હવાઇ મુસાફરી સસ્તી થતા પ્રવાસન પ્રવૃતિઓને વેગ મળશે
ગુજરાત સરકાર દ્વારા હવાઇ સેવામાં વપરાતા ઇંધણ પરના વેટના દરમાં પાંચ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જે ગત મધરાતથી અમલમાં આવી ગયો છે. જેના થકી હવે પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગઇકાલે સાંજે વાહતુક હવાઇ સેવાઓમાં વપરાશમાં લેવાતા એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ) પર હાલ વસૂલ કરવામા આવતા મૂલ્ય વર્ધીત વેરા (વેટ)ના દરમાં પાંચ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડો ગત મધરાતથી જ અમલમાં કરી દેવામાં આવ્યો છે.
રાજ્ય સરકારના આ નિર્ણયથી હવે આગામી દિવસોમાં એર કંપનીઓ દ્વારા હવાઇ ભાડાના દરમાં ઘટાડો કરવામાં આવશે. ભાડા ઘટવાથી વધુ લોકો હવાઇ મુસાફરી કરશે અને રાજ્યમાં પ્રવાસન પ્રવૃતિને વેગ મળશે તેવો આશાવાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કર્યો હતો.