- વર્ષ 2025ના કેલેન્ડરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન
- કેલેન્ડર “સફળ અને સક્ષમ નેતૃત્વના ૨૩ વર્ષ” થીમ પર તૈયાર કરાયા
- પ્રસંગે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રપટેલે વર્ષ 2025ના કેલેન્ડરનું ગાંધીનગર ખાતે વિમોચન કર્યું હતું. તેમજ આ કેલેન્ડર “સફળ અને સક્ષમ નેતૃત્વના 23 વર્ષ” થીમ પર તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના વિવિધ 23 આઇકોનિક સ્થળોની નયનરમ્ય તસવીરો અને અગત્યની ટૂંકી વિગતો રજૂ કરવામાં આવ્યા હતા.
ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતથી લઈને ગિફ્ટ સિટી અને દેશના પ્રથમ બુલેટ ટ્રેનના સૂચિત હબ એવા સાબરમતી સ્ટેશન જેવી આધુનિક માળખાકીય સુવિધા તેમજ દાંડી સત્યાગ્રહ અને પાલ દઢવાવ સ્મારકને પણ કેલેન્ડરમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીએ વર્ષ 2025ના કેલેન્ડરને નિહાળી પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી અને એમ.કે.દાસ, માહિતી અને પ્રસારણ વિભાગના સચિવ અવંતિકા સિંઘ, માહિતી નિયામક કે. એલ. બચાણી, સરકારી મુદ્રણ અને છાપકામના નિયામક વી. એમ. રાઠોડ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.