અમદાવાદ શહેરમાં સ્થિત 38 પ્રીમિયમ હોટેલમાં સ્ટેટ જી.એસ.ટી. વિભાગે મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. હોટેલ તરફથી દર્શાવવામાં આવેલ ટર્નઓવર અને ભરવામાં આવેલ વેરાની ચકાસણી કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે સ્ટેટ જીએસટી વિભાગે અમદાવાદની પ્રીમિયમ હોટેલ પર તવાઈ બોલાવી છે. જેમાં શહેરમાં સ્થિત 38 પ્રીમિયમ હોટેલમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. હોટેલ તરફથી દર્શાવવામાં આવેલ જીએસટી ટર્નઓવર અને ભરવામાં આવેલ વેરાની ચકાસણી કરવામાં આવી રહી છે. જીએસટીમાં થતી કરચોરી તેમજ ગેરરીતિ અટકાવવા સ્ટેટ જીએસટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. 18 ટકાના બદલે 12 ટકા કર ભરતા હોવાનું ખુલતા સર્ચ ઓપરેશન હાથ ધરાયું
હોટેલ તરફથી દર્શાવવામાં આવેલ ટર્નઓવર અને ભરવામાં આવેલ વેરાની ચકાસણી હાથ ધરાઇ
સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા અમદાવાદની 38 પ્રીમિયમ હોટલ પર દરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદ ખાતેની કેટલીક પ્રીમીયમ હોટેલ્સમાં સ્ટેટ જીએસટી દ્વારા ચકાસણી હાથ ધરાતાં કસુરવારોમાં ફફડાટ ફેલાયો હતો. નોંધનીય છે કે સ્ટેટ જી.એસ.ટી. વિભાગ દ્વારા માર્કેટમાં વિવિધ સેકટરોમાં ચાલતી પ્રવર્તમાન ટ્રેડ પ્રેકટીસનો અભ્યાસ કરવામાં આવે છે. જેના આધારે ટેક્ષપેયરો દ્વારા જે તે સેકટરમાં કરવામાં આવતા ટેક્ષ કોમ્પલાઇનનો વિગતવાર અભ્યાસ કરવામાં આવે છે. આ કાર્યવાહીના ભાગ રૂપે અમદાવાદ ખાતેની 38 પ્રીમીયમ હોટેલ્સમાં દર્શાવેલ ટર્નઓવર અને વેરાકીય જવાબદારીની ચકાસણીની કાર્યવાહી હાથ ધરાઈ હતી.આ કાર્યવાહી દરમિયાન કંઈ વાંધાજનક મળ્યું કે કેમ? તે મામલે હજુ જીએસટી કચેરી દ્વારા સમર્થન આપવામાં આવ્યું નથી. પરંતુ આગામી સમયમાં આ.મામલે કચેરી તરફથી સત્તાવાર રીતે વિગતો સામે આવી શકે છે.
અમદાવાદમાં જે હોટલો પર તવાઈ બોલાવામાં આવી છે તેમાં તાજ સ્કાયલાઈન, કોર્ટયાર્ડ મેરિયોટ, રમાડા, ક્રાઉન પ્લાઝા, નોવોટેલ સહિતની પ્રીમીયમ હોટલનો સમાવેશ થયો છે. હાલ માત્ર અમદાવાદ જ નહીં પરંતુ વડોદરા સુરત અને રાજકોટમાં પણ આ પ્રકારની તપાસ હાથ ધરવામાં આવે તેવું સૂત્રો માંથી જાણવા મળ્યું છે. કર ચોરી કરવા માટે અનેક તર્ક વિતર્કો પેઢી ધારકો સોઢી રહ્યા છે અને પરિણામ સ્વરૂપે સરકાર ને ભારે નુકસાની નો સામનો કરવો પડ્યો છે. પરિણામ સ્વરૂપે આ તકલીફ ઉદભાવિત ના થઈ તે માટે આવકવેરા વિભાગ અને જીએસટી દ્વારા તવાઈ બોલાવામાં આવી છે.
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને ઈન્કમટેક્સ વિભાગે રૂ.50 કરોડ ભરવા માટે નોટિસ પાઠવી
રાજ્યની યુનિવર્સિટીઓમાં પહેલીવાર સરકારી યુનિવર્સિટીને આવકવેરા વિભાગે નોટિસ મોકલીને કરોડોનો ટેક્સ ભરવા માટે કહેવાયું છે. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને ઈન્કમટેક્સ વિભાગે રૂ.50 કરોડ ભરવા માટે નોટિસ પાઠવી છે. આ નોટિસ સામે અપીલ કરવા માટે હાલ યુનિવર્સિટીએ 5 કરોડ રૂપિયા ભરવા પડ્યા છે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા રાજ્યની સૌથી મોટી ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુને 50 કરોડની ઇન્કમટેક્સ નોટિસ ફટકારતા યુનિવર્સિટીના અધિરકારીઓમાં ફફડાટ ફેલાય ગયો હતો. આ બાદ આ મામલે તાપસ હાથ હાથ ધરી હતી. જેમાં યુનિવર્સિટીના સીએ ફર્મ દ્વારા ખોટી કેટેગરીમાં રિટર્ન ભરાતા નોટિસ ફટકારાઇ હોવાનું સામે આવ્યું છે. ત્યાર બાદ આ ભૂલ બદલ યુનિવર્સિટી દ્વારા ઈઅ ફર્મને સમગ્ર મામલો ખુલાસો આપવા કહ્યું છે. રજિસ્ટ્રારએ કહ્યું હતું કે, એકટમાં બદલાવ થયા બાદ 2016-17માં પ્રથમવાર આઇટી રિટર્ન ભરાયું હતું જેમાં ભૂલ થઈ હોવાનું અનુમાન છે.