વિવિધ ક્ષેત્રે સંશોધન માટે અનુદાન આપના ગુજરાત દેશનું પ્રથમ રાજય બન્યુ

રાજયની કોલેજો અને યુજીસી માન્ય યુનિવર્સિટીઓનાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે વિદ્યાર્થીઓને સંશોધન માટે પ્રોત્સાહિત કરવા રાજયની રૂપાણી સરકારે ૫૦ કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કર્યો છે.

 આ માટે બનાવાયેલા વિજ્ઞાન અને ટેકનોલોજી સંશોધન ફંડમાંથી આ ક્ષેત્રમાં ક્રિએટીવીટી, ટેલેન્ટ અને રીસર્ચબેઈઝ સંશોધનોને પ્રોત્સાહિત કરવા કોલેજો અને યુનિવર્સિટીઓને ત્રણ વર્ષ સુધી ૫૦ લાખ રૂપિયા નું અનુદાન રાજય સરકાર આપશે. આ અંગેની જાહેરાત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે કરી હતી.

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગે રાજયમાં આવતી વિવિધ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે સરકાર દ્વારા નકકી કરવામાં આવેલા ક્ષેત્રોમાં આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ માટે ગુજરાત કાઉન્સીલ ઓફ સાયન્સ અને ટેકનોલોજી (ગુજકોસ્ટ)ની રચના કરવામાં આવી છે. રાજય સરકારે અગાઉ બાયોટેકનોલોજી અને આઈટી ક્ષેત્રમાં પણ સંશોધકોને પ્રોત્સાહન આપવા આ પ્રકારની યોજના બનાવીને તેમાં પણ આવી રીતે અનુદાનની જાહેરાત કરી હતી.

રાજય સરકારની વિવિધ ક્ષેત્રના સંશોધકોને અનુદાન આપવાની આ યોજના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઈઝરાયેલ મુલાકાત બાદ સાકાર થઈ છે.

ઈઝરાયેલમાં મૂળભૂત કરતા સંશોધન પર વધારે ભાર આપવામાં આવે છે. તેનાથી વૈજ્ઞાનિકઓનો વિવિધ સંશોધનો માટેનો જુસ્સો વધે.છે. રાજયની સમસ્યાઓ માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે સંવેદનશીલતા આવે છે અને સંશોધકોના નવા સંશોધનોના કારણે ઉદ્યોગો અને અર્થતંત્રને ફાયદો થાય છે. સંશોધકો દ્વારા થતા સંશોધનોના કારણે જ ઈઝરાયેલ જેવા ટચુકડા દેશે અદભૂત પ્રગતિ કરી છે.

આ યોજના કાર્યરત કર્યાબાદ રાજય સરકારે એવો દાવો કર્યો હતો કે ગુજરાત પ્રદેશનું પહેલુ એવું રાજય બન્યું છે કે જે આ પ્રકારનુંફંડ હાઈ એન્ડ ટેકનોલોજી અને નવીનતા કૃત્રિમ બુધ્ધિ, રોબોટીકસ, બાયોટેકનોલોજી, પોલીમર્સ અને વિશિષ્ટ સામગ્રી નેનો ટેકનોલોજી, ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (આઈ.ઓટી) ઉર્જા સંગ્રહ, કચરાનો નિકાલ અને આયોજન, પ્રદુષણનું પ્રમાણ, ટકાઉ વસવાટ અને પોષણ સંવેદી સંશોધન ક્ષેત્ર માટે ૫૦ લાખ રૂપિયા નું અનુદાન ફાળવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.