Google News
  • જીએસટી કર ન ભર્યા હોવાની વાત આવી સામે: હજુ પણ સર્ચ ઓપરેશન યથાવત રહે તેવા એંધાણ
  • મોદી એસ્ટેટની સાથે તેની સંલગ્ન પેઢીમાં પણ સ્ટેટ જીએસટી વિભાગ ત્રાટક્યું

રાજ્ય કરવેરા દ્વારા ગઈકાલે એક સાથે જ કમિશનરોની સામૂહિક બદલી કરવામાં આવી ત્યારે બીજી તરફ રાજકોટના રિયલ એસ્ટેટ સાથે જોડાયેલી મોદી એસ્ટેટ પર સ્ટેટ જીએસટી દ્વારા નરોડા પાડવામાં આવ્યા છે અને જે રીતે વિગતો સામે આવી રહી છે કે આ પેઢી દ્વારા સતત રોકડ વ્યવહાર જ કરવામાં આવ્યા હોય અને જીએસટી ન ભર્યો હોય તેવી વિગત મળતા જ સર્ચ ચોપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જીએસટી વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મોદી એસ્ટેટ સાથે બાલાજી હાર્ડવેર કે જે ટ્રેડિંગ પેઢી છે તેમાં પણ જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે. વિભાગના સૂત્રોનું માનવું છે કે આસર ચોપરેશનમાં ખૂબ મોટા પ્રમાણમાં કરચોરી થઈ હોવાનું સામે આવી શકે છે ત્યારે રિયલ એસ્ટેટ સાથે એનકેન પ્રકારે જોડાયેલા પેઢીદારો પર જીએસટી વિભાગ તવાઈ બોલાવે તો નવાઈ નહીં.

મળતી માહિતી મુજબ મોદી એસ્ટેટ જમીન મકાનની લે વેચ કરતા હોવાની વાત સામે આવી છે ત્યારે તેમના દ્વારા  વ્યવહાર રોકડમાં કરતા હોવાનું જીએસટી વિભાગને માલુમ પડ્યું હતું જે બાદ રાજકોટના 93 ઘટક દ્વારા આ અંગે રેકી કરવામાં આવી હતી અને માહિતી સાચી લાગતા જ સર્ચ ઓપરેશન કર્યું હતું. ત્યારે આ અસર ઓપરેશન આગામી કેટલા દિવસ ચાલશે તેનો કોઈ અંદાજ નથી પરંતુ એ વાત નક્કી છે કે જો ટેક્સ ચોરી સામે આવશે તો આવકવેરા વિભાગ પણ તપાસમાં ઝંપલાવે તો નવાઈ નહીં.

હાલ સરકાર કરની આવક વધારવા માટે અનેક પ્રયત્નો કરી રહ્યું છે તેમાં દરેક સેન્ટ્રલ એજન્સીને એ વાતની પણ સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે તેમના અધિકાર ક્ષેત્રમાં એ તમામ ક્ષેત્રની વિગતો એકત્રિત કરવામાં આવે કે જેમાંથી એ વાતનો ખ્યાલ આવે કે કોના દ્વારા કરચોરી કરવામાં આવી રહી છે અને એ વાત પુરવાર થતાં જ તે જે તે પેઢી ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરાય અને બેનામી આવક હોય કે પછી કરચોરી હોય એને સામે લાવવામાં આવે. જેથી જે તે પેઢી ધારક ઉપર કાયદાકીય અને શિક્ષાત્મક પગલાં લઈ શકાય. માધાપર ચોકડી પાસે આવેલા શેઠ નગર વિસ્તારમાં જે મોદી એસ્ટેટ પેઢી છે તેની જેમ અનેક આ પ્રકારની પેઢીઓ રાજકોટમાં કાર્યરત છે કે જે જમીન મકાનના લે વેચ કરતી હોય અને રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલી હોય. ત્યારે તેમના દ્વારા પણ શું આ પ્રકારની જ ગેરરીતી આચરવામાં આવી છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવે તેવું હાલ મનાઈ રહ્યું છે.

ભવિષ્યમાં પણ સ્ટેટ જીએસટી વિભાગ રિયલ એસ્ટેટ ગ્રુપ ઉપર તવાઈ બોલાવે તો નવાઈ નહીં. કારણ કે હાલ જે વાત સામે આવી છે તે એ છે કે આ પ્રથમ એવું સરચ ઓપરેશન છે કે જેમાં જીએસટી વિભાગ એ સર્વિસ ઇન્ડસ્ટ્રીને ટાર્ગેટ કરી હોય એટલે આ અસર ઓપરેશનથી એ વાત તો પુરવાર થઈ જાય છે કે હવે સર્વિસ ઇન્ડસ્ટ્રીમાં જે પણ પેઢી ધારકો દ્વારા એનકેન પ્રકારે કરચોરી કરવામાં આવતી હોય અથવા તો જીએસટીમાં ગેરરીતિ કરાઈ હોય તે તમામ ઉપર તવાઈ બોલાવવામાં આવશે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે મોદી એસ્ટેટ પર જેસર ચોપરેશન સ્ટેટ જીએસટી દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે તેમાંથી કેટલી કરચોરી બહાર આવે છે.

રાજ્યના પ્રાથમિક શિક્ષકોને સ્થાવર-જંગમ મિલકતો જાહેર કરવા આદેશ

રાજ્યમાં આવેલી સરકારી પ્રાથમિક સ્કૂલોમાં ફરજ બજાવતા શિક્ષકો અને મુખ્ય શિક્ષકોએ હવે પોતાની તમામ સ્થાવર અને જંગમ મિલકતો સરકાર સમક્ષ જાહેર કરવી પડશે. શિક્ષણ વિભાગ હસ્તકના પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા સરકારી પ્રાથમિક શિક્ષકો અને મુખ્ય શિક્ષકોને જંગમ અને સ્થાવર મિલકત સંબંધી ડિક્લેરેશન ફોર્મ ભરવા માટે આદેશ કર્યો છે. આ માટે પરિપત્ર કરી જિલ્લા કક્ષાએથી તમામ શિક્ષકોના ફોર્મ ભરાય તે જોવા માટે પણ તાકીદ કરવામાં આવી છે. ગુજરાત પંચાયત સેવા વર્તણુંક નિયમોમાં જંગમ અને સ્થાવર મિલકત સંબંધિત જોગવાઈ કરવામાં આવેલી છે, તેને ધ્યાને રાખીને શિક્ષકોએ ડિક્લેરેશન ફોર્મ ભરવાના રહેશે. આમ, હવે રાજ્યના અન્ય કર્મચારીઓની જેમ શિક્ષકોએ પણ પોતાની મિલકતો સરકાર સમક્ષ જાહેર કરવી પડશે.રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારીઓને પરિપત્ર કરી પ્રાથમિક શિક્ષકો દ્વારા જંગમ, સ્થાવર મિલકત સંબંધિ ડિક્લેરેશન ફોર્મ ભરવામાં આવે તે માટે કાર્યવાહી કરવા આદેશ કરાયો છે. પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા કરવામાં આવેલા પરિપત્રમાં જણાવાયું છે કે, શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલી સુચના અનુસાર રાજય સ્તરે પંચાયત સેવા વર્તણૂક નિયમોમાં કરવામાં આવેલી જોગવાઇ મુજબ પંચાયતના દરેક કર્મચારી/ પ્રાથમિક શિક્ષક દ્વારા જંગમ, સ્થાવર મિલકત સંબંધી ડિકલેરેશન ફોર્મ ભરવામાં આવે તે સુનિશ્ચિત કરવા જણાવાયું છે. જેના પગલે હવે રાજ્યની તમામ સરકારી પ્રાથમિક સ્કૂલોના શિક્ષકો અને આચાર્યોને મિલકતો જાહેર કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.