કોરોના મહામારી સામે વિશ્વના પ્રગતિશીલ કહેવાતા દેશો હાંફી ગયા છે. આપણા દેશમાં પણ એની અસર તો થઇ પરંતુ આપણા સક્ષમ નેતૃત્વ, સજાગ તંત્ર અને પ્રજાની સમજદારી
સહિષ્ણુતા તથા જુસ્સાને લીધે આપણે ટકી શક્યાં છીએ. જેમ દેશમાં આ વિપરિત સંજોગો સામે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મોરચો માંડ્યો છે એવી જ રીતે કેન્દ્રના માર્ગદર્શનનું સંપૂર્ણ પાલન
કરીને ગુજરાત સરકાર પણ રાત દિવસ લોકોની સતત સાથે છે.એવું ભાજપના સૌરાષ્ટ્રના પ્રવક્તા રાજુભાઇ ઘ્રુવે કહ્યું છે. એમણે કહ્યું કે મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણીની સંવેદનશીલતા અને ક્ષમતા બન્નેનો પરિચય પરી એક વાર રાજ્યને થયો છે. જે રીતે કોરોનાએ કહેર વર્તાવ્યો છે, દરરોજ નવા કેસ થાય છે. અને વૈજ્ઞાનિકોને પણ જેની દવા હજી સૂઝતી નથી એવા આ વાયરસનું સંક્રમણ વધી જ રહ્યું છે ત્યારે રાજ્યના નાનામાં નાના વ્યક્તિને પણ ટકી રહેવામાં વાંધો ન આવે એના માટે ગુજરાત સરકારે સંનિષ્ઠ અને સફળ પ્રયાસ કર્યા છે.
મહામારીને લીધે આખા દેશમાં લોકડાઉનની સ્થિતિ સર્જાઇ અને શ્રમિકો, દુકાનદારોને રોજગારીના પ્રશ્નો ઉભા થયા આર્થિક સ્થિતિ પર ક્ધટ્રોલ કરવાનું કામ પડકાર રુપ હતું પરંતુ ગુજરાત સરકારે પહેલા જ દિવસથી આ ક્ષેત્રે સતત કામ કર્યું. થોડા દિવસ પહેલાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આત્મનિર્ભર ભારત પેકેજની જાહેરાત કરી એના પગલે તરત જ આત્મનિર્ભર ગુજરાત પણ આવ્યું.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં ગ્રામીણ શ્રમિકો ગરીબ પરિવારોને રોજગારી મળી રહે તે માટે મનરેગાના કામો તેમજ સુજલામ સુફલામ જળ અભિયાનના કામો શરૂ કરવા રાજ્યના વહિવટીતંત્રને પ્રેરિત કર્યુ છે. એમના આ દિશાનિર્દેશ મુજબ રાજ્યના ગ્રામીણ ક્ષેત્રોમાં ૩૪૬૩ ગ્રામ પંચાયતોએ ૧૮,૮ર૪ કામો મનરેગા અંતર્ગત હાથ ધર્યા છે અને ૩ લાખ ૪ હજાર ૭પ૬ ગ્રામીણ શ્રમિકો આવા કામોથી રોજગારી દ્વારા આર્થિક આધાર મેળવતા થયા છે. રાજ્યમાં જળ સંચય અભિયાનનું ગુજરાત તેમના કાર્યદક્ષ પ્રજાલક્ષી શાસન અને પ્રજા ના સાથ સહકાર થી ચોક્કસપણે કોરોના મહામારી સામે લડાઈ જીતશે વિજય મેળવશે તેવો દ્રઢ વિશ્વાસ રાજુભાઇ ધ્રુવે અંતમાં વ્યકત કર્યો છે.