મહાપાલિકાના પદાધિકારીઓએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આભાર માન્યો
રાજય સરકાર દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને રસ્તા કામ, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, આજી પ્રોજેકટ સહિતના કામો માટે રૂ.૪૦.૮૫ કરોડની ગ્રાન્ટ ફાળવવા માટે સૈઘ્ધાંતીક મંજુરી આપવામાં આવી હોવાનું મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું. રૂડાને પણ રૂ.૭૦ કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે.
મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વીનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની, શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમારે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરનો સ્માર્ટ સિટીમાં સમાવેશ થયા બાદ શહેર વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે આજે રાજય સરકાર દ્વારા જુદા-જુદા વિકાસ કામો માટે રાજકોટને રૂ.૪૦.૮૫ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે જેનો ઉપયોગ રસ્તા કામ, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને આજી રીડેવલોપમેન્ટ પ્રોજેકટ માટે કરવામાં આવશે. રૂડાને પણ રાજય સરકારે ૭૦ કરોડની તોતીંગ ગ્રાન્ટ ફાળવી છે.