રાજકોટના પૂર્વ સાંસદ રમાબેન માવાણીની રજૂઆત ઘ્યાને લઇ કેન્દ્રીય આરોગ્ય મંત્રીની રાજયોને અપીલ

રાજકોટના પૂર્વ સાંસદ રમાબેન માવાણી તથા અન્ય સંસ્થાઓની રજુઆતને ઘ્યાને લઇ કેન્દ્રિય  હર્ષવર્ધને રાજય સરકારોને તમાકુ ઉત્પાદનોના વેચાણ અને જાહેરમાં થુંકવા પર પ્રતિબંધ મુકવા અપીલ કરી હતી.

રાજસ્થાન અને ઝારખંડ સરકારોએ રાજયમાં તમાકુ ઉત્પાદનો વેચાણ ઉપર પ્રતિબંધ મુકી જાહેરમાં થુંકવા ઉપર મનાઇ ફરમાવી છે. કેન્દ્ર સરકારના આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને બધા રાજયો તથા કેન્દ્ર શાસીત પ્રદેશોને આ પ્રકારનો આદેશ જારી કર્યો છે. આમ હવેથી બધા રાજયોમાં તમાકુ ઉત્૫ાદનોના વેચાણ અને જાહેરમાં થુંકવા ઉપર પ્રતિબંધ લાગી ગયેલ છે. તમાકુ ઉત્૫ાદનો વેચાણ અને જાહેરમાં થુંકવું હવેથી ફોજદારી ગુન્હો ગણાશે, સજા અને દંડની જોગવાઇ થઇ છે.

કેન્દ્ર સરકારમાં જણાવ્યા પ્રમાણે સુગંધ રહીત તમાકુ ઉત્પાદનોના વપરાશથી થુંકવાની પ્રક્રિયા થાય છે. જેનાથી કોરોના વાયરસ ફેલાવાને બળ મળે છે. સ્વચ્છ ભારત સ્વસ્થ (તંદુરસ્ત) ભારત ના સૂત્રને સાર્થક કરવાના અનુસંધાનમાં કેન્દ્ર સરકારનો આ આદેશ હવેથી અગત્યનો ભાગ ભજવશે. સત્તાવાળાઓને આદેશનું ભંગ કરનારાઓ સામે કાયદાકીય પગલા લેવા હકક અને અધિકાર પ્રાપ્ત થયો છે.

આ પ્રકારના આદેશ કરવાની માંગણી થોડા સમય પહેલા વોઇસ, ન્યુ દિલ્હી તથા શ્રીમતિ રમાબેન માવાણીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધન પાસે કરેલ હતી જેનો સ્વીકાર થતા આમ જનતામાં હર્ષ અને આનંદની લાગણી વ્યકત થઇ છે. શ્રીમતિ રમાબેન માવણીએ આ પ્રકારનો આદેશ કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તથા કેન્દ્રઆરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધનને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. રાજકોટ શહેરમાં જાહેરમાં તમાકુ વેચાણ થતા હોવાની માહીતી રાજકોટ શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ, ૩ર૯ પોપટભાઇ સોરઠીયા ભવન, સદર બજાર રાજકોટ તથા ફોન નં. ૦૨૮૧ ૨૪૭૧૧૨૨ ઉપર આપવા ઉપર અપીલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.