રાજકોટના આઈ.સી.એ.આઈ ભવન ખાતે એક દિવસીય સેમિનાર યોજાયો
રાજકોટ આઇ.સી.એ.આઇ. ભવન ખાતે એમ.એસ.એમ.ઇ. પર એક દિવસીય સેમીનારનું આયોજન થયું હતું.
આ સેમીનારનું મુખ્ય અતિથિ તરીકે રાજકોટના ડેપ્યુ. કીમશ્નર ઓફ ઇન્ડસ્ટ્રીઝ અને જનરલ મેનેજર ડી.આઇ.સી. રાજકોટ કે.વી. મોરી ઉ5સ્થિત રહ્યા હતા અને કે.વી. મોરી તથા રાજકોટ સી.એ. બ્રાંચના ચેરમેન સી.એ. જીજ્ઞેશ રાઠોડના હસ્તે સેમીનારનું ઉદઘાટન કરવામાં આવ્યું હતુ.
આ સેમીનારના વકતાઓ ધુલીયાથી સી.એ. જી.બી. મોદી રાજકોટ થી સી.એ. જાતિન જાજલ, રાજકોટથી યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના રીજીયનલ હેડ સી.એ. સુભાષ કુમાર કેશવ રહ્યા હતા.
આ સેમીનારમાં રાજય સરકારની એમ.એસ.એમ.ઇ.ની યોજના પર પ્રેજનટેશન રજુ કરવામાં આવ્યું હતું. જેમાં સબસીડી સહીતના વિષયો પર ચર્ચા થઇ હતી. અને દોઢસો જેટલા સી.એ. અને ભાવિ સી.એ.એ ભાગ લીધાો હતો,. સેમીનાર સફળ બનાવવા માટે રાજકોટ બ્રાચના ચેરમેન જીજ્ઞેશ રાઠોડ, ભાવીન દોશી, મૌલિક ટોલીયા, મીતુલ મહેતા, સંજય લખાણી, રાજ મારવાણીયા, તેજશ દોશીએ જહેમત ઉઠાવી હતી.