- સ્ટેટ GST વિભાગે પાન મસાલાના વેપારી પર કરી કાર્યવાહી
- અંદાજિત 1.93 કરોડની કરચોરી પકડાઇ
GST વિભાગ દ્વારા પાન મસાલા અને તમાકુમાં વેપાર કરતા કરદાતા સામે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં પાન મસાલાના વેપારી કાર્યવાહી કરીને 1.93 કરોડની કરચોરી પકડવામાં આવી છે. તેમજ GST વિભાગની કામગીરીથી પાન મસાલાનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
અનુસાર માહિતી મુજબ, રાજ્યના વિવિધ વેપારીઓને ત્યાં GST વિભાગ કાર્યવાહી કરી રહ્યું છે અને બિલ વગર વેચાણ કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે હાલમાં રાજ્યમાં પાન મસાલાનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં પાન મસાલાના વેપારી પર કાર્યવાહી કરીને 1.93 કરોડની કરચોરી પકડવામાં આવી છે. તેમજ GST વિભાગની કામગીરીથી પાન મસાલાનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
રાજ્ય GST વિભાગની એન્ફોર્સમેન્ટ બ્રાન્ચ દ્વારા મળેલી માહિતીના આધારે, 24મી ડિસેમ્બર, 2024ના રોજ અમદાવાદ સ્થિત પાન મસાલા અને તમાકુમાં વેપાર કરતા કરદાતા સામે સર્ચ અને જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સાથે તપાસ દરમિયાન, રોકડ વ્યવહારો દ્વારા બિનહિસાબી વેચાણ અને બિનહિસાબી સ્ટોક જેવી અનેક ગેરરીતિઓ ધ્યાનમાં આવી હતી અને રૂ. 1.93 કરોડની કરચોરી પકડાઇ હતી. તેમજ રાજ્યના કર વિભાગ દ્વારા સરકારી તિજોરીના રક્ષણ માટે વેપારીઓ સામે જોરશોરથી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ગાંધીનગરમાં પાન-મસાલાના ડિલર પર સ્ટેટ GST વિભાગે દરોડા પાડ્યા હતા. તેમજ પાન મસાલાના ડિલર પર દરોડા પાડતા વેપારી ડિલર વર્ગમાં ફફાડટ વ્યાપી જવા પામ્યો હતો. જે દરોડામાં 1.93 કરોડની કરચોરી પકડાઇ છે. પાપ્ત વિગતો મુજબ ડિલરે રોકડમાં કરેલા વ્યવહાર હિસાબમાં ન બતાવ્યાનો ખુલાસો પણ થયો હતો.