મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટમાં IT પાર્કના નિર્માણમાં રાજ્ય સરકાર સંપૂર્ણ સહયોગ આપશે તેમ જણાવી કહ્યું કે,IT એવું ક્ષેત્ર છે જેમાં યુવાનો માટે ભરપુર તકો છે.
મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ ઇન્ફોરમેશન ટેકનોલોજી એસોસિએશનને અભિનંદન પાઠવી જણાવ્યું કે, રાજકોટ અને સંપૂર્ણ સૌરાષ્ટ્રના IT એક્સપર્ટ યુવાનોને ઘર આંગણે રોજગારી મળે, તેમજ યુવાનો રાજ્યના વિકાસમાં સહભાગી બને તે માટે રાજ્યસરકાર કટિબદ્ધ છે.
ન્યુ ઇન્ડિયાના પ્રધાનમંત્રીશ્રીના સંકલ્પને સાર્થક કરવા મુદ્રા યોજના તળે SBI દ્વારા ૩૫૧ લાભાર્થીઓને રૂ. ૧૨૬ કરોડની લોન મંજુર કરવામાં આવી છે ત્યારે આ યુવાનો રોજગારી મેળવવા સાથે રોજગારીના સર્જક પણ બને તેવી અભિલાષા મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કરી હતી.