નવી યોજના અંતર્ગત પ્રોફેશનલ નંબર મેળવનારાઓ, નંબર મેળવ્યા બાદ ટેકસ ન ભરનારાઓને દંડ અને વ્યાજમાં માફી અપાઇ
રાજયની રૂપાણી સરકારના નાંણા વિભાગ દ્વારા પ્રોફેશન ટેક્ષ ભરવા પાત્ર વ્યવહારકારો, નોકરીદાતાઓ માટે દંડ અને વ્યજ મુકિતની માફી યોજના જાહેર કરી નાના કારખાનેદારો, નાના પાયે ધંધો કરનારાઓ અને વ્યવસાયિક વિવિધ ધંઘર્થીઓને કર ભરપાઇમાં રહી ગયેલી ભુલ સુધારી લેવાની તક આપવા સરકારે ઉદાર વલણ અપનાવી એક નવી યોજના જાહેર કરી છે.
રાજય સરકારે ટેક્ષ ભરવા પાત્ર હોય તેમાં છતાં પ્રોફેશનલ ટેકસના ટેક્ષ માળખામાં લાવવામાં જે બાકી રહી ગયા હોય તેવા નાના કારખાનેદારો, નાના પાયે ધંધો કરનારાઓ, નોકરીદાતાઓને કાયદાનું પાલન અને રહી ગયેલી ભુલ સુધારવાની ઇચ્છા હોવા છતાં કાયદાની કડક જોગવાઇઓ અને શિક્ષાત્મક પગલાના ભયથી ભુલ સુધારવામાં આગળ આવતાં આવા લોકોને કાયદાના ભંગમાંથી બહાર આવે અને ભુલ સુધારવાની તક આપવા આવે તો રાજય સરકારની વ્યવસાય વેરાની આવકમાં વધારો થાય તેમ હોય, સરકારે આવા વ્યવસાયકારોને ભુલ સુધારવાની તક આપવાનો નિર્ણય લીધો.
રાજય વિજયભાઇ રૂપાણી સરકારે બનાવેલી નવી યોજના અંતગત કરદાતાઓ જેને વેરો ભરવો છે પણ નોંધણી નંબર નથી નોંધણી નંબર લીધો છે. પણ વેરા ભર્યા નથી તેમજ વેરા ઉઘરાવ્યો છે પણ સરકારમાં ભર્યો નથી. તેમના માટે આ રાહત યોજના અમલમાં આવી છે.
આ યોજના અંતગત કોઇપણ ધંધો કે વ્યકિતગત સંસ્થાઓ વ્યવસાય નંબર મેળવવાને પાત્ર હોય પણ એન્ડ્રોલમેન નંબર ધરાવતા હોય તેમને તા. ૧-૬-૧૯ થી ૩૧-૮-૧૯ સુધીમાં વ્યવસાય વેશ નંબર મેળવવા અરજી કરવી પડશે. આ સમય દરમિયાન નિયમ કરેલી રકમ ભરવાથી તુરંત એન્ડ્રોલમેનટ પ્રમાણ પત્ર આપવામાં આવશે અને દંડ અને શિક્ષાત્મક કાર્યવાહીમાંથી મુકિત આપવામાં આવશે.
નોંધણી વગરના કામદારો માટે માફી યોજના અન્વયે કામે રાખનાર એ નોંધણી કરાવી ન હોય અને કામદારો પાસેથી વેરા ઉઘરાવ્યો નથી કે સરકારમાં જમા કરાવ્યો ન હોય તેમણે પણ તા. ૧-૬ થી ૩૧-૮ સુધીમાં રજીસ્ટ્રેશન માટેની અરજી અને રકમ ભરવાથી પ્રમાણપત્ર આપવામાં આવશે તેમના વિરુઘ્ધ દંડ કે શિક્ષાત્મક પગલાઓ ભરવામાંથી મુકિત આપવામાં આવશે.
ગુજરાતના વ્યાપારીઓ અને વ્યવસાય કારીઓની રહી ગયેલી પ્રોફેશનલ ટેકસ ભરવાની ભુલ સુધારવાની આ તકથી ઘણી રાહત મળશે. જે લોકો કામદારો પાસેથી કર લેવા લોકોને મહિનાના ૧.૫૦ લેશે. વ્યાજની ચુકવણી ચેક કે ડ્રાફટથી ચુકવી ને રાહત આપવાની યોજના સરકારે બનાવી છે.