ભરતી માટે પ્રિલિમનરી અને મુખ્ય એમ બે પરીક્ષા લેવામાં આવશે
ગુજરાત સરકાર દ્વારા વર્ગ-4ના કર્મચારીઓની ભરતી માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. ભરતી પૂર્વ ઉમેદવારોની પ્રિલિમિનરી અને મુખ્ય એમ બે પરીક્ષા લેવામાં આવશે જેમાં મેરિટના આધારે પસંદગી કરવામાં આવશે.રાજય સરકાર દ્વારા વર્ગ-3ના કર્મચારીઓમાંટે પારદર્શક ભરતીનાં નિયમોની ઘોેષણા કરવામાં આવી છે. સીનીયર કલાર્ક, જૂનીયર કલાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ સહિતની જગ્યાઓ ભરવા માયે હવેથી બે પરીક્ષાઓ લેવામાં આવશે. જેમા જે તે જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારોની પ્રથમ પ્રિલિમનરી પરીક્ષા લેવામાં આવશે. ત્યારબાદ તેમાં ઉર્તિણ થનારની મુખ્ય પરીક્ષા લેવામાં આવશે.
અત્યાર સુધી વર્ગ 3ની જગ્યાની ભરતી માટે અલગ અલગ સરકારી વિભાગોમાં જૂદા જૂદા નિયમો હતા જેમાં પલ્ટીપલ ઓપ્શન સાથે ઓબ્ઝેકિટવ પરીક્ષા લેવામાંં આવતી હતી જે એક પ્રકારની પ્રિલિમિનરી ટાઈપની પરીક્ષા રહેતી હતી જેમાં ઉર્તિણ થનાર ઉમેદવારની મેરિટના આધારે પસંદગી કરવામાં આવતી હતી હવે રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમો અનુસાર વર્ગ-3ની ભરતી જેવી કે સિનિયર કલાર્ક, જૂનીયર કલાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની જગ્યા ભરવા માટે ઉમેદવારોની બે પરીક્ષા લેવાશે. જેમાં પ્રિલિમિનરી ઉપરાંત મુખ્ય પરીક્ષા પણ લેવાશે અને મેરિટના આધારે ભરતી કરાશે.